શુક્રવાર, 8 એપ્રિલ, 2011

અંજીરની ખીર

અંજીરની ખીર 

સામગ્રી :
૧ લિટર દૂધ
૦।। નાની વાડકી બાસમતી ચોખા
૫ નંગ અંજીર
૧૫૦ ગ્રામ ખાંડ,
૧ ટી. સ્‍પૂન ઘી,
૧ ટી. સ્‍પૂન બાફેલી બદામની કાતરી,
૦।। ટી સ્‍પૂન ઈલાયચીનો ભૂકો.
રીત :
બાસમતી ચોખાને બેથી ત્રણ કલાક પાણીમાં પલાળવા. અંજીર ૦।। કલાક માટે પલાળવા.
ચોખાને નિતારી, ઘીમાં સાંતળવાં. પાણી ઉમેરી છૂટો ભાત રાંધવો.દૂધને ગરમ મૂકવું. ઊકળતું રાખી હલાવ્‍યા કરવું. જરા જાડું થાય એટલે ખાંડ નાંખી ઉકાળવાનું ચાલુ રાખવું.રાંધેલો ભાત તેમાં ભેળવવો. થોડી વાર ઉકાળી નીચે ઉતારી લેવું. અંજીરના કટકા, ઈલાયચી તથા બદામ નાંખવા. સામાન્‍ય હૂંફાળી ખીર સર્વ કરવી.

બ્રેડ ખીર

બ્રેડ ખીર 

સામગ્રી :
૪ કપ દૂધ,
૨ ચમચા સાકર,
દોઢ સ્લાઇસ બ્રેડ (સ્લાઇસ કાઢી લેવી.),
૧ ચમચી ચારોળી,
ઘી,૨ ઇલાયચી વાટેલી.
રીત :
પ્રથમ બ્રેડને ઘીમાં આછા તળીને લઈ લેવાં. દૂધ ઉકાળી લેવું. તળેલા બ્રેડને દૂધમાં નાખી ધીમા તાપે ઊકળવા દો. બ્રેડ ગળી ના જાય ત્યાં સુધી એકસરખું ચમચાથી હલાવતા રહો. બ્રેડ ગળી જાય અને દૂધમાં એકરસ થઈ જાય અને દૂધ જાડું પડે ત્યાં સુધી હલાવતા રહેવું. સાકર નાખી ગળવા દો. જ્યારે ખીર પડે ત્યારે ગેસ ઉપરથી લઈ લેવી. પછી તેમાં ચારોળી અને વાટેલી ઇલાયચી નાંખવી. પછી ફ્રિજમાં ઠંડી થવા મૂકવી.

ચેરી જ્યુબિલી

 
સામગ્રી :- ૧ ટીન ચેરી,
૧ ૧/૨ ચમચી કોર્નફ્લોર કાપીને
૨ સ્ટ્રોબેરી અથવા રાસબરી જામ,
૨ ચમચી સાકર,
૨ ચમચી લીંબુંનો રસ,
થોડાં ટીપાં ખાવાનો લાલ રંગ,
પીરસવા માટે સ્ટ્રોબેરી આઈસક્રીમ.
રીત :- ચેરીમાંથી બી કાઢવાં અને સિરપ બાજુ પર રાખવું. ચેરીના સિરપમાં કોર્નફ્લોર જામ અને સાકર નાંખવા અને થોડી વાર ઉકાળવું. લીંબુંનો રસ, લાલ રંગ અને બી કાઢેલી ચેરી નાખવી. ગરમ ચેરીનું મિશ્રણ એક બાઉલમાં ભરવું. આ સોસને વેનીલા અથવા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પર રેડી પીરસવું.

ભરેલાં કાચાં કેળાં

ભરેલાં કાચાં કેળાં 

સામગ્રી :
૩ કાચાં કેળાં,
૪ લાલ ટામેટાં,
૧/૨ વાટકી લીલા વટાણાના દાણા,
૧/૪ વાટકી ઝીણી સમારેલી ફણસી,
૧/૨ ચમચી લાલ મરચાંની ભૂકી,
૨ ચમચી ધાણાજીરું વાટેલું,
૧/૨ ચમચી હળદર,
સ્વાદ પ્રમાણે મીઠું,
૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર,
૧/૨ ચમચી જીરું,
૨ ચમચા તેલ,
૨ ચમચી ગરમ મસાલો.

રીત : વટાણા અને ફણસીને વરાળથી બાફી લેવાં. ટામેટાં ઝીણાં સમારી લેવાં. કેળાંની જાડી છાલ ઉતારી છોલી લેવી. છાલેલાં કેળામાં ઊભો ચીરો કરી તેમાં બધો મસાલો મિક્સ કરીને ભરો. પછી કેળાંને ગોળ ગોળ ૧ ઇંચ જાડા કાપી લો. જો મસાલો ભરતાં વધે તો કાપેલાં કેળાંમાં નાખી દો. એક કડાઈમાં તેલને ગરમ કરી જીરાનો વઘાર કરી ટામેટાં અંદર નાખી હલાવી વાસણ ઢાંકી દઈને પાંચ મિનિટ ટામેટાંને સીજવા દો. પછી તેમાં બાફેલા વટાણા અને ફણસી નાખી હલાવી ૨ મિનિટ પછી તેમાં ભરેલા કાચાં કેળાં નાખી ઢાંકીને કેળાં સીજવા દો. કેળાં સીજી જાય એટલે તેમાં ગરમ મસાલો નાખી હલાવો, ૨ મિનિટ પછી તાપ ઉપરથી લઈ ઉપર કોથમીર ભભરાવો.
લો, મસાલેદાર કાચાં કેળાંનું શાક તૈયાર !

કેરીનો આઇસક્રીમ

કેરીનો આઇસક્રીમ

જરૂરી સામગ્રી : (૧) દૂધ : ૪ કપ
(૨) સાકર : અડધો કપ
(૩) હાફૂસ કેરી પાકી : નંગ ૬.
બનાવવાની રીત : દૂધ ઉકાળીને ઠંડું કરવું. કેરીને છોલી તેના નાના ટુકડા કરવા. ગોટલી કાઢી નાખવી. પછી તેમાં સાકર નાખી બરાબર હલાવીને મિક્સ કરવું. પછી તેને ચાળણીથી ગાળી લેવું. આમ તૈયાર થયેલો કેરીનો રસ અને ઠંડું દૂધ મિક્સ કરવાં. આમ તૈયાર થયેલા કેરીના આઇસક્રીમના મિક્ચરને આઇસક્રીમની ટ્રેમાં લઈ ફ્રીજરમાં આઇસક્રીમ થવા મૂકવું.


કેળાનું શાક

કેળાનું શાક

સામગ્રીઃ
૨ નંગ કાચા કેળાં,
૧૦૦ગ્રામ કોપરું,
૫ લાલ કાંદા,
કોથમીર, હળદર,
લીલાં મરચાં,લીમડાનાં પાન,
૧ll ચમચી છાશ,
રાઈ, જીરું, મીઠું.
બનાવવાની રીતઃ
કેળાની છાલ ઉતારી તેના ૨ ઈંચ લાંબા ટુકડા કરો. તેને છાશમાં સાફ કરો, હળદર – મરચાં વાટી લો.વાટેલાને કેળાં પર છાંટી, તેમાં મીઠું અને પાણી નાખી ચડવા મૂકી પાણી બળી જાય, કેળાં ચડી જાય ત્‍યારે તાપ ધીમો કર.કોપરું તથા જીરાને વાટી કેળામાં નાખો. ઉકાળો નહિ.ગરમ કરતી વખતે તેને હલાવતા રહી પછી ચૂલા પરથી ઉતારી લો.

પોષકતાઃ
આમાં ૧૦૦૦ કેલરી છે. અતિ ઉપયોગી ખનીજ- તત્‍વો, કેલ્શિયમ, મેગ્‍નેશિયમ, લોહ, તાંબુ, મેગેનીઝ તત્‍વોથી ભરપૂર છે. રકતક્ષયના રોગીને માટે કેળાનું ઔષધીય મહત્‍વ છે.

ફરાળી આઇસ્ક્રીમ

ફરાળી આઇસ્ક્રીમ

સામગ્રી : ૧ લીટર દૂધ,
૫૦ ગ્રામ ક્રીમ,
૧૦૦ ગ્રામ કેસરી પેંડા,
૧ ચમચી દળેલી ખાંડ,
એલચી, બદામ,
પિસ્તા, કેસર.
રીત : એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. થોડુ ગરમ દૂધ અલગ લઇને તેમાં કેસર મિકસ કરવું. દૂધ ઉકળીને અડધુ થઇ જાય ત્યારે ઉતારી તેમાં કેસરી પેંડા, કેસર દળેલી ખાંડ અને એલચીનો પાવડર નાખવો. ઠંડુ પડે એટલે તેમાં ક્રીમ નાખી મીકસરમાં ક્રશ કરો.
હવે આ મિશ્રણને એલ્યુમિનિયમનાં ડબ્બામાં ભરી, ફ્રિઝરમાં મૂકો. જામી જાય એટલે કાઢી ફરી મીકસરમાં ક્રશ કરી તેમાં છીણેલી બદામ- પિસ્તાની કતરીથી સજાવી, ફરી ફ્રિઝરમાં મૂકી દો. જામી જાય એટલે બહાર કાઢી આરોગો.

સોમવાર, 28 ફેબ્રુઆરી, 2011

સરસૌ દા સાગ


સરસૌ દા સાગ


સામગ્રી:

500 ગ્રામ રાયના પાંદડા
200 ગ્રામ પાલક
200 ગ્રામ બથુઆ
3 કળી લસણ
1 ઈંચ આદુનો ટુકડો
2 લીલા મરચાં
મીઠું સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન મકાઈનો લોટ
1 ચપટી ખાંડ
2 ટેબલસ્પૂન ઘી
1 ચપટી હીંગ
1 ડુંગળી
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
1 ટીસ્પૂન હળદર

રીત:

- સરસૌ, પાલક અને બથુઆને ધોઈને સમારી લો.
- આદુ, લસણ અને મરચાંને પણ ઝીણા સમારી લો.
- પ્રેશર કુકરમાં પાલક, સરસૌ, બથુઆ, આદુ, લસણ અને લીલા મરચાંને બાફી લો.
- બાફ્યા પછી આ મિશ્રણને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો.
- એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં હીંગ અને ડુંગળી ઉમેરો.
- લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો અને પછી મીઠું અને હળદર ઉમેરો. બરાબર મિક્સ કરો.
- હવે ગ્રાઈન્ડ કરેલ મિશ્રણ ઉમેરો અને ઉકળવા દો. થોડી મિનીટ સુધી પાકવા દો.
- તેમાં મકાઈનો લોટ, લાલ મરચાંનો પાવડર અને ખાંડ ઉમેરીને હલાવો.
- મકાઈની રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.

સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

મશરૂમ પુલાવ


મશરૂમ પુલાવ


સામગ્રી:

મશરૂમ, 50 ગ્રામ

ચોખા, 100 ગ્રામ

પાણી, ચોખા કરતા બેગણું

ડુંગળી, 50 ગ્રામ

જીરૂ, 1/4 ટીસ્પૂન

ઈલાયચી, 1

લવિંગ, 1

તજ, 1 નાનો ટુકડો

મીઠું, 1 ટીસ્પૂન

તેલ, 2 ટેબલસ્પૂન

તમાલ પત્ર, 1

રીત:

* ચોખાને ધોઈને અડધા કલાક માટે પાણીમાં પલાળીને રાખો.

* મશરૂમને સ્લાઈસમાં કાપી લો.

* એક જાડા તળિયાવાળા પેનમાં તેલ ગરમ કરો. તેમા બધા મસાલા અને ડુંગળી નાંખો અને તેનો રંગ બદલાય ત્યા સુધી તેને સાંતળો. તેમાં મશરૂમની સ્લાઈસ ઉમેરો અને થોડી મિનીટો સુધી ફરી સાંતળો.

* ચોખાને નિતારી લો અને તેને ડુંગળી સાથે ભેળવીને 2થી3 મિનીટ સુધી પકાવો.

* તેમાં માપ કરેલુ પાણી ઉમેરો અને મીઠું ઉમેરીને બાફો.

* પેનને ઢાંકી દો અને પાણી સૂકાઈ જાય ત્યા સુધી ચઢવા દો.

* ગરમ ગરમ સર્વ કરો. 

ગુઝબેરી રાઈસ


ગુઝબેરી રાઈસ


સામગ્રી:

ચોખા, 1 1/2 કપ

ગુઝબેરી (તાજા અથવા ફ્રિઝ કરેલા), 5-6

છીણેલુ નાળિયેર, 1/2 કપ

લીલા મરચા, 4-5

હળદર, થોડીક ચપટી

મીઠું સ્વાદ અનુસાર

મસાલો:

રાય, 1/2 ટીસ્પૂન

જીરુ, 1/2 ટીસ્પૂન

ચણાની દાળ, 1/2 ટીસ્પૂન

અડદની દાળ, 1/2 ટીસ્પૂન

સૂકા લાલ મરચા, 5

હીંગ, ચપટી

લીમડાના પાન, 6

તેલ, 1 ટેબલસ્પૂન

રીત:

- ગુઝબેરીને ધોઈને સમારી લો અને તેના બીજ કાઢી લો.

- લીલા મરચાને ધોઈને સમારી લો.

- હવે, ગુઝબેરી, નાળિયેર, લીલા મરચા અને મીઠું મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો, જરૂર પડ્યે પાણી ભેળવી શકો છો.

- ચોખાને પાણીથી ધોઈને 3 કપ પાણીમાં પકાવો. પાણી સૂકાઈ જાય અમે ચોખા ચઢી જાય ત્યા સુધી પાકવા દો.

- હવે એક ડિશમાં ચોખાને કાઢી લો અને બાજુ પર મૂકી દો.

- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બધો મસાલો વારાફરતી ઉમેરો.

- રાયના દાણા ફૂટી જાય એટલે તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને હળદર ભેળવો.

- જ્યા સુધી મરચા અને ગુઝબેરીની કાચી સુગંધ જતી ન રહે ત્યા સુધી પકાવો. (લગભગ 3 મિનીટ)

- હવે તેમાં બાફીને તૈયાર કરેલા ચોખા ઉમેરો અને 1-2 મિનીટ સુધી ફ્રાય કરો, ચોખામાં સ્વાદ બેસવા દો.

- તેને ઢાંકીને પછી ગેસ બંધ કરી દો.

- ગુઝબેરી રાઈસને રાયતા કે કોઈ અચાર સાથે ગરમ ગરમ સર્વ કરો. 

પનીર પુલાવ


પનીર પુલાવ


સામગ્રી:

પનીર, 100 ગ્રામ

તેલ, પનીર તળવા માટે

રાઈસ, 100 ગ્રામ

પાણી, રાઈસ કરતા બમણું

ડુંગળી, 50 ગ્રામ

જીરુ, 1/4 ટીસ્પૂન

1 ઇલાયચી

1 લવિંગ

1 તજનો ટુકડો

મીઠું, 1 ટિસ્પૂન

તેલ, 2 ટેબલસ્પૂન

1 તમાલપત્ર

રીત:

- ચોખાને ધોઈને પાણીમાં અડધો કલાક પલાળી રાખો.

- પનીરને નાના ટુકડામાં કાપી લો અને તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળો.

- હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં બધો જ મસાલો અને ડુંગળી નાંખીને સાંતળો.

- ચોખાને નિતારી લો અને તેને ડુંગળી સાથે ભેળવીને 2-3 મિનીટ સુધી પકાવો.

- તેમાં ચોખા કરતુ બેગણુ પાણી ઉમેરો. હવે તેમાં મીઠું ઉમેરીને તેને બાફો.

- તેમાં તળેલા પનીરના ટુકડા ઉમેરો.

- હવે ગેસની આંચને ધીમી કરો અને જ્યા સુધી પાણી સુકાઈ ન જાય ત્યા સુધી પાકવા દો.

- ગરમ ગરમ સર્વ કરો

માવાના કોફ્તા


માવાના કોફ્તા


સામગ્રી

તાજો માવો - ૩૦૦ ગ્રામ
મેંદો - ૬ ચમચા
બેકિંગ પાઉડર - ચપટી
ઘી - જરૂર પૂરતું

ગ્રેવી માટે

રાઇ-જીરું - ૧ ચમચી
બારીક સમારેલું આદું - નાનો ટુકડો
વાટેલી ખસખસ - ૨ ચમચી
નાળિયેરનું છીણ - ૫૦ ગ્રામ
ધાણા પાઉડર - અડધી ચમચી
મરચું - ૧ ચમચી
મીઠું - સ્વાદ મુજબ
ગરમ મસાલો - જરૂર પ્રમાણે
મરીનો પાઉડર - પા ચમચી
ઘી - સ્વાદ મુજબ

રીત

તાજા માવાને હાથથી બરાબર મસળી લઇ તેમાં બેકિંગ પાઉડર અને મેંદો ભેળવી મિશ્રણ તૈયાર કરો. મિશ્રણમાંથી કોફ્તા બનાવી તેલમાં આછા બ્રાઉન રંગના તળી લો. ગ્રેવી બનાવવા માટે ઘી ગરમ કરી તેમાં જીરું અને સમારેલું આદું નાખો. તે પછી વાટેલી ખસખસ અને નાળિયેરનું છીણ ઉમેરી થોડી વાર સાંતળો. તેમાં ગરમ મસાલો, મરીનો પાઉડર, ધાણા, મરચું અને મીઠું ભેળવો. તેમાંથી તેલ છુટું પડે એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરી પાંચ-સાત મિનિટ ઉકાળો. આંચ પરથી ઉતારી કોફ્તા નાખો અને સમારેલી કોથમીરથી સજાવો.

અકબરી પનીર


અકબરી પનીર


સામગ્રી:

પનીર, 100 ગ્રામ

ડુંગળી, લાંબા પાતાળા ટુકડામાં સમારેલી

આદુ, 1 ટુકડો

લસણ, 2 કળી

ઈલાયચી, 2

તજ, 1 ટુકડો

તેલ, 1 ટેબલસ્પૂન

ટમેટુ, 1 મોટું

મીઠું, સ્વાદ અનુસાર

લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન

દૂધ, 1 કપ

રીત:

- એક પેનમાં તેલ ગરમ કરો.

- તેમાં ડુંગળી, લસણ, તજ અને ઈલાયચી નાંખો.

- ડુંગળી લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો.

- હવે આ બધાને તેલમાંથી નિતારી લો અને ટમેટાની સાથે ભેળવીને તેની પેસ્ટ બનાવો.

- હવે આ પેસ્ટને ફરી તેલમાં સાંતળો અને તેલને છૂટુ પડવા દો.

- તેમાં પનીરના ટુકડા ઉમેરો અને 2-3 મિનીટ સુધી પાકવા દો.

- તેમાં દૂધ ઉમેરીને ગ્રેવી ઘટ્ટ થાય ત્યા સુધી પાકવા દો.

- હવે તેના પર લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરો. 

દમ આલુ


દમ આલુ


સામગ્રી:

બટાટી, 100 ગ્રામ

મીઠું, 1 ટીસ્પૂન

તેલ, તળવા માટે

સૂકા ધાણા, 1/4 ટીસ્પૂન

ખસખસ, 1/4 ટીસ્પૂન

કોપરાનો પાવડર, 5 ગ્રામ

જીરુ, 1 ટીસ્પૂન

ઈલાયચી, 1

છીણેલું જાયફળ, 1 ચપટી

તેલ, 1 ટેબલસ્પૂન

લીલા ધાણા, થોડા

ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન

ડુંગળી, 30 ગ્રામ

મીઠું, 1/4 ટીસ્પૂન

લાલ મરચાનો પાવડર, 1/4 ટીસ્પૂન

હળદર, 1/4 ટીસ્પૂન

લસણ, 2 કળી

દહીં, 30 ગ્રામ

લીલા મરચુ, 1 રીત:

- બટાટીને ધોઈને છાલ ઉતારી લો. હવે એક કાંટા વડે તેની ફરતે બધી જ બાજુ કાણા પાડીને તેને 100 મિલી પાણી અને 1 ટીસ્પૂન મીઠામાં 30 મિનીટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ તેને એક ચોખ્ખા કપડામાં સૂકાવી લો.

- તેલ ગરમ કરો. હવે બટાટીને મધ્યમ આંચ પર તળો.

- સૂકા ધાણા, ખસખસ, કોપરાનો પાવડર, જીરુ, લવિંગ, મરી, ઈલાયચી અને જાયફળને શેકીને તેને પીસીને પેસ્ટ બનાવો.

- લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવો.

- એક ટેબલસ્પૂન તેલ લઈને તેમાં ડુંગળી-લસણની પેસ્ટને સાંતળો. તેમાં મીઠું, લાલ મરચાનો પાવડર અને તૈયાર કરેલા મસાલાની પેસ્ટને ઉમેરીને ધીમી આંચ પર પકાવો.

- અડધા ભાગના દહીંને ફીણો અને તેને આ મસાલા સાથે ધીમે ધીમે ઉમેરતા રહો.

- હવે તેમાં તળેલી બટાટી ઉમેરો અને 5 મિનીટ સુધી પાકવા દો. ત્યારબાદ તેમાં બાકીનું દહીં અને 50 મિલી પાણી ઉમેરો. હવે તેને 250ફેરનહીટ પર ગરમ કરેલા ઓવનમાં 30 મિનીટ સુધી મૂકો, અથવા 10 મિનીટ સુધી ધીમી આંચ પર જ પાકવા દો.

- લીલા ધાણા, લીલા મરચા અને ગરમ મસાલો ઉમેરીને ગરમ ગરમ સર્વ કરો. 

મિક્સ વેજિટેબલ પાએલા


મિક્સ વેજિટેબલ પાએલા


સામગ્રી

પલાળેલા ચોખા - દોઢ કપ, માખણ - ૧ ચમચી

લાલ કેપ્સિકમની પટ્ટીઓ - ૨ નંગ, મીઠું - સ્વાદ મુજબ

ઓલિવ ઓઇલ - અડધો કપ, તમાલપત્ર - ૧ નંગ

ડુંગળીની સ્લાઇસ - ૧ નંગ, લસણની કળી - ૩ નંગ

સમારેલાં ટામેટાં - ૨ નંગ, કેપ્સિકમની ચીરીઓ - ૧ નંગ

પાએલા મસાલો - ૨ ચમચી, કેસર - ૨-૩ તાંતણા

વેજિટેબલ સ્ટોક - સાડા ત્રણ કપ

વેજિટેબલ સ્ટોક કયુબનો ભૂકો - અડધો કપ

પલાળેલા લીલા વટાણા - અડધો કપ

લીંબુની રિંગ - ૨ નંગ

રીત

ચોખાને નિતારીને એક તરફ રહેવા દો. એક પેનમાં માખણ ગરમ કરી તેમાં લાલ કેપ્સિકમની ચીરી નાખી મીઠું ભભરાવીને બે મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેને નિતારીને કાઢી લો. હવે પાએલા પાનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં તમાલપત્ર, ડુંગળી અને લસણને આછા બદામી રંગના સાંતળો. તેમાં ટામેટાં અને લાલ તથા લીલા કેપ્સિકમની ચીરીઓ મિક્સ કરો. પાએલા મસાલો અને કેસર ભેળવો. તેમાં વેજિટેબલ સ્ટોક, મીઠું અને ચોખા નાખીને હલાવો.

સ્ટોકના કયુબ નાખી અડધા ભાગના લીલા વટાણા ઉમેરી ભાત તૈયાર થાય ત્યાં સુધી રહેવા દો. છેલ્લે વટાણા અને લાલ કેપ્સિકમની સાંતળેલી ચીરીથી સજાવો અને લીંબુની રિંગ સાથે સર્વ કરો.

નોંધ : પાએલા મસાલો પેપ્રિકામાંથી બનાવાય છે, જેના લીધે સહેજ તીખો સ્વાદ આવે છે અને તેમાં ખાવાનો પીળો રંગ હોય છે

તંદૂરી ગોબી


તંદૂરી ગોબી


સામગ્રી:

ફ્લાવર, 1

તેલ, 1 ટેબલસ્પૂન

ડુંગળી, 1 મધ્યમ કદની, સ્લાઈલ કરેલી

લસણ, 3 કળી, ઝીણી સમારેલી

આદુ, 1 ઈંચનો ટુકડો, છીણેલો

ટમેટુ, 1 મોટુ

ઈલાયચી, 3-4 કળી

લવિંગ, 2-3

તમાલપત્ર, 1

હળદર

મીઠું સ્વાદ અનુસાર

રીત:

- ફ્લાવરને ધોઈને તેના વધારાના પાન કાઢી નાંખો. તેની કળીઓને અલગ ન કરો.

- હવે ફ્લાવરની કળીઓ વચ્ચે ચીરા પાડો અને તેની વચ્ચે ડુંગળી અને લસણ મૂકો.

- એક ઉંડા વાસણમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો અને તેમાં ઈલાયચી. લવિંગ અને તમાલપત્ર ઉમેરો અને તેને બ્રાઉન થવા દો. ત્યારબાદ તેમાં સમારેલુ ટમેટુ નાંખો અને હવે ફ્લાવર પણ વાસણમાં ઉમેરો.

- તેમાં હળદર, મીઠું, આદુ ભેળવો. ત્યારબાદ ફ્લાવર પર 6 ટેબલસ્પૂન પાણી રેડો.

- વાસણને બરાબર ઢાંકી દો અને આંચ ધીમી કરી દો. જોતા રહો કે જો પાણી સૂકાઈ જાય તો થોડુ પાણી ઉમેરતા રહો. જ્યારે ફ્લાવર ચઢી જાય ત્યારે નીચે ઉતારી લો.

શાહી મિક્સ મટર-મલાઇ


શાહી મિક્સ મટર-મલાઇ


સામગ્રી

લીલા વટાણા - અડધો કપ
પનીર - ૩૦૦ ગ્રામ
મખાના - દોઢ કપ
મલાઇ - અડધો કપ
ટમેટાંની પ્યોરિ - અડધો કપ
ડુંગળી - ૨ નંગ
મેંદો - અડધો ચમચો
આદું-લસણ-મરચાંની પેસ્ટ - ૧ ચમચી
મીઠું - સ્વાદ મુજબ
હળદર - પા ચમચી
ધાણા પાઉડર - દોઢ ચમચી
મરચું - પા ચમચી
તેલ - જરૂર પ્રમાણે

રીત

વટાણા બાફી લો. મખાનાને અધકચરા તળી મિક્સરમાં ક્રશ કરી લો. ટમેટાંની પ્યોરિમાં બધો મસાલો અને મીઠું ભેળવો. ડુંગળીને બારીક સમારો અને પનીરના પણ નાના ટુકડા કરો. હવે તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળો. આદુંની પેસ્ટ અને મેંદો નાખીને સાંતળો પછી મલાઇ નાખીને ખૂબ હલાવો. જ્યારે મલાઇનું ઘી છુટું પડે ત્યારે તેમાં ક્રશ કરેલા મખાના મિક્સ કરો. તેમાંથી સુગંધ આવે એટલે ટમેટાંની પ્યોરિ ઉમેરી ખદખદવા દો. પનીર નાખી ઉભરા આવે એટલે બાકીના મખાનાથી સજાવી સર્વ કરો

બેંગાલી આલુ પોસ્તો


બેંગાલી આલુ પોસ્તો


સામગ્રી:

3 બટાટા (છાલ ઉતારીને સમારેલા)

1 ટેબલસ્પૂન ખસખસના દાણા (શેકેલા)

સૂકા લાલ મરચા, 1 1/2

લીલા મરચા, 1 1/2

હળદર, 1/4 ટીસ્પૂન

તેલ, 1 1/2 ટેબલસ્પૂન

પાણી, 1 1/2 કપ

મીઠું સ્વાદ અનુસાર

ઝીણા સમારેલા લીલા ધાણા, ગાર્નિશ કરવા માટે

રીત:

- પાણી, ખસખસના દાણા અને લીલા મરચાને સાથે ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવીને બાજુ પર મૂકી દો.

- અડધા ભાગના તેલને એક પેનમાં ગરમ કરો. સમારેલા બટાટાને મધ્યમ આંચ પર તેલમાં તળો. હવે તેને પેપર ટોવેલ પર નિતારી લો.

- હવે બાકીના તેલને તે જ પેનમાં ગરમ કરો. સૂકા લાલ મરચા અને હળદરને મિક્સ કરો. હવે તેમાં ખસખસની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને મધ્યમ ધીમી આંચ પર 3 મિનીટ સુધી તળો અને જ્યારે તેલ પેનની કિનારીને છોડવા લાગે ત્યા સુધી તળો.

- હવે તેમાં તળેલા બટાટા ઉમેરો અને બરાબર મિક્સ કરો. પાણી અને મીઠું ઉમેરો. ઢાંકીને ધીમી આંચ પર 10 મિનીટ સુધી પાકવા દો જેથી બટાટા નરમ થઈ જાય.

- હવે લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને ગરમ ગરમ સર્વ કરો. 

હરિયાળો પુલાવ


હરિયાળો પુલાવ


સામગ્રી

ચોખા - ૧ વાટકી
ફૂદીનો - અડધી ઝૂડી
કાજુ - ૧૦ નંગ
દ્રાક્ષ - ૧ વાટકી
દાડમના દાણા - ૧ વાટકી
જીરું - પા ચમચી
તમાલપત્ર - ૨-૩
એલચા - ૨ નંગ
મીઠું - સ્વાદ મુજબ
લીલા મરચાં - ૨ નંગ
આદું - નાનો ટુકડો
ઘી - ૧ ચમચો
કિશમિશ - સજાવટ માટે

રીત

ચોખાને સારી રીતે ધોઇ બે વાટકી પાણીમાં અધકચરા બફાઇ જાય ત્યાં સુધી રહેવા દો. ફુદીનાને સાફ કરી તેને લીલા મરચાં અને આદું સાથે પેસ્ટ બનાવો. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર અને જીરું નાખી એલચાને તતડવા દો. તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરીને તેને થોડીવાર સાંતળો.

પછી તેમાં ફૂદીનાની પેસ્ટ નાખી અધકચરા બફાયેલા ચોખા, મીઠું અને મેવો ઉમેરો. આ બધી વસ્તુને હલાવીને મીકસ કરો. તે પછી તેને ઢાંકીને ધીમી આંચે સીઝવા દો. પુલાવ તૈયાર થઇ જાય એટલે કિશમિશ અને દાડમના દાણાંથી સજાવી સર્વ કરો. આ પુલાવનો ગરમ ગરમ સ્વાદ માણો.

બદામી પનીર સંદેશ


બદામી પનીર સંદેશ


સામગ્રી

પનીર - ૧૫૦ ગ્રામ
ખાંડ - ૫૦ ગ્રામ
બદામ અને
પિસ્તાની ચીરી - ૧ ચમચો

રીત

પનીરને હાથથી ખૂબ સારી રીતે મસળી લો. તેનો બરાબર ભૂકો થઇ જાય પછી એક નોનસ્ટિક કડાઇમાં પનીરનો ભૂકો અને ખાંડ મિક્સ કરી શેકો. પનીરનો રંગ બદલાવો ન જોઇએ અને ખાંડ બરાબર ઓગળી જાય તેનું ધ્યાન રાખવું. મિશ્રણ બરાબર ઘટ્ટ થઇ જાય એટલે સૌપ્રથમ તમને ગમતા મોલ્ડમાં બદામ અને પિસ્તાની ચીરી નાખો. તેના પર પનીરનું મિશ્રણ મૂકી હળવા હાથે દબાવો. ત્યાર બાદ મોલ્ડને એક પ્લેટમાં ઊંધા પાડો જેથી બધો મેવો સંદેશની ઉપર આવે. આ બદામી પનીર સંદેશ ઠંડા થાય એટલે મહેમાનોને સર્વ કરો.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons