સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

રાજમા રસમીસા


રાજમા રસમીસા


સામગ્રી:

રાજમાં, 200 ગ્રામ
જીરુ, 1/2 ટીસ્પૂન
ડુંગળી, 3 મધ્યમ કદની
તાજા ટમેટાની પ્યૂરી, 1 કપ
આદુ-લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન
લીલા મરચા, 3-4 ઝીણા સમારેલા
જીરાનો પાવડર, 1 ટીસ્પૂન
ધાણાનો પાવડર - 1/2 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
તેલ, 2 ટેબલસ્પૂન
દહીં, 1/4 કપ
લીલા ધાણા, 2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા

રીત:

- રાજમાને ધોઈને આખી રાત પલાળીને રાખો.

- હવે આ પલાળેલા રાજમાને બાફી લો.

- તેલ ગરમ કરીને તેમાં જીરુ નાંખો.

- ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

- તેમાં આદુની પેસ્ટ, ટોમેટો પ્યૂરી અને લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો.

- લીલા મરચા, જીરાનો પાવડર, ધાણાનો પાવડર, લાલ મરચા, દહીં અને મીઠું ઉમેરો.

- આ મિશ્રણને 5-6 મિનીટ સુધી પકાવો.

- તેમાં રાજમાં મિક્સ કરીને અડધો કપ પાણી ઉમેરો.

- તેને 15-20 મિનીટ સુધી પાકવા દો.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

લીલા વટાણાના કોફ્તા


લીલા વટાણાના કોફ્તા



સામગ્રી:

લીલા વટાણા - 500 ગ્રામ (દાણા)
બટાટા-2
અરારુટ- 1 ટેબલસ્પૂન
લીલા મરચા-1
આદુ-1 ઈંચનો ટુકડો
મીઠું-સ્વાદઅનુસાર


ગ્રેવી માટે:

ટમેટા-3
લીલા મરચા-2
આદુ- 1 ઈંચનો ટુકડો
તેલ-1 ટેબલસ્પૂન
જીરુ- 1/2 ટીસ્પૂન
હળદર- 1/4 ટીસ્પૂન
ધાણાજીરુ પાવડર- 1 ટીસ્પૂન
મલાઈ-2 ટેબલસ્પૂન
લાલ મરચાનો પાવડર-1/2 ટીસ્પૂન
ગરમ મસાલો- 1/4 ટીસ્પૂન
મીઠું- સ્વાદ અનુસાર
લીલા ધાણા- 2 ટેબલસ્પૂન
કોફ્તા તળવા માટે તેલ

રીત:

- વટાણાને બટાટાની સાથે બાફીને પીસી લો.

- વટાણાને દાણાદાર પીસી લો.

- વટાણાના મિશ્રણમાં બટાટા, અરારુટ, મીઠું, લીલુ મરચુ અને આદુ મિક્સ કરો.

- આ મિશ્રણમાંથી નાના કોફ્તા બનાવી લો.

- ગરમ તેલમાં 4-5 કોફ્તાને બ્રાઉન કલરના થાય ત્યા સુધી તળી લો.

- કોફ્તાને બહાર કાઢીને પ્લેટમાં રાખી દો.

- ટમેટા, લીલા મરચા અને આદુની બારીક પેસ્ટ બનાવી લો.

- પેનમાં તેલ ગરમ કરો.

- જીરુ, હળદર અને ધાણાજીરુનો પાવડર નાંખીને હળવી આંચ પર સાંતળો.

- તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી પકાવો.

- તેમાં મલાઈ ઉમેરીને પકાવો અને તેમાં જરૂર પડે તો પાણી ઉમેરો.

- તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચાનો પાવડર અને ગરમ મસાલો નાંખીને ઉકાળો.

- કરી તૈયાર થાય એટલે કોફ્તા ઉમેરી દો.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો. 

કઢાઈ પનીર


કઢાઈ પનીર


સામગ્રી:

250 ગ્રામ પનીર
3 કેપ્સિકમ
4 ડુંગળી
4 ટમેટા
આદુ, 1 ઈંચ લાંબો ટુકડો
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
2 તમાલપત્ર
4 લવિંગ
1 તજનો ટુકડો
કેસરી કલર, 3 ટીપાં
ઘી, 4 ટેબલસ્પૂન

રીત:

- પનીર અને કેપ્સિકમને લાંબા પિસમાં કાપી લો.

- ડુંગળી, ટમેટા, આદુ, મીઠું, લાલ મરચાનો પાવડર અને કેસરી કલરને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરો.

- તજ અને લવિંગને પીસી લો.

- એક પેનમાં ઘીને ગરમ કરો.

- તેમાં તમાલપત્ર અને તજ-લવિંગનો પાવડર ઉમેરો.

- તેમાં ડુંગળી-ટમેટાની પેસ્ટ ઉમેરો.

- મધ્યમ આંચ પર ત્યા સુધી પકાવો જ્યા સુધી ઘી અલગ ન પડવા લાગે.

- હવે તેમાં પનીર અને કેપ્સિકમના ટુકડા ઉમેરો.

- હળવી આંચ પર પાકવા દો.

- જ્યારે કેપ્સિકમ થોડા નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.

- કઢાઈ પનીર તૈયાર છે, તેને પરાઠા અથવા રોટી સાથે સર્વ કરી શકો છો. 

હરા ભરા કબાબ


હરા ભરા કબાબ


સામગ્રી:

2 બટાટા
1 કપ વટાણા
એક ટુકડો, આદુ
2 લીલા મરચા
લીલા ધાણા
1 ટીસ્પૂન જીરુ
1/4 ટીસ્પૂન મરી પાવડર
1/2 ટીસ્પૂન મીઠું
તેલ, તળવા માટે

રીત:

- બટાટાને બાફીને તેની છાલ ઉતાર્યા બાદ તેને સ્મેસ કરી લો.

- વટાણાને બાફીને પાણી નિતારી લો.

- આદુ અને લીલા મરચાની પેસ્ટ બનાવી લો.

- લીલા ધાણાને ઝીણા સમારી લો.

- એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ લો અને તેમાં જીરુ શેકો.

- હવે તેમાં વટાણા, આદુ-મરચાની પેસ્ટ, લીલા ધાણા, મીઠું અને મરી પાવડર ઉમેરીને સાંતળો.

- બધી વસ્તુને બરાબર મિક્સ કરો અને ગેસ પરથી ઉતારી લો.

- આ મિશ્રણને સ્મેસ કરેલા બટાટા સાથે મિક્સ કરી લો અને તેમાંથી લાબાં આકારના કબાબ બનાવી લો.

- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં બધા કબાબને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

- ગરમા ગરમ હરાભરા કબાબ ઠંડી ઠંડી ફૂદિના ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો. 

હરા પુલાવ


હરા પુલાવ


સામગ્રી:

બાસમતી ચોખા, 200 ગ્રામ
લીલી મેથી, 200 ગ્રામ, ઝીણી સમારેલી
ઘી, 2 ટેબલસ્પૂન
જીરુ, 1/2 ટીસ્પૂન
મરી, 12 દાણા
લવિંગ, 5 નંગ
ઈલાયચી, 2
લીલા મરચા, 2
આદુ, એક ઈંચનો ટુકડો
વટાણા, 12 કપ
શિમલા મરચા, 2
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- ચોખાને ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો.

- કઢાઈમાં ઘી લઈને ગરમ કરો એને જીરુ નાંખો.

- હવે તેમાં મસાલા, લીલા મરચા, આદુ, વટાણા, શિમલા મરચા અને મીઠું વગેરે ઉમેરીને 2-3 મિનીટ સુધી સાંતળો.

- સમારેલી મેથી ઉમેરીને 2-3 મિનીટ સુધી સાંતળો.

- ચોખાને પાણીમાંથી નિતારીને સાંતળેલા મસાલા સાથે મિક્સ કરો અને 2 મિનીટ સુધી શેકાવા દો.

- ચોખા કરતા બે ગણુ પાણી ઉમેરીને ચોખાને પકાવી લો.

- તમે ઈચ્છો તો પ્રેશર કુકર અથવા માઈક્રોવેવમાં પકાવી શકો છો.

- કાજૂ અથવા મકાઈના બાફેલા દાણા સાથે સર્વ કરો.

પનીર મખણી


પનીર મખણી



સામગ્રી:

પનીર, 10-12 1 ઈંચના ટુકડા
3 ટમેટા
2 લીલા મરચા
1/2ઈંચ આદુનો ટુકડો
5 કળી લસણ
1 તમાલ પત્ર
4 નંગ મરી
1 ઈંચનો ટુકડા જેટલુ તજ
3 લીલા ઈલાયચી
4 લવિંગ
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
તેલ, 1 ટેબલસ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
સૂકી મેથીના દાણા, 1 ટીસ્પૂન
તાજુ ક્રિમ, 1/2 કપ

રીત:

- ટમેટાને ધોઈને સમારીને પીસી લો.

- લીલા મરચાને પણ ધોઈને ઝીણા સમારી લો.

- આદુ-લસણની છાલ ઉતારીને પીસી લો.

- એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં તમાલપત્ર, મરી, તજ, ઈલાયચી અન લવિંગને સાંતળો.

- હવે તેમાં આદુ-લસણી પેસ્ટ અને લીલા મરચા ઉમેરો.

- ત્યારબાદ ટમેટાની પ્યૂરી, લાલ મરચાનો પાવડર, મીઠું અને 1/2 કપ પાણી ઉમેરો.

- 5 મિનીટ સુધી ઉકળવા દો.

- તેમાં મેથીના દાણા અને પનીરના ટુકડા ઉમેરીને વધુ 10 મિનીટ સુધી પાકવા દો.

- હવે તાજા ક્રિમને પનીર મખણીમાં ઉમેરીને 2 મિનીટ સુધી પકાવો.

- ગરમા ગરમ રોટી કે ચપાટી સાથે પનીર મખણી સર્વ કરો.

ખોયા મટર


ખોયા મટર


સામગ્રી:

1 કપ લીલા વટાણા
500 ગ્રામ, ખોયા (માવો)
3 ટેબલસ્પૂન, કાજૂ
1/2 કપ બ્રેડનો ભૂકો
1/2 ટીસ્પૂન સૂકા લાલ મરચાનો ભૂકો
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
2 ટેબલસ્પૂન કિસમિસ
1/2 ટીસ્પૂન હળદર
1/2 ટેબલસ્પૂન તેલ
2 લીલા મરચા, સમારેલા
1/2 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ
1 ટીસ્પૂન તલ, શેકેલા
મીઠું, સ્વાદ અનુસાર
1 ટીસ્પૂન ધાણાનો પાવડર
1/2 કપ ડુંગળીની પેસ્ટ
1 ટેબલસ્પૂન લીલા ધાણા, સમારેલા
1/2 કપ ટોમેટો પ્યૂરી

રીત:

- ખોયાને થોડો શેકી લો અને બાજુ પર રાખી દો.

- લીલા વટાણાને બાફી લો.

- એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં ડુંગળની પેસ્ટને સાંતળો.

- હવે આદુ લસણની પેસ્ટ ઉમેરીને થોડુ વધુ સાંતળો.

- ટોમેટોની પ્યૂરી, હળદર અને લાલ મરચાનો ભૂકો મિક્સ કરો અને તેલ છૂટુ પડે ત્યા સુધી પાકવા દો.

- તેમાં બાફેલા વટાણા ઉમેરીને હલાવો.

- હવે મીઠું અને શેકેલો ખોયા ભેળવો અને બરાબર મિક્સ કરો.

- અંતે કાજુ અને કિસમિસ ભભરાવો.

- ધાણાનો પાવડર મિક્સ કરીને ગેસ પરથી ઉતારી લો.

- હવે તેના પર સમારેલા લીલા મરચા, શેકેલા તલ, સૂકા લાલ મરચાનો ભૂકો અને બ્રેડનો ભૂકો ઉમેરીને મિક્સ કરો.

લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons