ગુરુવાર, 17 ફેબ્રુઆરી, 2011

માઇક્રોવેવ ઓવન ટીપ્સ

શિયાળામાં ગરમ ગરમ કચોરી, સમોસા ને સ્પાઇસી ચટણી ખાવાની કેવી મજા પડે છે. પરંતુ વારંવાર ગેસ પર ગરમ કરીને વધારે તેલવાળું ખાવાનું નથી ગમતું તો માઇક્રોવેવ ઓવન ખૂબ જ સારો ઉપાય છે. હવે તો માઇક્રોવેવ ઓવન ઝડપથી રસોઈ બનાવવાનો, લો ડાયટ ફૂડ માટેનો એકદમ સરસ સ્ત્રોત છે. વળી સતત રહેતી ભાગદોડમાં ગૃહિણીને રસોઈ ઝડપથી અને જલદી બનાવવા માટે માઇક્રોવેવ ઓવન ખૂબ જ શ્રેષ્ઠ વિકલ્પ છે તો આવો જાણીએ માઇક્રોવેવ કન્વેક્શન ઓવન અને તેનાથી થતાં ઇઝી કુકિંગ વિશે.
માઇક્રોવેવ ઓવન તથા માઇક્રોવેવ કન્વેક્શનમાં અત્યારે વિવિધ સાઈઝ તથા શેઇપના કન્વેક્શન ઓવન મળે છે. પહેલા ગ્લાસ વિન્ડો ધરાવતું ગોળ કન્વેક્શન મળતું હતું.એ હવે તો ચોરસ તથા લંબચોરસ મોડલમાં પણ ઉપલબ્ધ છે. જેને ઓટીજી (ઓવન,ટોસ્ટર, ગ્રિલર)કહેવાય છે. જેમાં તમે કેક,ટોસ્ટ સોન્ડવિચ કે ગ્રિલ કબાબ બનાવીશકોછો.  ઓવનની ગેસવાળઈ રેન્જ પણ ઉપલબ્ધ છે તેમાં ઉપર બર્નર હોય છે.અને નીચે મોટું ઓવન હોય છે. માઇક્રોવેવ જમવાનું ગરમ કરવાનું કામ કરે છે. અને તેમાં રસોઈ બનાવી પણ શકાય છે.
જ્યારે માઇક્રોવેવ કન્વેક્શન શેકવું, સુકાવવું, ક્રિસ્પ કરવું, બેકિંગ, બિસ્કિટ બનાવવાં, બાટી બનાવવી એવા પ્રકારની આઇટમો કન્વેક્શનમાં સરસ રીતે બને છે. મોટા ભાગે આપણે એવું જ સમજતા હોઈએ છીએ કે, માઇક્રોવેવ એટલે ઓવન જ. પરંતુ એવું નથી માઇક્રોવેવ કન્વેક્શન થોડું જુદું ઉપકરણ છે. તેમાં બે પ્રકારની રેક હોય છે. 
હાઈ રેક અને લો રેક
કોઈ પણ આઈટમને વધારે કરકરી અને સોનેરી રંગની બનાવવા માટે હાઇ રેકનો ઉપયોગ કરવામાં આવે છે. લો રેકનો ઉપયોગ ત્યારે કરવો જ્યારે કેક, બાટી, પનીર, ટિક્કા જેવી સોફ્ટ અને નરમ વસ્તુઓ બનાવવી હોય.
પ્રી હીટ
કન્વેક્શન કુકિંગ કરતાં પહેલાં ઓવનને પહેલેથી ગરમ કરો. ઓવન ગરમ થશે એટલે બીપ એવો અવાજ આવશે. તેને ગરમ થતાં લગભગ દસ મિનિટનો સમય થાય છે. એટલે જેવો બીપનો અવાજ આવે ત્યારે પ્રી હીટ મોડને ઓફ કરી દો. એટલે તાપમાન વધતું ત્યાં જ અટકી જશે. હવે માઇક્રોવેવ ઓવન કન્વેક્શન કુકિંગ માટે તૈયાર છે. હવે તમે કોઈ પણ આઇટમને નિશ્ચિત સમયે નક્કી કરીને બેક કરી શકો છો
બાટી
૧૦ થી ૧૨ મધ્યમ આકારની બાટી ૨૨૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર રાખીને લો રેક પર ૮-૧૦ મિનિટ માટે બેક કરવી પછી ફેરવીને ૬-૭ મિનિટ સુધી બેક કરવી.
બટાકા
બટાકા બેક કરવા માટે  ચાર બટાકાને હળવું તેલ લગાવીને લો રેક પર રાખો. તેને ૨૩૦ સેન્ટિગ્રેડ પર રાખીને ૧૦થી ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
બ્રેડ અથવા ટોસ્ટ ચાર- સ્લાઇઝ બ્રેડને હાઈ રેક પર રાખીને ૨૫૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન પર ૪-૫ મિનિટ સુધી એક બાજુ અને ફેરવીને ૩-૪ મિનિટ માટે બીજી બાજુ શેકો.
મોટા રીંગણ
મધ્યમ આકારનાં રીંગણને હળવું તેલ લગાવીને લો રેક પર ૮-૧૦ મિનિટ ૨૨૦ ડિગ્રી પર શેકો.
ઓટીજી ટીપ્સ
બેકિંગઃ કોક, કૂકીઝ, બ્રેડ કે પાઈ બનાવતી વખતે કન્વેક્શનને ચોક્ક્સ તાપમાન પર મૂકીને પ્રિહિટ રાખવું. વસ્તુ શેકતી વખતે ઉપર તથા નીચે બંને તરફ ગરમી ફેલાય તે રીતે ટ્રેમ્પ્રેચર સેટરનો ઉપયોગ કરવો.
ટોસ્ટિંગઃ પિત્ઝા, સેન્ડવિચ, કે સાદો ટોસ્ટ શેકતી વખતે ટોપ હિટ સેટિંગ કરીને મૂકવું. પિત્ઝા હોય તો ટ્રે પર અને ટોસ્ટ શેકવા હોય તો વાયર રેક પર મૂકવા.
ગ્રિલિંગ : ગ્રિલ સેન્ડવીચ કે કબાબ બનાવતી વખતે સળિયા તથા ટ્રેનો ઉપયોગ થઈ શકેછે. આ વસ્તુ બનાવતી વખેત ટોપ હિટનો ઉપયોગ કરવો અને કબાબ હોય તો થોડા થોડા સમયે ફેરવતા રહેવું.
રિહિટિંગ : સમોસા, પેટિસ, બ્રેડ, શાકને ફરીથી ગરમ કરવા ઓવન ખૂબ જ ઉપયોગી છે એ વખતે તમે બેકિંગના સેટિંગનો ઉપયોગ કરી શકો.

પનીર મખ્ખનવાલા

પનીર મખ્ખનવાલા

પેનમાં બટર લઈને તેને પીગળવા દો, તેમાં સમારેલા લીલા મરચાં, ટોમેટો પ્યૂરી, મેથીના દાણા, મીઠું અને લાલ મરચાંનો પાવડર ઉમેરો અને 4-5 મિનીટ સુધી પાકવા દો.આપને આવડતી ભારતીય વાનગીની રેસિપી આપના નામ સાથે અમને લખી મોકલાવો. અમે તેને આપના નામ સાથે અહીં પ્રકાશિત કરીશું....

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons