સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

વેજીટેબલ બિરયાની


વેજીટેબલ બિરયાની


સામગ્રી:

બાસમતી રાઈસ, 2 કપ
મિક્સ શાકભાજી (ફૂલગોબી, બટાટા, ગાજર, ફણસી), 1 કપ
લીલા વટાણા, 150 ગ્રામ
3 ડુંગળી, ઝીણી સમારેલી
2 લીલા મરચા, ઝીણા સમારેલા
મીઠું, સ્વાદ અનુસાર
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
તજ અને શાહજીરુ, 2 ટીસ્પૂન
લવિંગ, 4 નંગ
કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન
ટમેટા, 4
દહીં, 1/2 કપ
વેજીટેબલ તેલ, 4 ટેબલસ્પૂન
રાયના દાણા, 1/2 ટીસ્પૂન
ડ્રાય ફ્રૂટ્સ (કાજૂ-કિસમિસ) 3 ટેબલસ્પૂન

રીત:

- સૌ પહેલા રાઈસ (ચોખા)ને બરાબર ધોઈ લો. પછી 3 1/2 કપ પાણી અને થોડા મીઠા સાથે પ્રેશર કુકરમાં બાફી લો. તેની સાથે 2 ટેબલસ્પૂન કાજૂ-કિસમિસ પણ ઉમેરો.

- બધા જ શાકભાજીને નાના ટુકડામાં સમારો. તે દરેકને અલગ અલગ રીતે તેલમાં તળી લો. લીલા વટાણાને પણ શેકી લો.

- હવે રાયના દાણા, લીલા મરચા, તજ, શાહજીરુ, લવિંગ, મરીનો પાવડર ઉમેરીને 1/2 મિનીટ સુધી સાંતળો અને પછી તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો.

- તેમાં મીઠું અને લાલ મરચાનો પાવડર ઉમેરીને બરાબર પકાવો.

- ઝીણા સમારેલા ટમેટા ઉમેરો.

- હવે તેમાં દહીં ઉમેરીને બરાબર હલાવો. 10 સેકન્ડ સુધી ગરમ કરો.

- ત્યારબાદ તળેલા શાકભાજી ઉમેરો.

- હવે તેમાં બાફેલા રાઈસ ઉમેરો અને બરાબર મિક્સ કરો. તેને હળવા હાથે મિક્સ કરો જેથી ચોખાના દાણા ભાંગી ન જાય. 3 મિનીટ સુધી પકાવો.

- વેજીટેબલ બિરયાનીને સર્વિંગ ડિશમાં કાઢો. તેને ડ્રાયફૂટ્સ અને લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો

પંજાબી રાજમા મસાલા


પંજાબી રાજમા મસાલા


સામગ્રી:

રાજમા, 250 ગ્રામ
મીઠું, 1 ટીસ્પૂન
જીરુ, 1 ટીસ્પૂન
પીસેલી ડુંગળી, 3 ટેબલસ્પૂન
આદુ-લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન
દહીં, 1 ટેબલસ્પૂન
ટોમેટો પ્યૂરી, 2 ટેબલસ્પૂન
સૂકા ધાણાનો પાવડર, 2 ટીસ્પૂન
મેથીના દાણા, 1 ટીસ્પૂન
હળદર, 1/2 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, સ્વાદ અનુસાર
વેજીટેબલ ઓઈલ, 1.5 ટેબલસ્પૂન
પાણી, 1 લિટર

રીત:

- પાણીમાં રાજમાં અને મીઠું ઉમેરો. તેને પ્રેશર કુકરમાં લગભગ 20 મિનીટ સુધી બાફો.

- તે દરમિયાન બીજા પેનમાં વેજીટેબલ ઓઈલ ગરમ કરો અને તેમાં જીરુ ઉમેરો.

- હવે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. તે લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

- તેમાં આદુ-લસણની પેસ્ટ પણ ઉમેરો અને બરાબર હલાવો.

- ત્યાર બાદ તેમાં દહીં ઉમેરો અને તે બ્રાઉન રંગનુ થાય ત્યા સુધી હલાવો. ટોમેટો પ્યૂરી ઉમેરીને હલાવો.

- ધાણાનો પાવડર, મેથી, હળદર પાવડર અને લાલ મરચાનો પાવડર ઉમેરીને તેને પાકવા દો જ્યા સુધી તેમાંથી તેલ છૂટું ન પડે.

- હવે તેમાં બાફેલા રાજમાં ઉમેરો. એક સિટી થાય ત્યા સુધી તેને પાકવા દો અને પછી ગેસ પરથી ઉતારી લો.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને રાઈસ સાથે સર્વ કરો.

પાલક પનીર


પાલક પનીર


સામગ્રી:

પાલક, 1/2 કિલો
પનીર, 100 ગ્રામ
ડુંગળી, 1
માખણ, 3 ટેબલસ્પૂન
તમાલપત્ર, 2-3
જીરુ, 1 ટીસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર
મરી પાવડર, 1/4 ટીસ્પૂન
આદુ-લસણની પેસ્ટ, 3/4ટીસ્પૂન
લીલા મરચાની પેસ્ટ, 1/2 ટીસ્પૂન
ગરમ મસાલો, 1 ટીસ્પૂન
વેજીટેબલ ઓઈલ, જરૂર પ્રમાણે

રીત:

- આદુ લસી પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને થોડુ પાણી પાલક સાથે મિક્સ કરો. તેને 7-8 મિનીટ માટે પ્રેશર કુકરમાં બાફો. (લગભગ 1 સીટી)

- પનીરને નાના ટુકડામાં કાપી લો. 3 ટુકડાને ગાર્નિશ કરવા માટે બાજુમાં રહેવા દો.

- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં પનીરના ટુકડાને મધ્યમ આંચ પર તળો.થોડા બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળીને બાજુ પર રાખી દો.

- હવે 2 ટેબલસ્પૂન માખણ ગરમ કરો. તેમાં તમાલપત્ર અને જીરુ નાંખો. સમારેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

- તેમાં મીઠું, મરી પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર હલાવો.

- હવે પનીરના ટુકડા અને પાલકને ગ્રાઈન્ડ કરીને તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.

- પાલક પનીરને બેકિંગ ટ્રેમાં મૂકો.

- તેમાં વધારાનુ માખણ ઉમેરીને 1/2 કલાક માટે 180 ડીગ્રી સેલ્શિયસ પર બેક કરો.

- પનીરના બાજુ પર રાખેલા ટુકડાને છીણીને પાલક પનીરને ગાર્નિશ કરો.

- ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરો.

મુગલાઈ મલાઈ કોફ્તા


મુગલાઈ મલાઈ કોફ્તા



સામગ્રી:

દૂધ, 600 મિલી
લીંબુનો રસ, 2-3 ટેબલસ્પૂન
બેસન, 4 ટેબલસ્પૂન
તેલ, તળવા માટે
મીઠું, સ્વાદ અનુસાર

ગ્રેવી માટે:

તેલ, 3 ટેબલસ્પૂન
દૂધ, 400 મિલી
ડુંગળી, 1 મોટી
ટમેટા, 2 મધ્યમ
હળદર, 1 ટીસ્પૂન
લીલા મરચા, 2
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- એક પેનમાં દૂધ ગરમ કરો અને તેને ઉકળવા દો. પછી તેને ગેસ પરથી નીચે ઉતારી લો.
- તેમાં લીંબુનો રસ ઉમેરો. ધીરે ધીરે હલાવો જેથી તે ફાટી જાય અને તેના પર એક લેયર બની જાય.
- હવે દૂધને ગાળી લો. હવે વધેલા માવામાંથી દૂધ કાઢી લો.
- માવામાંથી નરમ કણક બાંધો.
- તેમાંથી નાના ગોળા વાળો અને તેને બેસનમાં રગદોળી લો.
- હવે આ બોલ્સને તેલમાં લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળીને બાજુ પર રાખી દો.

ગ્રેવી માટે:

- એક પેનમાં તેલ લો અને તેમાં ડુંગળી ઉમેરીને તેને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો.
- તેમાં હળદર અને લીલા મરચા ઉમેરો.
- સમારેલા ટમેટા ઉમેરીને તેને બરાબર પકાવો. તેમાંથી તેલ છૂટું ન પડે ત્યા સુધી પાકવા દો.
- હવે તેમાં દૂધ મિક્સ કરો અને તેને ઉકળવા દો. થોડી થોડી વારે હલાવતા રહો.
- 5-7 મિનીટ સુધી ઉકળ્યા પછી તેમાં માવાનો તળેલા બોલ્સ ઉમેરો અને ફરી 2 મિનીટ ઉકળવા દો. 

કઢાઈ ભીંડી


કઢાઈ ભીંડી


સામગ્રી:

ભીંડા, 250 ગ્રામ
ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન
ડુંગળી, 1, સ્લાઈસ કરેલી
લીલા મરચું, 1, ઝીણા સમારેલા
આમચુર પાવડર, 1/2 ટીસ્પૂન
ધાણાનો પાવડર, 1/2 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1/2 ટીસ્પૂન
ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન
જીરુ, 1 ટીસ્પૂન
હળદર પાવડર, 1/4 ટીસ્પૂન
વેજીટેબલ ઓઈલ, જરૂર પ્રમાણે
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- ભીંડાને ઊભા લાંબા સમારી લો.

- એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં ભીંડાને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય તેટલા તળી લો.

- તળેલા ભીંડાને બાજુમાં રાખી દો. કઢાઈમાં બે ટેબલસ્પૂન જેટલુ તેલ રહેવા દો અને બાકીનુ તેલ બીજા વાસણમાં કાઢી લો.

- તેમાં જીરુ અને લીલા મરચાના ટુકડા ઉમેરીને 30 સેકન્ડ સુધી ફ્રાય કરો. તેમાં ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી ફ્રાય કરો.

- તેમાં ચણાનો લોટ અને આમચુર પાવડર ઉમેરીને 3-1 મિનીટ સુધી સાંતળો.

- બાકીની સામગ્રી અને તળેલા ભીંડા ઉમેરો. બરાબર મિક્સ કરો. થોડી સેકન્ડ સુધી પકાવો અને પછી ગેસ પરથી ઉતારી લો.

પનીર કોરમા


પનીર કોરમા


સામગ્રી:

200 ગ્રામ પનીર
1 મધ્યમ કદની ડુંગળી
1 મધ્યમ કદનું ટમેટું
1 ટીસ્પૂન આદુની પેસ્ટ
1 ટીસ્પૂન લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન ખસખસના દાણા
1 ટેબલસ્પૂન કોકોનટ પાવડર
મીઠું સ્વાદ અનુસાર
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
4-5 નંગ મરી
3-4 લવિંગ
2 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન હળદર પાવડર
1 ટીસ્પૂન ધાણાનો પાવડર
4 ટેબલસ્પૂન મલાઈ
8-10 ટેબલસ્પૂન તેલ

રીત:

- એક પેનમાં તેલ ગરમ કરો.

- પનીરને નાના ટુકડામાં સમારી લો. તેને મધ્યમ આંચ પર લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો. પનીર છૂટું ન પડી જાય તેનુ ધ્યાન રાખો.

- પનીરના ટુકડાને તળીને બાજૂ પર રાખી દો.

- હવે તેમાં લવિંગ, કાળા મરીને તળો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોકોનટ પાવડર, ખસખસની પેસ્ટ ઉમેરો. આ મિશ્રણને પાકવા દો જેથી તેમાંથી તેલ છૂટું પડવા લાગે.

- તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને 2-3 મિનીટ પાકવા દો.

- તેમાં મીઠું, લાલ મરચાનો પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો ઉમેરીને 1-2 મિનીટ સુધી પાકવા દો.

- ઝીણુ સમારેલુ ટમેટું ઉમેરો. જ્યા સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યા સુધી પાકવા દો.

- હવે આ મિશ્રણમાં પાણી ઉમેરો જેથી તે ઘટ્ટ ગ્રેવી બને.

- ગ્રેવીને 4-5 મિનીટ સુધી ઉકળવા દો.

- પનીરના ટુકડા ઉમેરીને ફરી 3-4 મિનીટ સુધી ઉકળવા દો.

- તેના પર મલાઈ અને લીલા ધાણાના પાન ગાર્નિશ કરીને સર્વ કરો પનીર કોરમા

વેજીટેબલ ટિક્કા મસાલા


વેજીટેબલ ટિક્કા મસાલા



સામગ્રી:

દહીં, 250 મિલી
1/2 લીંબુનો રસ
આદુ, 1 ઈંચનો ટુકડો
ડુંગળી, 2, સમારેલી
લસણ, 3 કળી, સમારેલુ
હળદર, 1 1/2 ટીસ્પૂન
તજનો પાવડર, 1 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
લીલા ધાણા 2 ટીસ્પૂન
માખણ અથવા ઘી, 2 ટેબલસ્પૂન
તાજા શાકભાજી (મશરૂમ, વટાણા, ગાજર, ફ્લાવર, બટાટા) 2 કપ
ઈલાયચી, 20 ફળી
લીલા ધાણા, 1/2 કપ
મીઠું અને મરી, સ્વાદ અનુસાર 

રીત:

- દહીં અને આદુ, લસણ અને ડુંગળીને મિક્સ કરીને સ્મૂથ બ્લેન્ડ કરી લો.

- તેમાં લીંબુનો રસ, મરી અને મીઠું મિક્સ કરીને હળવેથી હલાવો.

- ઈલાયચી સિવાયના બાકીના મસાલા પણ ઉમેરીને બરાબર મિક્સ કરો. 

- થોડા લીલા ધાણા ઉમેરીને હળવેથી બ્લેન્ડ કરો. 

- એક મોટા પોટમાં ઘી કે માખણ ગરમ કરો. તેમાં બબલ થવા દો અને ત્યારબાદ બ્લેન્ડ કરેલી સામગ્રી તેમાં ઉમેરો. 

- હવે ઈલાયચીની ફળીને પીસીને પાવડર કરી લો અને પછી તેને આ મિશ્રણમાં ઉમેરો. ઈલાયચીની કર્કશ સુગંધ હોય છે માટે તેને ઉમેરતા પહેલા તેનો પાવડર કરી નાંખો.

- હવે તેમાં 2 કપ સમારેલા શાકભાજી ઉમેરીને હળવેથી મિક્સ કરો.

- બાકીના લીલા ધાણા ઉમેરો. 

- જો સ્લો કુકરમાં બનાવતા હોવ તો ગેસની આંચ ધીમી કરીને 6 કલાક પકાવો. જો પોટમાં બનાવતા હોવ તોધીમી આંચ પર જ્યાં સુધી પરપોટા ન થાય અથવા શાકભાજી પાકી ન જાય ત્યા સુધી પકાવો

- રાઈસ અને નાન સાથે ગરમા ગરમ વેજીટેબલ ટિક્કા મસાલા સર્વ કરો.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons