શુક્રવાર, 8 એપ્રિલ, 2011

અંજીરની ખીર

અંજીરની ખીર 

સામગ્રી :
૧ લિટર દૂધ
૦।। નાની વાડકી બાસમતી ચોખા
૫ નંગ અંજીર
૧૫૦ ગ્રામ ખાંડ,
૧ ટી. સ્‍પૂન ઘી,
૧ ટી. સ્‍પૂન બાફેલી બદામની કાતરી,
૦।। ટી સ્‍પૂન ઈલાયચીનો ભૂકો.
રીત :
બાસમતી ચોખાને બેથી ત્રણ કલાક પાણીમાં પલાળવા. અંજીર ૦।। કલાક માટે પલાળવા.
ચોખાને નિતારી, ઘીમાં સાંતળવાં. પાણી ઉમેરી છૂટો ભાત રાંધવો.દૂધને ગરમ મૂકવું. ઊકળતું રાખી હલાવ્‍યા કરવું. જરા જાડું થાય એટલે ખાંડ નાંખી ઉકાળવાનું ચાલુ રાખવું.રાંધેલો ભાત તેમાં ભેળવવો. થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું. અંજીરના કટકા, ઈલાયચી તથા બદામ નાંખવા. સામાન્‍ય હૂંફાળી ખીર સર્વ કરવી.

બ્રેડ ખીર

બ્રેડ ખીર 

સામગ્રી :
૪ કપ દૂધ,
૨ ચમચા સાકર,
દોઢ સ્લાઇસ બ્રેડ (સ્લાઇસ કાઢી લેવી.),
૧ ચમચી ચારોળી,
ઘી,૨ ઇલાયચી વાટેલી.
રીત :
પ્રથમ બ્રેડને ઘીમાં આછા તળીને લઈ લેવાં. દૂધ ઉકાળી લેવું. તળેલા બ્રેડને દૂધમાં નાખી ધીમા તાપે ઊકળવા દો. બ્રેડ ગળી ના જાય ત્યાં સુધી એકસરખું ચમચાથી હલાવતા રહો. બ્રેડ ગળી જાય અને દૂધમાં એકરસ થઈ જાય અને દૂધ જાડું પડે ત્યાં સુધી હલાવતા રહેવું. સાકર નાખી ગળવા દો. જ્યારે ખીર પડે ત્યારે ગેસ ઉપરથી લઈ લેવી. પછી તેમાં ચારોળી અને વાટેલી ઇલાયચી નાંખવી. પછી ફ્રિજમાં ઠંડી થવા મૂકવી.

ચેરી જ્યુબિલી

 
સામગ્રી :- ૧ ટીન ચેરી,
૧ ૧/૨ ચમચી કોર્નફ્લોર કાપીને
૨ સ્ટ્રોબેરી અથવા રાસબરી જામ,
૨ ચમચી સાકર,
૨ ચમચી લીંબુંનો રસ,
થોડાં ટીપાં ખાવાનો લાલ રંગ,
પીરસવા માટે સ્ટ્રોબેરી આઈસક્રીમ.
રીત :- ચેરીમાંથી બી કાઢવાં અને સિરપ બાજુ પર રાખવું. ચેરીના સિરપમાં કોર્નફ્લોર જામ અને સાકર નાંખવા અને થોડી વાર ઉકાળવું. લીંબુંનો રસ, લાલ રંગ અને બી કાઢેલી ચેરી નાખવી. ગરમ ચેરીનું મિશ્રણ એક બાઉલમાં ભરવું. આ સોસને વેનીલા અથવા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પર રેડી પીરસવું.

ભરેલાં કાચાં કેળાં

ભરેલાં કાચાં કેળાં 

સામગ્રી :
૩ કાચાં કેળાં,
૪ લાલ ટામેટાં,
૧/૨ વાટકી લીલા વટાણાના દાણા,
૧/૪ વાટકી ઝીણી સમારેલી ફણસી,
૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી,
૨ ચમચી ધાણાજીરું વાટેલું,
૧/૨ ચમચી હળદર,
સ્વાદ પ્રમાણે મીઠું,
૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર,
૧/૨ ચમચી જીરું,
૨ ચમચા તેલ,
૨ ચમચી ગરમ મસાલો.

રીત : વટાણા અને ફણસીને વરાળથી બાફી લેવાં. ટામેટાં ઝીણાં સમારી લેવાં. કેળાંની જાડી છાલ ઉતારી છોલી લેવી. છાલેલાં કેળામાં ઊભો ચીરો કરી તેમાં બધો મસાલો મિક્સ કરીને ભરો. પછી કેળાંને ગોળ ગોળ ૧ ઇંચ જાડા કાપી લો. જો મસાલો ભરતાં વધે તો કાપેલાં કેળાંમાં નાખી દો. એક કડાઈમાં તેલને ગરમ કરી જીરાનો વઘાર કરી ટામેટાં અંદર નાખી હલાવી વાસણ ઢાંકી દઈને પાંચ મિનિટ ટામેટાંને સીજવા દો. પછી તેમાં બાફેલા વટાણા અને ફણસી નાખી હલાવી ૨ મિનિટ પછી તેમાં ભરેલા કાચાં કેળાં નાખી ઢાંકીને કેળાં સીજવા દો. કેળાં સીજી જાય એટલે તેમાં ગરમ મસાલો નાખી હલાવો, ૨ મિનિટ પછી તાપ ઉપરથી લઈ ઉપર કોથમીર ભભરાવો.
લો, મસાલેદાર કાચાં કેળાંનું શાક તૈયાર !

કેરીનો આઇસક્રીમ

કેરીનો આઇસક્રીમ

જરૂરી સામગ્રી : (૧) દૂધ : ૪ કપ
(૨) સાકર : અડધો કપ
(૩) હાફૂસ કેરી પાકી : નંગ ૬.
બનાવવાની રીત : દૂધ ઉકાળીને ઠંડું કરવું. કેરીને છોલી તેના નાના ટુકડા કરવા. ગોટલી કાઢી નાખવી. પછી તેમાં સાકર નાખી બરાબર હલાવીને મિક્સ કરવું. પછી તેને ચાળણીથી ગાળી લેવું. આમ તૈયાર થયેલો કેરીનો રસ અને ઠંડું દૂધ મિક્સ કરવાં. આમ તૈયાર થયેલા કેરીના આઇસક્રીમના મિક્ચરને આઇસક્રીમની ટ્રેમાં લઈ ફ્રીજરમાં આઇસક્રીમ થવા મૂકવું.


કેળાનું શાક

કેળાનું શાક

સામગ્રીઃ
૨ નંગ કાચા કેળાં,
૧૦૦ગ્રામ કોપરું,
૫ લાલ કાંદા,
કોથમીર, હળદર,
લીલાં મરચાં,લીમડાનાં પાન,
૧ll ચમચી છાશ,
રાઈ, જીરું, મીઠું.
બનાવવાની રીતઃ
કેળાની છાલ ઉતારી તેના ૨ ઈંચ લાંબા ટુકડા કરો. તેને છાશમાં સાફ કરો, હળદર – મરચાં વાટી લો.વાટેલાને કેળાં પર છાંટી, તેમાં મીઠું અને પાણી નાખી ચડવા મૂકી પાણી બળી જાય, કેળાં ચડી જાય ત્‍યારે તાપ ધીમો કર.કોપરું તથા જીરાને વાટી કેળામાં નાખો. ઉકાળો નહિ.ગરમ કરતી વખતે તેને હલાવતા રહી પછી ચૂલા પરથી ઉતારી લો.

પોષકતાઃ
આમાં ૧૦૦૦ કેલરી છે. અતિ ઉપયોગી ખનીજ- તત્‍વો, કેલ્શિયમ, મેગ્‍નેશિયમ, લોહ, તાંબુ, મેગેનીઝ તત્‍વોથી ભરપૂર છે. રકતક્ષયના રોગીને માટે કેળાનું ઔષધીય મહત્‍વ છે.

ફરાળી આઇસ્ક્રીમ

ફરાળી આઇસ્ક્રીમ

સામગ્રી : ૧ લીટર દૂધ,
૫૦ ગ્રામ ક્રીમ,
૧૦૦ ગ્રામ કેસરી પેંડા,
૧ ચમચી દળેલી ખાંડ,
એલચી, બદામ,
પિસ્તા, કેસર.
રીત : એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. થોડુ ગરમ દૂધ અલગ લઇને તેમાં કેસર મિકસ કરવું. દૂધ ઉકળીને અડધુ થઇ જાય ત્યારે ઉતારી તેમાં કેસરી પેંડા, કેસર દળેલી ખાંડ અને એલચીનો પાવડર નાખવો. ઠંડુ પડે એટલે તેમાં ક્રીમ નાખી મીકસરમાં ક્રશ કરો.
હવે આ મિશ્રણને એલ્યુમિનિયમનાં ડબ્બામાં ભરી, ફ્રિઝરમાં મૂકો. જામી જાય એટલે કાઢી ફરી મીકસરમાં ક્રશ કરી તેમાં છીણેલી બદામ- પિસ્તાની કતરીથી સજાવી, ફરી ફ્રિઝરમાં મૂકી દો. જામી જાય એટલે બહાર કાઢી આરોગો.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons