સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

નવરત્ન કોરમા


નવરત્ન કોરમા


સામગ્રી:

શાકભાજીના બાફેલા ટુકડા, 3 કપ (નવ વેરાયટી- બટાટા, ગાજર, લીલા વટાણા, ફણસી, ફૂલગોબી, કેપ્સિકમ, કોબીજ, દૂધી, ગુવારફળી)
છીણેલુ પનીર, 150 ગ્રામ
ટમેટા, 3
ડુંગળી, 2, ઝીણી સમારેલી અથવા છીણેલી
આદુની પેસ્ટ, 1 1/2 ટીસ્પૂન
લસણની પેસ્ટ, 1 1/2 ટીસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર
હળદર, 1 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 1/2 ટીસ્પૂન
ધાણા પાવડર, 1 ટીસ્પૂન
ગરમ મસાસો, 2 ટીસ્પૂન
ક્રિમ, 2 ટીસ્પૂન
વેજીટેબલ તેલ, 6 ટીસ્પૂન
ઘી, 1 ટેબલસ્પૂન
પાણી અથવા દૂધ, 1 કપ
ડ્રાય ફ્રૂટ્સ (કાજૂ અને કિસમિસ) 1/4 કપ
લીલા ધાણા, ગાર્નિશ કરવા માટે

રીત:

- ટમેટાને બાફીને ઠંડા થવા દો. ત્યારબાદ તેની છાલ ઉતારીને તેની પ્યૂરી બનાલી લો. તમે ઈચ્છો તૈયાર ટમેટાની પ્યૂરી પણ વાપરી શકો છો.

- એક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઈને તેમાં ડ્રાય ફ્રૂટ્સને 1 મિનીટ સુધી મધ્યમ આંચ પર શેકી લો.

- એક બીજા પેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ-લસણ-ડુંગળીની પેસ્ટને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લો.

- તેમાં મીઠું, હળદર, લાલ મરચાનો પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલો ઉમેરીને 2-3 મિનીટ સુધી પાકવા દો.

- હવે તેમાં ટમેટાની પ્યૂરી અને શેકેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો. બરાબર હલાવો. મિશ્રણને 4 મિનીટ સુધી પાકવા દો. ધ્યાન રાખો કે મિશ્રણ તળિયાને ચોંટી ન જાય.

- તેમાં દૂધ ભેળવો (પાણી પણ વાપરી શકો). મિશ્રણને ઉકળવા દો અને ગેસની આંચ ધીમી કરીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યા સુધી પાકવા દો.

- હવે તૈયાર થયેલી ગ્રેવીમાં પનીર ઉમેરીને બરાબર હલાવો.

- અંતે તેમાં બાફેલા શાકભાજીના ટુકડા ઉમેરીને ફરી 5-7 મિનીટ પાકવા દો.

- લીલા ધાણા અને ક્રિમ સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ નવરત્ન કોરમાં સર્વ કરો.

કાશ્મીરી દમ આલુ


કાશ્મીરી દમ આલુ


સામગ્રી:

નાના બટાટા 500 ગ્રામ
સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન
ઈલાયચી બ્રાઉન, 4 નંગ
લવિંગ, 4-5
મરી, 7-8
તજ, એક નાનો ટુકડો
શાહજીરુ, 1/4 ટીસ્પૂન
ઈલાયચી (ગ્રીન), 2
હીંગ, એક ચપટી
તમાલપત્ર, 4-5
આદુ લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન
હળદર પાવડર, 1/2 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
ડુંગળી, મધ્યમ કદની, 1
દહીં, 2 કપ
દૂધ, 1/2 કપ
ઘી/તેલ, 4 ટેબલસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- સૂકા ધાણા, ઈલાયચી, લવિંગ, મરી, તજ, શાહજીરુ, ગ્રીન ઈલાયચીને ગ્રાઈન્ડ કરીને તેનો પાવડર બનાવો.

- બટાટાની છાલ ઉતારીને તેમાં કાણા પાડી દો.

- એક પેનમાં એક મિનીટ માટે તેલ ગરમ કરો. બટાટાને મધ્યમ આંચ લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળીને બાજુ પર રાખી દો.

- હવે વધેલા તેલમાં તમાલ પત્ર, હીંગ, આદુ-લસણની પેસ્ટ, સમારેલી ડુંગળી ઉમેરો. બ્રાઉન રંગના થાય ત્યા સુધી તેને સાંતળો અથવા મિશ્રણમાંથી તેલ છૂટુ પડવા લાગે ત્યા સુધી પાકવા દો.

- હળદર, લાલ મરચાનો પાવડર અને મીઠું ઉમેરો અને 1 મિનીટ સુધી પકાવો.

- ગ્રેવીમાં દૂધ ઉમેરો અને પછી દહીં ઉમેરીને સતત હલાવતા રહો.

- જો તમને ગ્રેવી વધુ ઘટ્ટ લાગે તો તેમાં થોડુ પાણી ઉમેરો.

- હવે તળેલા બટાટાને ગ્રેવીમાં ઉમેરો અને પ્રેશર કુકરમાં કુક કરો. 1 સિટી વાગે પછી પ્રેશર કુકર બંધ કરી દો.

- તેને લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો.

નરગીસી કોફ્તા


નરગીસી કોફ્તા


સામગ્રી:

બાફેલા શાકભાજી, 2 કપ (ગાજર, લીલા વટાણા, દૂધી, બટાટા, ફૂલગોબી)
આદુની પેસ્ટ, 3/4 ટીસ્પૂન
મરી પાવડર, 1/2 ટીસ્પૂન
મેંદો, 2 ટેબલસ્પૂન
વેજીટેબલ ઓઈલ, 8-10 ટેબલસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર

ગ્રેવી માટે:

બાફેલી ડુંગળી, 1 કપ (પેસ્ટ)
ઝીણા સમારેલા ટમેટા, 1 કપ
વેજીટેબલ ઓઈલ, 4 ટેબલસ્પૂન
તમાલપત્ર, 3-4
આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન
લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન
લીલા મરચાની પેસ્ટ, 1/2 ટીસ્પૂન
ધાણા પાવડર, 1 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
હળદર પાવડર, 3/4 ટીસ્પૂન
ગરમ મસાલો, 1 ટીસ્પૂન
ક્રિમ, 4 ટેબલસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર
લીલા ધાણા, ગાર્નિશ માટે

કોફ્તાની રીત:

- બધા જ બાફેલા શાકભાજીને સ્મેસ કરી નાંખો. તેમાં આદુની પેસ્ટ, મરી પાવડર, મેંદો અને મીઠું ભેળવો.
- તેમાંથી નાના કોફ્તા વાળી લો.
- તેલને ગરમ કરો.
- હવે આંચને મધ્યમ કરીને તેમાં કોફ્તાને તળી લો. પહેલા માત્ર એક કોફ્તાને તળીને જુઓ કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં અને કોફ્તા બરાબર તળાય છે કે નહીં, જો કોફ્તા છૂટા પડવા લાગે તો થોડો વધુ મેંદો ઉમેરી શકો.

ગ્રેવી માટે:

- એક પેનમાં તેલ ગરમ કરો.
- તમાલ પત્ર ઉમેરીને અડધી મિનીટ સુધી સાંતળો.
- હવે તેમાં ડુંગળીની પેસ્ટ, આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો. જ્યા સુધી મિશ્રણ ગોલ્ડન બ્રાઉન રંગનુ થાય ત્યા સુધી અથવા તેલ છૂટુ પડે ત્યા સુધી પાકવા દો.
- તેમાં ગરમ મસાલો, લાલ મરચાનો પાવડર, હળદર, ધાણા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરીને મિશ્રણને મધ્યમ આંચ પર 3-4 મિનીટ સુધી પકાવો.
- જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ગ્રેવીને ઘટ્ટ બનાવો.
- ગ્રેવીને ઉકળવા દો અને પછી ઢાંકીને 4-5 મિનીટ સુધી પાકવા દો.
- 2 ટેબલસ્પૂન ક્રિમ મિક્સ કરીને ગ્રેવીને હલાવો.
- સર્વ કરવાના 5 -10 મિનીટ પહેલા કોફ્તા બોલ્સને ગ્રેવીમાં મિક્સ કરો અને 2-3 મિનીટ માટે મધ્યમ આંચ પર પકાવો.
- લીલા ધાણા અને ક્રિમ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

પાલક પનીર-તલ પરોંઠા


પાલક પનીર-તલ પરોંઠા


સામગ્રી:

ઘઉંનો લોટ, 1/2 કપચોખાનો લોટ, 1/2 કપમોળું દહીં, 1/2 કપઝીણી સમારેલી પાલક, 1 કપપનીરનું છીણ, 2 કપવાટેલા તલ, 1 કપઆખા તલ, 1/2 કપઆદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂનસમારેલી કોથમીર, 1/2 કપમીઠું, સ્વાદ પ્રમાણેતેલ જરૂર પ્રમાણે

રીત:

- સૌ પહેલાં એક બાઉલમાં પનીરનું છીણ લઇ તેમાં વાટેલાં તલ અને થોડું મીઠું ભેળવી દો.

- હવે બીજા બાઉલમાં ઘઉં અને ચોખાનો લોટ ભેળવી તેમાં દહીં, કોથમીર, આદું-મરચાં, આખા તલ, સમારેલી પાલક, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પાણીથી કણક બાંધો.

- આ કણકમાંથી મોટો લૂઓ લઇને પરોંઠા વણો.

- તેની વચ્ચે પનીર અને તલનું પૂરણ મૂકીને ચારે બાજુથી કિનારી ભેગી કરી લૂઓ બનાવી ફરીથી વણો.

- ધીમા તાપે તેલ મૂકીને બંને તરફ બદામી રંગના થાય ત્યાં સુધી શેકો અને દહીં સાથે તેનો સ્વાદ માણો.

આલુ-તલની ટીક્કી


આલુ-તલની ટીક્કી


સામગ્રી:

બટાકા, 6
શેકેલા તલ, 1/2 kh
આદું-મરચાની પેસ્ટ, 1 ટેબલસ્પૂન
સમારેલી કોથમીર, 1/2 કપ
હળદર, 1 ટીસ્પૂન
ઝીણી સેવ, 1 કપ
મીઠું, સ્વાદ પ્રમાણે
તેલ, તળવા માટે

રીત:

- બટાકા બાફી લેવા અને પછી ઠંડા પડે એટલે તેને મસળીને તેમાં શેકેલા તલ, વાટેલાં આદું-મરચાં, સમારેલી કોથમીર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બરાબર મિકસ કરો.

- તેમાંથી ગોળ આકારની ટીક્કી બનાવી લો.

- દરેક ટીક્કીને સેવમાં રગદોળો. એક કડાઇમાં તેલ ગરમ કરી બધી ટીક્કીને આછા બ્રાઉન રંગની તળી લો.

- ગરમા ગરમ ટીક્કીને સોસ કે ચટણી સાથે સર્વ કરો. 

પનીર મસાલા


પનીર મસાલા


સામગ્રી:

250 ગ્રામ પનીર
2 કપ પાણી
ટમેટા, 3 નંગ
લીલા ઈલાયચીનો પાવડર, 1/4 ટીસ્પૂન
લવિંગ, 8 નંગ
કાળા મરી પાવડર, 1 ટીસ્પૂન
વેજીટેબલ ઓઈલ, 3 ટેબલસ્પૂન
આદુ-લસણ- મરચાની પેસ્ટ, 2 ટીસ્પૂન
હળદર, 1/2 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
જીરુ, 1 ટીસ્પૂન
લીલા ધાણા, ગાર્નિશ માટે
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- પનીરને છીણી લો.

- ટમેટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેનો પલ્પ તૈયાર કરો.

- એક પેનમાં તેલ ગરમ કરો.

- તેમાં લવિંગ, જીરુ, આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો.

- તેમાં ઈલાયચીનો પાવડર, મરી પાવડર, લાલ મરચાનો પાવડર, મીઠું, હળદર ઉમેરીને બરાબર હલાવો.

- તેમાં ટમેટાનો પલ્પ મિક્સ કરીને 4-5 મિનીટ વધુ પકાવો.

- હવે પાણી ઉમેરીને ઉકળવા દો. મધ્યમ આંચ પર ગ્રેવી ઘટ્ટ થાય ત્યા સુધી પાકવા દો.

- હવે તેમાં છીણેલુ પનીર ઉમેરો ત્યાર બાદ 1 મિનીટ કરતા વધુ ન પકાવો.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

પનીર બાગ-એ-બહાર


પનીર બાગ-એ-બહાર


સામગ્રી:

1/4 કપ કાજૂની પેસ્ટ
1 ટીસ્પૂન ખાંડ
1 કપ પીળા કેપ્સિકમ, (સમારેલા)
1 કપ ટમેટા, સમારેલા
1 ટીસ્પૂન લસણ, ઝીણુ સમારેલુ
1/2 કપ તાજી મલાઈ
1 ટીસ્પૂન મરી પાવડર
1 કપ પાઈનેપલ, સમારેલુ
2 ટેબલસ્પૂન ટોમેટો સોસ
2 લીલા મરચા, ઊભા સમારેલા
2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન મીઠું
200 ગ્રામ પનીર, ટુકડા કરેલુ

રીત:

- પનીર, કેપ્સિકમ, પાઈનેપલ અને ટમેટાને 1 ઈંચના ટુકડામાં સમારીને અલગ રાખી દો.

- કાજૂની પેસ્ટ અને મલાઈને મિક્સ કરીને પેસ્ટ બનાવો.

- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને લીલા મરચા ઉમેરીને તે બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

- હવે તેમાં કાજૂની પેસ્ટ ઉમેરો.

- કેપ્સિકમ ઉમેરીને ઊંચી આંચ પર સાંતળો.

- તેમાં પાઈનેપલ અને ટમેટા મિક્સક કરો.

- પનીર, ટોમેટો સોસ, મીઠું અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.

- 5 મિનીટ સુધી પકવો અને પછી તેમાં ખાંડ મિક્સ કરો.

- વધુ 1 મિનીટ પકાવો અને તેને ગોળ ડિશમાં કાઢી લો.

તેના પર લીલા ધાણા ગાર્નિશ કરીને તંદૂરી રોટી સાથે સર્વ કરો.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons