શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

તલની પૂરી

તલની પૂરી સામગ્રી: ઘઉંનો લોટ, 1 કપ આખા તલ, 1/2 કપ મરચું, 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર તેલ, જરૂર પ્રમાણે રીત: - ઘઉંના લોટમાં હળદર, મરચું, આખા તલ, મીઠું ભેળવી તેલનું મોણ નાખીને પાણીથી કડક લોટ બાંધવો. - તેમાંથી નાના લૂઆ લઇને ગોળ પૂરી વણો. - એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં બધી પૂરી તળી લો. - ચા સાથે ગરમાગરમ પૂરીની મજા માણ...

દાળ ઢોકળી

દાળ ઢોકળી સામગ્રી: દાળ માટે: 1 1/2 કપ તુવેર દાળ (બાફીને પીસેલી) 2 મધ્યમ કદના ટમેટા, સમારેલા 1/2 કપ બાફેલી સિંગ 1/2 ટીસ્પૂન, આદુની પેસ્ટ લીલા મરચા, 2-3, સમારેલા લીમડાના પાન, થોડા 1 ટેબલસ્પૂન ગોળ 1 ટેબલસ્પૂન આંમલીનો પલ્પ 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 1 ટીસ્પૂન રજવાડી ગરમ મસાલો 1 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા મીઠું, સ્વાદ અનુસાર 2 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન, રાય-જીરુના દાણા 1/4 ટીસ્પન હીંગ 1/4 ટીસ્પૂન હળદર ઢોકળી માટે: 1 1/2 કપ આખા ઘઊંનો લોટ 1/2 કપ બેસન મીઠું, સ્વાદ અનુસાર 1 ટેબલસ્પૂન ધાણા જીરુ પાવડર હીંગ, 1 ચપટી હળદર, 1 ટીસ્પૂન 2 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર કણક બાંધવા માટે પાણી રીત: ઢોકળી: - બધી જ સામગ્રીને મિક્સ કરીને પાણી સાથે નરમ કણક બાંધો. કણક બાંધ્યા પછી થોડું તેલ લઈને તેને વધુ નરમ બનાવી શકાય છે. તેને ઢાંકીને બાજુ પર રાખી દો. દાળ: -...

ડાકોરના ગોટા

ડાકોરના ગોટા સામગ્રી: 1 કપ બેસન 1/2 કપ રવો 1 ટીસ્પૂન મરચા-આદુની પેસ્ટ 1 ટીસ્પૂ જીરા સિડ્સ 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 1/2 ટીસ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન વિરયાળી 1 ટીસ્પૂન સૂકા ધાણા 1 ટીસ્પૂન તલ 1 ટીસ્પૂન મરી સોડા બાય કાર્બ, 1 ચપટી 2 ટીસ્પૂન ખાંડ 1/2 ટીસ્પૂન સાઈટ્રિક એસિડના કણો 3 ટીસ્પૂન તેલ 2 ટીસ્પૂન સમારેલા લીલા ધાણા મીઠું, સ્વાદ અનુસાર તેલ, તળવા માટે રીત: - એક બાઉલમાં બધી જ સામગ્રીને મિક્સ કરો અને તેમાંથી ખીરુ તૈયાર કરો. 1/2 કપ પાણી ઉમેરો. - ખીરાને 15-20 મિનીટ સુધી રહેવા દો. - ખીરામાંથી નાના ગોટા તેલમાં તળો. - આંચ મધ્યમ જ રાખવી. - બરાબર તળાઈ જાય પછી ગરમા ગરમ ગોટાને ઠંડા દહીં સાથે પીરસ...

પનીર ભજીયા

પનીર ભજીયા સામગ્રી: પનીર, 200ગ્રામ, 1 ઈંચના ટુકડામાં સમારેલુ જીરુ પાવડર, 1ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ, 2 ટીસ્પૂન ચણાનો લોટ, 1 કપ કુકિંગ સોડા, 1 ચપટી તેલ, તળવા માટે પાણી મીઠું, 1-1/4 ટીસ્પૂન રીત: - પનીરના ટુકડાને જીરુ પાવડર, મીઠું અને આદુ લસણની પેસ્ટમાં 20 મિનીટ સુધી મેરિનેટ થવા દો. - ચણાનો લોટ, કુકિંગ સોડા અને મીઠું મિક્સ કરીને પાણીની મદદથી ઘટ્ટ ખીરુ બનાવો. - એક પેનમાં તેલ ગરમ કરો. - પનીરના ટુકડાને ખીરામાં ડુબાડીને તેલમાં તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો. - ક્રિસ્પી પનીર પકોડા તૈયાર ...

વેજીટેબલ જલફ્રેઝી

વેજીટેબલ જલફ્રેઝી સામગ્રી: ગાજર, 2 ફૂલગોબી, 8-9 ટુકડા લીલા વાલ, 11-12 ફળી લીલા કેપ્સિકમ, 2 નાના કદના લીલા વટાણા, 1/2 કપ ટમેટુ, 1 નાનુ ડુંગળી, મધ્યમ કદની, 2 બદામ, 7-8 કાજૂ, 7-8 આદુ, 2 ઈંચનો ટુકડો લસણ, 2-3 કળી જીરુ, 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટેબલસ્પૂન લીલા ધાણાનો પાવડર, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન લીલા ધાણા, ઝીણા સમારેલા મીઠું, સ્વાદ અનુસાર રીત: - શાકભાજીને 1 ઈંચના ટુકડામાં સમારી લો. - એક ડુંગળીને સમારીને બાજુ પર રાખી દો. બીજી ડુંગળીની પાતળી સ્લાઈસ કરીને બાજુ પર મૂકી દો. - બદામ અને કાજૂની પેસ્ટ બનાવી લો. - આદુ અને લસણને સાથે પીસી લો. - હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ ઉમેરો. - તેલમાં પીસેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી પકાવો. - ગેસની આંચ ધીમી કરો. તેમાં આદુ-લસણની પેસ્ટ, લીંબુનો રસ, લાલ મરચાનો પાવડર અને સૂકા...

વટાણા બટાકાના સમોસા

વટાણા બટાકાના સમોસા સામગ્રી: બટાકા, 6 લીલા વટાણા, 1/2 કપ ધાણાનો પાઉડર, 2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન આમચૂર, 2 ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 2 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર રીત: - બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો. - તે પછી તેમાં વટાણા નાખી થોડી વારે બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા નાખવા. - તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો. - મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી પૂરી માટેનો લોટ બાંધો. - આમાંથી લૂઆ લઇ પૂરી વણી તેમાં વચ્ચે બટાકા-વટાણાનું મિશ્રણ મૂકી સમોસા વાળો. - આ સમોસાને ગરમ તેલમાં તળી લો. - ગરમા ગરમ સમોસાનો ફૂદીનાની ઠંડી ચટણી સાથે સર્વ ક...

લો ફેટ બ્રોકોલી સૂપ

લો ફેટ બ્રોકોલી સૂપ સામગ્રી: 2 કપ પાણી 3/4 કપ લીલા ધાણા 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ 3/4 ટીસ્પૂન મીઠું 1/8 ટીસ્પૂન જાયફળ પાવડર 700 ગ્રામ બ્રોકોલી 1/2 કપ ડુંગળી, સમારેલી 2 1/2 કપ પાણી 1/8 ટીસ્પૂન મરી પાવડર 1/2 કપ સ્કિમ મિલ્ક રીત: - 2 કપ પાણીને એક મોટા પોટમાં ગરમ કરીને ઉકાળો. - તેમાં શાકભાજી ઉમેરીને ઢાંકી દો અને 10 મિનીટ સુધી પાકવા દો. - બ્લેન્ડરમાં વધેલા પાણી સાથે પાકેલા શાકભાજીને બ્લેન્ડ કરી નાંખો. - એક નાની પૈણીમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં 2 ટેબલસ્પૂન જેટલુ પાણી ઉમેરો અને તેના પર લોટ ભભરાવો. સતત હલાવતા રહો. - બાકીનુ પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. સતત હલાવતા રહો જેથી લોટના ગાંઠા ન વળે. - બ્રોકોલી મિશ્રણને પાણીમાં ઉમેરો, ત્યાર બાદ તેમાં મીઠું, મરી અને જાયફળનો પાવડર ઉમેરી દો. - હવે તેમાં સ્કિમ મિલ્ક ઉમેરો અને સતત ઉકાળી...

પનીર પસંદા

પનીર પસંદા સામગ્રી: 500 ગ્રામ પનીર ડુંગળી, 6 400 ગ્રામ ટમેટા આદુ, 1 ઈંચનો લાંબો ટુકડો 2 લીલા મરચા 1 કપ મલાઈ 1 કપ દહીં 100 ગ્રામ માખણ 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 1/4 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન સૂકા ફૂદિનાના પાન 1/2 ટીસ્પૂન ગરમ મસાલો 1/2 કપ દૂધ રીત: - પનીરના નાના ટુકડા કરી લો. - ડુંગળીને ઝીણી સમારી લો. - ટમેટા, આદુ અને લીલા મરચાને ગ્રાઈન્ડ કરી લો. - એક પેનમાં માખણ ગરમ કરો. - તેમાં ડુંગળીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો. - હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો. - તેને મધ્યમ આંચ પર પાકવા દો જેથી ઘી છૂટુ પડી જાય. - હવે ગેસ બંધ કરી દો. - તેમાં પનીરના ટુકડા, દહીં, મીઠું, લાલ મરચાનો પાવડર, હળદર, ગરમ મસાલો અને સૂકા ફૂદિનાના પાન ઉમેરીને બરાબર મિક્સ કરો. - મિશ્રણને એક કલાક સુધી એમ જ રહેવા દો. - હવે તે પેનને ફરી ગેસ પર મૂકીને ગરમ કરો અને તેમાં દૂધ...

લો કાર્બ મેક્રોની સલાડ

લો કાર્બ મેક્રોની સલાડ સામગ્રી: 3 સખત બાફેલા ઈંડાની સફેદી 1 કપ લો કાર્બ પાસ્તા 1/2 રેડ ડુંગળી 1 કાકડી 1 ટમેટુ 5 ડાળી લીલા ધાણા 1/2 કપ ફેટફ્રિ મિરાકલ વ્હિપ 1 ટેબલસ્પૂન રાય તાજા સૂવા રીત: - મેક્રોનીને બાફી લો અને ઠંડા પાણીમાંથી નિતારી લો. - શાકભાજી અને ઈંડાને ટુકડામાં સમારી લો. - ઈંડા સિવાય બધી જ સામગ્રીને મિક્સ કરી દો અને બરાબર હલાવો. તેમાં ઈંડાની સફેદી મિક્સ ...

તુવેર વટાણા પરોઠા

તુવેર વટાણા પરોઠા સામગ્રી: બાફેલા વટાણા, 1 કપબાફેલી તુવેર, 1 કપમેંદો, 3 કપજીરું, 1 ટીસ્પૂનલીલાં મરચા, 5પરાઠા શેકવા માટે ઘી, 3 ટેબલસ્પૂન મીઠું, સ્વાદ મુજબપાણી, જરૂર પ્રમાણે રીત: - બાફેલા વટાણા અને તુવેરને ક્રશ કરી લો. - એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરું સાંતળી સમારેલાં લીલાં મરચા, ક્રશ કરેલા તુવેર-વટાણા અને મીઠું નાખો. - એક મિનિટ હલાવી પછી નીચે ઉતારી મિશ્રણને ઠંડું પડવા દો. - મેંદાને ચાળી તેમાં ઘીનું મોણ નાખી જરૂર પૂરતું પાણી લઇ લોટ બાંધો. તેમાંથી દસ-બાર લૂઆ બનાવો. - દરેક લૂઆના પરોઠા વણી તેમાં વચ્ચે વટાણા-તુવેરનું મિશ્રણ મૂકી કિનારી ભેગી કરો અને ફરીથી પરોઠા વણો. - આ પરોઠાને ઘી મૂકી બંને બાજુએ આછા બ્રાઉન રંગના સાંતળો. રશ્મિ ઠાકોર, રાજપીપળા આપ પણ અમને મોકલાવી શકો છો તમને આવડતી કોઈ સ્વાદિષ્ટ રેસિપી જે તમારા નામ સાથે અહીં પ્રકાશિત કરવામાં આવશે....

અમેરિકન કેરટ સલાડ

અમેરિકન કેરટ સલાડ સામગ્રી: 2 ગાજર 1 જેલેપેનો 2 લીલા મરચા 3 ટીસ્પૂન લીંબુનો રસ 1 ટીસ્પૂન રાયના દાણા લીલા ધાણા મરી પાવડર, એક ચપટી મીઠું, સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન તેલ રીત: - ગાજરની છાલ ઉતારીને છીણી લો. - જેલેપેનો અને લીલા મરચાનો પીસી લો. - એર બાઉલમાં ગાજર, પીસેલા જેલેપેનો અને મરચા, મરી, મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. - એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાયના દાણા ફૂટવા દો. ત્યાર બાદ તેમાં ગાજરનુ મિશ્રણ ઉમેરો. - લીલા ધાણા ઉમેરો. - ફ્રિઝમાં ઠંડુ થવા દો અને પછી સર્વ કર...

બિન હોટ પોટ

બિન હોટ પોટ સામગ્રી: કેન ઓફ બેક્ડ બિન્સ 1/2 ડુંગળી 1 કેપ્સિકમ 1 ટમેટુ મકાઈ મશરૂમ, 2 મીઠું અને મરી રીત: - ડુંગળી, કેપ્સિકમ, ટમેટુ અને મશરૂમને સમારી લો. એક પેનમાં તેલ ગરમ તકીને તેમાં મકાઈના દાણા એને આ સામગ્રીને સાંતળી લો. - હવે તેમાં બેક્ડ બિન્સ ઉમેરો. - 5 મિનીટ માટે પાકવા દો. - તેમાં મીઠું અને મરી પાવડર ઉમેર...

પનીર ચાટ

પનીર ચાટ સામગ્રી: પનીર 250 ગ્રામ લીલી ચટણી, 1 ટેબલસ્પૂન લાલ ચટણી, 1 ટેબલસ્પૂન બૂંદી, 1 કપ સેવ, 1 કપ લીલા ધાણા રીત: - પનીરના એક ઈંચના ટુકડા કરીને તેને તેલમાં તળી લો. - તેના પર પાણીમાં પલાળેલી બૂંદી રાખો. - તેના પર લાલ અને લીલી ચટણી ઉમેરો. - સેવ અને લીલા ધાણા ઉમેરીને સર્વ કર...

પનીર કબાબ

પનીર કબાબ સામગ્રી: 300 ગ્રામ પનીર આદુ, એક ઈંચનો ટુકડો 1/2 કપ દૂધ 3 ટેબલસ્પૂન મેંદો લાલ મરચાનો પાવડર, 1/2 ટીસ્પૂન 2 લીલા મરચા 1 પેકેટ સોલ્ટી બિસ્કિટ લીલા ધાણા મીઠું, સ્વાદ અનુસાર તેલ, તળવા માટે રીત: - પનીરને સ્મેશ કરીને માવો બનાવી લો. - લીલા ધામા, આદુ અને લીલા મરચાને ઝીણા સમારી લો. - તેમાં લાલ મરચાનો પાવડર અને એક ચમચો મેંદો પલાળો. - તેને મસળીને કબાબનો આકાર આપો. - બિસ્કિટનો ભૂકો કરી લો અને વધેલા મેંદાને દૂધમાં ભેળવી દો. - કબાબને દૂધ અને મેંદાના મિશ્રણમાં ડૂબાળાને બિસ્કિટના ભૂકામાં રગદોળી દો. - તેલ ગરમ કરીને, પનીર કબાબને તેમાં લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો. - ગરમા ગરમ પનીર કબાબને ચટણી સાથે સર્વ ક...

મેક્સિકન લઝાનિયા

મેક્સિકન લઝાનિયા સામગ્રી: 6 મોટા ઈંડા 2 ટેબલસ્પૂન પાણી 1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 1/4 ટીસ્પૂન જીરુ પાવડર માખણ, 1 ટેબલસ્પૂન 5 (10 ઈંચ) ફ્લોર ટોર્ટિલા 1 કેન રિફ્રાઈડ બિન્સ વિથ ગ્રીન ચિલી 2 કપ રિડ્યૂસ્ડ ફેટ-ચેડાર ચિઝ 1/2 કપ પાર્ટ-સ્કિમ રિકોટા ચીઝ 350 ગ્રામ ટોમેટો સાલ્સા 1 કપ સમારેલી કાકડી લીલા ધાણા રીત: - એક મધ્યમ કદના બાઉલમાં ઈંડા, પાણી, લાલ મરચાનો પાવડર અને જીરુ પાવડરને બરાબર ફીણી લો. - એક સ્કિલેટને મધ્યમ આંચ પર ગરમ કરો અને તેમાં માખણ ગરમ કરો. તેમાં ઈંડાનુ મિશ્રણ ઉમેરો. તેને ઢાંકીને ધીમી આંચ પર પાકવા દો, લગભગ 7થી 9 મિનીટ સુધી. - ટોર્ટિલાને ગ્રીઝ કરેલી 9-10ઈંચની સ્પ્રિંગફોર્મ પેનમાં મૂકો. તેના પર 1/2 કેન બિન્સ અને 1 કપ ચેડાર ચીઝ પાથરો. - તેના પર બીજા ટોર્ટિલા, રિકોટા ચીઝ અને 1/2 કપ સાલ્સા મૂકો. તેના પર અન્ય એક ટોર્ટિલા મૂકો અને તેના...

રોસ્ટેડ વેજીટેબલ સલાડ

રોસ્ટેડ વેજીટેબલ સલાડ સામગ્રી: ગાજર, 250 ગ્રામ (છાલ ઉતારીને પાતળી સ્લાઈસ કરેલા) 1 મધ્યમ કદની ડુંગળી, સ્લાઈસ કરેલી 1 લાલ કેપ્સિકમ, 1/4 ઈંચના ટુકડામાં સમારેલુ ફેટ-ફ્રી ઈટાલિયન ડ્રેસિંગ, 1 ટેબલસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન લીંબુ-મરી સિઝનિંગ, 1/4 ટીસ્પૂન બાલ્સેમિક વિનેગર, 1 ટેબલસ્પૂન રીત: - ઓવનને 375 ડીગ્રી પર પહેલાથી ગરમ કરીને રાખો. - એક મોટી બેકિંગ પેન લઈને તેમાં નોનસ્ટિક કુકિંગ સ્પ્રે લગાડો. - એક મોટા બાઉલમાં બધી જ સામગ્રી મિક્સ કરીને તેને બેકિંગ ડિશમાં પાથરો. 25થી 30 મિનીટ સુધી બેક કરો. - 15 મિનીટ પછી ફરી હલાવીને મિક્સ કરો અને લાઈટ બ્રાઉન અને કેરેમલાઈઝ્ડ થઈ જાય ત્યા સુધી ફરી બેક કરો. - સાઈડ ડિશ તરીકે ગરમા ગરમ કે સામાન્ય ગરમ હોય ત્યારે પી...

બેકડ બિન્સ પનીર

બેકડ બિન્સ પનીર સામગ્રી: બટાકાના માવા માટે: બટાકા, ૩ નંગ સમારેલા લીલાં મરચાં, 3 કોર્નફ્લોર, 3 ટીસ્પૂન મીઠું, સ્વાદ મુજબ વટાણા અને લીલી તુવેરના માવા માટે: બાફેલા વટાણા, 1 કપ બાફેલી તુવેર, 1 કપ લીંબુનો રસ, ૧ ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન સમારેલી કોથમીર 1 ટીસ્પૂન મીઠું, સ્વાદ મુજબ પનીરના માવા માટે: પનીરનું છીણ, 150 ગ્રામ સમારેલી ડુંગળી,1 નંગ સમારેલાં મરચાં, ૩ મીઠું, સ્વાદ મુજબ બેકિંગ માટે: માખણ, 1 ટીસ્પૂન મલાઇ, 2 ટીસ્પૂન દહીં, ૩ ટીસ્પૂન ચીઝનું છીણ, 3 ટેબલસ્પૂન મીઠું, સ્વાદ મુજબ રીત: - બટાકાને બાફી, છોલીને મસળી નાખવા. તેમાં મીઠું, કોર્નફ્લોર અને લીલાં મરચાં નાખી બરાબર મિકસ કરો. - પછી બાફેલા વટાણા અને તુવેરમાં બધી સામગ્રી નાખી મિકસ કરો. - પનીરમાં પણ બધી સામગ્રી નાખી મિકસ કરો. - બેકિંગ ડશિમાં પહેલાં માખણ લગાવી તેમાં બટાકાનો માવાનો થર કરો. - તેના...

આલુ ગોબી મસાલા

આલુ ગોબી મસાલા સામગ્રી: ફૂલગોબી 1/2 કિલો બટાટા, 2 મધ્યમ કદના 1 ઝીણી સમારેલી ડુંગળી 1 ઝીણુ સમારેલુ ટમેટું લીલા વટાણા 1/2 કપ આદુ પેસ્ટ, 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ, 1/2 ટીસ્પૂન 2 ઝીણા સમારેલા લીલા મરચા જીરુ પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન વેજીટેબલ ઓઈસ, 3 ટેબલસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર લીલા ધાણા સમારેલા, ગાર્નિશ કરવા માટે રીત: - ફૂલગોબી અને બટાટાને નાના ટુકડામાં સમારી લો અને બરાબર ધોઈ લો. - એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. તેમાં લીલા મરચા, આદુ-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળો. - તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને મધ્યમ આંચ પર સાંતળો અને તેને લાઈટ બ્રાઉન થવા દો. હવે તેમાં સમારેલા ટમેટા અને લીલા વટાણા ઉમેરો. - તેમાં લાલ મરચાનો પાવડર, ધાણા-જીરુ પાવડર, હળદર, મીઠું અને ગરમ...

સેવ ટમેટા

સેવ ટમેટા સામગ્રી: 1 કપ સેવ 3 મધ્યમ કદના ટમેટા 1 ડુંગળી, સમારેલી 1/2 ટીસ્પૂન આદુ, છીણેલુ 1 લીલુ મરચું 1 ટીસ્પૂન ગમર મસાલો મીઠું, સ્વાદ અનુસાર 1/2 ટીસ્પૂન રાયના દાણા 1/2 ટીસ્પૂન જીરુ હીંગ, એક ચપટી 1/2 ટીસ્પૂન હળદર પાવડર 1/2 ટીસ્પૂન જીરુ પાવડર 2 ટીસ્પૂન તેલ રીત: - એક પેનમાં તેલ ગરમ કરો. - તેમાં જીરુ,રાય, હીંગ અને લીલા મરચાં ઉમેરો. - તેમાં સમારેલી ડુંગળી અને આદુ ઉમેરો. - ડુંગળી લાઈટબ્રાઉન થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં સમારેલા ટમેટા ઉમેરો. - તેમાં ગરમ મસાલો, જીરૂ પાવડર, હળદર અને મીઠું ઉમેરો. - એક કપ પાણી ઉમેરીને 10 મિનીટ સુધી પાકવા દો. - ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારે તેના પર સેવ ભભરાવી ગરમા ગરમ સર્વ ...

લો ફેટ પીનટ બટર કુકીસ

લો ફેટ પીનટ બટર કુકીસ સામગ્રી: 1 કપ ક્રિમી પીનટ બટર 1 કપ ફ્રોઝન એપલ જ્યૂસ (પાણી વગર) 1 ટીસ્પૂન વેનિલા એક્સટ્રાક્ટ 1 કપ મેંદો 1/2 ટીસ્પૂન મીઠું 1 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા રીત: - ઓવનને પહેલાથી જ 350 ડીગ્રી પર ગરમ કરીને રાખો. - પીનટ બટર અને એપલ જ્યૂસને મિક્સિંગ બાઉલમાં મિક્સ કરો. - તેમાં ડ્રાય સામગ્રી મિક્સ કરો. - તેમાંથી એક ચીકણુ ખીરુ બનશે. આઈસક્રિમ સ્કૂપની મદદથી મદદ કરો. - ખીરાને કુકી શીટ પર હળવેથી પાથરો. - એક ફોર્ક અથવા ચાકુને પાણીમાં ડૂબાડી કોરુ કરો અને પછી તેને કુકીને બરાબર શીટમાં બેસાડો. - 10-15 મિનીટ સુધી બેક કરીને તેને અવનમાંથી બહાર કાઢી લો. - તૈયાર છે તમારી લો ફેટ પીનટ બટર કુ...

ગ્રીન પાલક પુલાવ

ગ્રીન પાલક પુલાવ સામગ્રી: લીલા વટાણા, 1 કપ ચોખા, 2 કપ પાલકની ભાજી, ૧ જૂડી ઘી, 2 ટેબલસ્પૂન સમારેલી લીલી ડુંગળી, 1 કપ આદું, એક નાનો ટુકડો મરચાં, 3 સમારેલી કોથમીર, 1 કપ સમારેલી ડુંગળી, 1 કપ લવિંગ-તજ, 2-3 નંગ મીઠું, સ્વાદ અનુસાર રીત: - ચોખા ધોઇને બે કલાક પલાળી રાખો. પેસ્ટ તૈયાર કરો. - પાલકનો પલ્પ બનાવો. - એક વાસણમાં ઘી ગરમ કરીને પેસ્ટ સાંતળો, તેમાં ડુંગળી સાંતળો અને ચોખા નિતારીને સાંતળી લો. - તેમાં વટાણા ઉમેરો. તેને સાંતળીને પાલકનો પલ્પ અને મીઠું નાખી છુટા ભાત તૈયાર કરો. - પુલાવ તૈયાર થઇ જાય એટલે આંચ પરથી ઉતારી લો. - એક વાસણમાં ઘી ગરમ કરીને જીરું-તજ-લવિંગ, લીલી ડુંગળી સાંતળો અને તેને પુલાવમાં મિકસ કરીને બાઉલમાં કાઢો. - કોથમીર ભભરાવીને સર્વ ક...

મગની દાળ અને પાલકનાં દહીંવડાં

મગની દાળ અને પાલકનાં દહીંવડાં સામગ્રી: મગની મોગર દાળ, 1 કપ પાલક, 500 ગ્રામ દહીં, 500 ગ્રામ પૌંઆ, 1 કપ કોર્નફ્લોર, બાઇન્ડિંગ માટે આદું-મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન મીઠું, મરચું, જીરું પાઉડર, સ્વાદ મુજબ તેલ, જરૂર પ્રમાણે રીત: - મગની મોગર દાળને ત્રણથી ચાર કલાક પલાળી રાખો. પાલકની ભાજીને ધોઇને સમારી લો. - પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં પાલકની ભાજીના પાન નાખો. રંગ બદલાય એટલે ગેસ બંધ કરી દો. - ઠંડું કરી તેની પેસ્ટ બનાવો. દાળને કોરી કરી ગેસ પર વધારે કડક બનાવો. - થોડી વાર પછી પાલકની પેસ્ટ, આદું-મરચાંની પેસ્ટ અને પૌંઆને ધોઇને નાખો. - સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય એટલે ગેસ પરથી ઊતારી લો. - મિશ્રણના ગોળા વાળી કોર્નફ્લોરમાં લપેટો અને એક કડાઇમાં તેલ ગરમ મૂકી તળી લો. - સર્વ કરતી વખતે વડાં પર દહીં, મીઠું, મરચું, જીરા પાઉડર, ખજૂર-આંબલિની ચટણી,...

પાલક શિંગોડા પાન

પાલક શિંગોડા પાન સામગ્રી: પાલકના પાન, 1થી 8 વટાણા, 50 ગ્રામ તુવેર, 50 ગ્રામ બારીક સમારેલી કોથમીર, ૧ કપ આદું-મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન બારીક સમારેલો મેવો, 1 કપ લીંબુનો રસ, 1 ટીસ્પૂન ટૂથપિક, 8-10 નંગ ચોખાનો લોટ, 200 ગ્રામ લવિંગ, 8-10 ખાંડ અને મીઠું - સ્વાદ મુજબ લીલો રંગ, 1 ટીસ્પૂન તેલ - જરૂર મુજબ ગાર્નિશિંગ માટે: પનીરનું છીણ, જરૂર મુજબ રીત: - પાલકના પાનને ધોઇને કોરા કરો. - વટાણા અને તુવેર ક્રશ કરી તેમાં આદું-મરચાંની પેસ્ટ, સૂકો મેવો અને કોથમીર ભેળવી, મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી માવો બનાવો. - હવે કોરા પાનને વાળીને તેમાં આ માવો ભરી બીજા પાનથી બંધ કરી ઉપર લવિંગ ભેરવો. - ચોખાના લોટમાં થોડું મીઠું અને ખાવાનો લીલો કલર ભેળવી ખીરું બનાવો. - કઢાઇમાં તેલ ગરમ કરો. પાનને ખીરામાં બોળીને તળી લો. - હવે તળેલા પાનમાંથી લવિંગ કાઢી...

પાલકનાં ઢોકળાં

પાલકનાં ઢોકળાં સામગ્રી:  પાલકની પ્યોરી, 2 કપ તુવેરની દાળ, 1 કપ દહીં, 2 કપ સમારેલાં લીલાં મરચાં, 3 નંગ ખાંડ, 1 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન રાઇ, 1 ટીસ્પૂન તલ, 2 ટીસ્પૂન તેલ, જરૂર પ્રમાણે મીઠું, સ્વાદ મુજબ રીત: - તુવેરની દાળને પાંચ-છ કલાક પલાળી પછી તેને દહીં સાથે ક્રશ કરી લો અને આ ગ્રેવીને એક બાઉલમાં કાઢો. - તેમાં સમારેલાં લીલાં મરચાં, પાલકની ગ્રેવી, મીઠું, ખાંડ અને હિંગ મિકસ કરો. - લીંબુના રસમાં થોડું ફ્રુટ સોલ્ટ નાખીને ખીરામાં ભેળવો અને થોડું તેલ નાખી ખીરું તૈયાર કરો. - ઢોકળાંની થાળીને તેલવાળી કરી તેમાં ખીરું રેડી ઢોકળાંના કૂકરમાં બાફવા મૂકો. - પંદર-વીસ મિનિટ સુધી રાખી ઠંડા થાય એટલે ટુકડા કરી નાખો. - તેલમાં રાઇ અને તલનો વઘાર કરી આ વઘાર ઢોકળાં પર રેડી દો. - પાલક ઢોકળાંનો સ્વાદ માણ...

ગોબી મન્ચુરિયન

ગોબી મન્ચુરિયન સામગ્રી: ફૂલગોબી, 1 મેંદો, 1/4 કપ કોર્નફ્લોર, 3 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ, 3 ટીસ્પૂન લીલી ડુંગળી, 1 જૂડી લાલ મરચાનો પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચા, 2 તેલ, 3 ટીસ્પૂન દૂધ, 1 ટીસ્પૂન પાણી, 1-1/4 કપ સોયા સોસ, સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર રીત: 1. ફૂલગોબીને ધોઈને ટુકડા કરી લો. લીલી ડુંગળની ઝીણી સમારી લો. 2. ફૂલગોબીના ટુકડાને પાણીમાં બાફી લો. આ પાણીમાં દૂધ ઉમેરો. 3 મિનીટ પછી ફૂલગોબીના ટુકડાને પાણીમાંથી કાઢીને નિતારી લો. 3. મેંદો અને કોર્નફ્લોર મિક્સ કરો. તેમાં લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. - એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ફૂલગોબીના ટુકડાને મેંદાના તૈયાર ખીરામાં બોળીને તેલમાં તળીને બાજુમાં રાખી દો. - લાલ મરચાનો ક્રશ કરી લો. બાકીની આદુ-લસણની પેસ્ટ અને ક્રશ કરેલા લાલ મરચાંને તેલમાં...

ચટપટી પિનટ ચાટ

ચટપટી પિનટ ચાટ સામગ્રી: મગફળીના દાણા, 200 ગ્રામ ટમેટુ, 1 ડુંગળી, 1 લીલુ મરચું, 1 ચાટ મસાલો, 1 ટીસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર લીંબુનો રસ, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન અથવા મરી પાવડર 1 ટીસ્પૂન લીલા ધાણા, 1 ટેબલસ્પૂન રીત: - મગફળીના દાણાને પાણી સાથે પ્રેશર કુકરમાં બાફી લો. - બાફેલા સિંગદાણાને પાણીમાંથી નિતારી લો. - ટમેટા, ડુંગળી અને લીલા મરચાંને ઝીણા સમારી લો. - હવે એક મિક્સિંગ બાઉલમાં બાફેલા સિંગદાણા, સમારેલા ટમેટા-ડુંગળી-લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરો. - તેમાં લાલ મરચાનો પાવડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો. - તેના પર લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો. જો તમારી પાસે આવી કોઈ વેજ ડાયેટ રેસિપી હોય તો અમને લખી મોકલાવો, અમે તમારા નામ સાથે પ્રકાશિત કરીશું. આપ અહીં કેવા પ્રકારની રેસિપી વાંચવા માંગો છો, આપનો...

ચણા મસાલા

ચણા મસાલા સામગ્રી: 1 કપ કાબૂલી ચણા 1 ડુંગળી 1 ટમેટું 1 લીલું મરચું 4-5 કળી લસણ આદુનો એક ઈંચનો ટુકડો 2-3 તમાલ પત્ર 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર 1/2 ટીસ્પૂન હળદર પાવડર 1 ટીસ્પૂન ધાણા પાવડર 1 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર 1 ટીસ્પૂન લીલી ચાના પાન 3 ટેબલસ્પૂન વેજીટેબલ તેલ મીઠું સ્વાદ અનુસાર ગાર્નિશ કરવા માટે લીલા ધાણા રીત: - કાબૂલી ચણાને આખી રાત પાણીમાં પલાળીને રાખો. - એક સફેદ કપડાંનો ટુકડો લો. તેમાં વચ્ચેના ભાગે લીલી ચાના પાન મૂકીને કપડાંને વાળી લો અને તેને બાંધી લો. હવે કાબૂલી ચણા અને કપડામાં વિંટેલી ચાના પાનને પ્રેશર કૂકરમાં બાફી લો. આમ કરવાથી ચણા પર બ્રાઉન કલર આવી જશે. તમે ઈચ્છો તો ચાની ભૂકી પણ લઈ શકો છો. - હવે ડુંગળી, ટમેટા અને લીલા મરચાને ઝીણા સમારી લો. આદુ-લસણને પીસીને તેની પેસ્ટ બનાવી લો. - એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં તમાલ પત્ર ઉમેરી...

લચકો દાળ

લચકો દાળ સામગ્રી: 500 ગ્રામ મગની દાળ (મગની મોગર) ગોળ, સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન રાયના દાણા મીઠું સ્વાદ અનુસાર 2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ 1 ચપટી ધાણા જીરુ પાવડર વઘાર કરવા માટે તેલ 1 ટમેટું રીત: - મગની મોગરને 10 મિનીટ પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં 5 મિનીટ સુધી બાફી લો. - એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાયના દાણા ઉમેરો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ ઉમેરો. - ટમેટાને ઝીણુ સમારીને તેમાં ઉમેરો. સાથે ગરમ મસાલો, મીઠું, લાલ મરચાંનો પાવડર ઉમેરો. સ્વાદ અનુસાર ગોળ ઉમેરો. - હવે દાળને ઢાંકીને 10 મિનીટ સુધી પાકવા દો. જ્યારે પાણી બળી જાય ત્યારે ગેસ બંધ કરી દો. - ગરમા ગરમ લચકો દાળ રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો...

પનીર કોરમા

પનીર કોરમા સામગ્રી: 200 ગ્રામ પનીર 1 મધ્યમ કદની ડુંગળી 1 મધ્યમ કદનું ટમેટું 1 ટીસ્પૂન આદુની પેસ્ટ 1 ટીસ્પૂન લસણની પેસ્ટ 1 ટેબલસ્પૂન ખસખસના દાણા 1 ટેબલસ્પૂન કોકોનટ પાવડર મીઠું સ્વાદ અનુસાર 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર 4-5 નંગ મરી 3-4 લવિંગ 2 ટીસ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન હળદર પાવડર 1 ટીસ્પૂન ધાણાનો પાવડર 4 ટેબલસ્પૂન મલાઈ 8-10 ટેબલસ્પૂન તેલ રીત: - એક પેનમાં તેલ ગરમ કરો. - પનીરને નાના ટુકડામાં સમારી લો. તેને મધ્યમ આંચ પર લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો. પનીર છૂટું ન પડી જાય તેનુ ધ્યાન રાખો. - પનીરના ટુકડાને તળીને બાજૂ પર રાખી દો. - હવે તેમાં લવિંગ, કાળા મરીને તળો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોકોનટ પાવડર, ખસખસની પેસ્ટ ઉમેરો. આ મિશ્રણને પાકવા દો જેથી તેમાંથી તેલ છૂટું પડવા લાગે. - તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને 2-3 મિનીટ પાકવા દો. - તેમાં મીઠું,...

દૂધીના થેપલા

દૂધીના થેપલા સામગ્રી: 1 દૂધી 1 1/2 કપ ઘઊંનો લોટ 6 ટેબલસ્પૂન બેસન 1/2 ટીસ્પૂન હળદર 1/4 ટીસ્પૂન અજમો 1/2 લાલ મરચાંનો પાવડર 3 ટીસ્પૂન દહીં મીઠું, સ્વાદ અનુસાર જરૂર પ્રમાણે તેલ રીત: - દૂધીની છાલ ઉતારી લો અને તેને છીણીને એકબાજુ રાખી દો. - છીણેલી દૂધીમાં ઘઊંનો લોટ, બેસન, હળદર, લાલ મરચાંનો પાવડર, અજમો, દહીં અને મીઠું એક મિક્સિંગ બાઉલમાં મિક્સ કરો. - તેમાં પાણી ઉમેરીને નરમ કણક બાંધો. - કણકમાંથી નાનો લૂઓ લઈને તેમાંથી ગોળ થેપલા વળો. - હવે થેપલાને તવા પર તેલ સાથે શેકી લો. - બન્ને બાજુ લાઈટ બ્રાઉન રંગના થાય ત્યા સુધી શેકી લો. - બાકીના કણકમાંથી પણ તેવા જ થેપલા વણી લ...

ડાયેટ ઉપમા

ડાયેટ ઉપમા સામગ્રી: 250 ગ્રામ રવો 2 ગાજર 1 કપ વાલ અથવા ફણગાવેલા કઠોળ 1\2 lime 1\2 લીંબુ 1\2 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ 1 લીલુ મરચું 1 ટમેટું લીમડાના પાન લસણની 2 કળી 4 કપ પાણી લીલા ધાણાના પાન, ગાર્નિશ કરવા મીઠું, સ્વાદ અનુસાર રીત: - એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. ધ્યાન રાખો તે વધુ પડતું ગરમ ન થઈ જાય. - તેમાં લીમડાનાં પાન, લસણ અને લીલા મરચાં સમારીને નાંખો. - લસણ લાઈટ બ્રાઉન રંગનુ થઈ જાય એટલેમાં તેમાં પાણી ઉમેરો. - પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં રવો ઉમેરો. - જ્યારે રવો ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ગાજર, વાલ અથવા ફણગાવેલા કઠોળ અને ટમેટું ઉમેરો - ધીમી આંચ પર પકાવો અને તેમાં મીઠું ઉમેરો. - ઉપમા તૈયાર થઈ જાય એટલે લીલા ધાણા ગાર્નિશ કરો. - સર્વ કરતા પહેલા લીંબુનો રસ ઉમેર...

વેજીટેબલ ટિક્કા મસાલા

વેજીટેબલ ટિક્કા મસાલા સામગ્રી: દહીં, 250 મિલી 1/2 લીંબુનો રસ આદુ, 1 ઈંચનો ટુકડો ડુંગળી, 2, સમારેલી લસણ, 3 કળી, સમારેલુ હળદર, 1 1/2 ટીસ્પૂન તજનો પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન લીલા ધાણા 2 ટીસ્પૂન માખણ અથવા ઘી, 2 ટેબલસ્પૂન તાજા શાકભાજી (મશરૂમ, વટાણા, ગાજર, ફ્લાવર, બટાટા) 2 કપ ઈલાયચી, 20 ફળી લીલા ધાણા, 1/2 કપ મીઠું અને મરી, સ્વાદ અનુસાર રીત: - દહીં અને આદુ, લસણ અને ડુંગળીને મિક્સ કરીને સ્મૂથ બ્લેન્ડ કરી લો. - તેમાં લીંબુનો રસ, મરી અને મીઠું મિક્સ કરીને હળવેથી હલાવો. - ઈલાયચી સિવાયના બાકીના મસાલા પણ ઉમેરીને બરાબર મિક્સ કરો. - થોડા લીલા ધાણા ઉમેરીને હળવેથી બ્લેન્ડ કરો. - એક મોટા પોટમાં ઘી કે માખણ ગરમ કરો. તેમાં બબલ થવા દો અને ત્યારબાદ બ્લેન્ડ કરેલી સામગ્રી તેમાં ઉમેરો. - હવે ઈલાયચીની ફળીને પીસીને પાવડર કરી લો અને પછી તેને...

પનીર બટર મસાલા

પનીર બટર મસાલા સામગ્રી: 1 કપ ટુકડા કરેલું પનીર 1 ટમેટું 2 લીલા મરચાં 2 મધ્યમ કદની ડુંગળી 1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ 5 કાજૂ 1/2 લાલ મરચાંનો પાવડર 1 ટીસ્પૂન ધાણા પાવડર 1 ટીસ્પૂન ગરમ મસાલો 2 ટેબલસ્પૂન બટર  1 ટેબલસ્પૂન તેલ  1/2 મેથીના દાણા 1/2 ટીસ્પૂન તાજી મલાઈ મીઠું સ્વાદ અનુસાર  લીલા ધાણા, થોડા પાન ગાર્નિશ કરવા માટે રીત: - ડુંગળીની છાલ ઉતારીને સમારી લો.  - ટમેટાને ધોઈને ઝીણુ સમારી લો.  - લીલા મરચાંનો ધોઈને ઝીણા સમારી લો.  - ટમેટાં અને લીલા મરચાંને પીસીને પેસ્ટ બનાવી લો.  - કાજૂને પાણી સાથે પીસીને પેસ્ટ બનાવી લો.  - 1 ટેબલસ્પૂન બટર અને 1/2 ટેબલસ્પૂન તેલને એક પેનમાં ગરમ કરો. તેમાં ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.  - ગેસ પરથી નીચે ઉતારીને ડુંગળીને ઠંડી કરીને તેની પેસ્ટ બનાવો.  -...

ફાડા ખીચડી

ફાડા ખીચડી સામગ્રી: 1 કપ મગની દાળ (ફોતરી વગરની) 3/4 કપ ફાડા ઘઊં 1 બટાટાના ટુકડા 1 કપ લીલા વટાણા 1 કપ ફ્લાવરના ટુકડા 1 કપ સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ 1/2 ટીસ્પૂન આખા મરી 1/2 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર મીઠું સ્વાદ અનુસાર વઘાર માટે: 3 ટેબલસ્પૂન ઘી 1 ઈંચ તજનો ટુકડો 3 નંગ લવિંગ 1 ટીસ્પૂન જીરુ 1/2 હીંગ રીત: - મગની દાળ અને ફાડા ઘઊંનેધોઈને 15 મિનીટ સુધી પાણીમાં પલાળી દો. ત્યારબાદ નિતારીને બાજુએ રાખી દો. - 4 કપ પાણીને એક વાસણમાં લઈને ગરમ કરીને બાજુએ રાખી દો. - એક પ્રેશર કુકરમાં ઘીને ગરમ કરો. તેમાં તજ, લવિંગ, જીરુ અને હીંગ ઉમેરીને 30 સેકન્ડ સુધી ગરમ કરો. - તેમાં પલાળેલી દાળ અને ફાડા ઘઊં ઉમેરો અને તેની સાથે બાકીની સામગ્રી અને શાકભાજી પણ ઉમેરો. અને 4-5 મિનીટ સુધી હલાવો. - પાણી ઉમેરીને 3-4 વ્હિસલ થાય ત્યા સુધી...

પનીર તાસ કબાબ

પનીર તાસ કબાબ સામગ્રી:  1 ટેબલસ્પૂન ફ્રેશ ક્રિમ 8 સ્લાઈસ ચીઝ 1 કપ છીણેલું ચીઝ 1/2 ટીસ્પૂન મરી પાવડર 2 મધ્યમ કદના ટમેટાં સમારેલા 8 ટેબલસ્પૂન ફૂદિનાની ચટણી 2 મધ્યમ કદની ડુંગળી 400 ગ્રામ પનીર મેરિનેડ કરવા માટે: ચાટ મસાલો, સ્વાદ માટે 1/3 કપ જમાવેલું દહીં 2 ટેબલસ્પૂન રાયનું તેલ 4 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ 1 ટીસ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન ધાણા પાવડર 1 ટીસ્પૂન જીરુ પાવડર 2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર મીઠું સ્વાદ અનુસાર રીત: - પનીરને ટુકડામાં સમારી લો. - મેરિનેડ કરવાની બધી સામગ્રી મિક્સ કરો અને તેમાં પનીરના ટુકડા મિક્સ કરી દો. - 10 મિનીટ માટે બાજુ પર રહેવા દો. - પનીરના ટુકડાઓ પર ફૂદિનાની ચટણી પાથરો. - સમારેલી ડુંગળી અને ટમેટાં પનીરના દરેક ટુકડા પર મૂકો અને તેના પર છીણેલું ચીઝ પાથરો. - પનીરના દરેક ટુકડા પર આ પ્રકારે મેરિનેડ મિશ્રણ પર ફૂદિનાની...

બટાટાનું શાક

બટાટાનું શાક સામગ્રી: 5 નાના બટાટા (ધોઈને સમારેલા) 1 ટીસ્પૂન જીરુ 1 ટીસ્પૂન રાયના દાણા 1 ચપટી હીંગ 1/4 ટીસ્પૂન જીરુ 1/4 ટીસ્પૂન ધાણા પાવડર 1/4 લાલ મરચાંનો પાવડર 1 ચપટી હળદર પાવડર 1 ટેબલસ્પૂન તેલ 4 લીમડાનાં પાન મીઠું સ્વાદ અનુસાર રીત: - એક પેનમાં તેલ ગરમ કરો અને ત્યાર બાદ તેમાં રાય-જીરુંના દાણા ઉમેરો. - જ્યારે રાયના દાણા ફૂટી જાય ત્યાર બાદ તેમાં હીંગ, લીમડાંના પાન, હળદર અને બટાટાના ટુકડા ઉમેરો. - થોડી વાર સુધી હલાવો જેથી બધો મસાલો અને બટાટા બરાબર મિક્સ થઈ જાય. - ત્યારબાદ તેમાં જીરૂ પાવડર, ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર પણ ઉમેરો. - બરાબર મિક્સ કર્યા બાદ તેમાં 1 1/2 કપ પાણી ઉમેરો. બટાટા પાકી જાય ત્યા સુધી પાકવા દો. - થોડી થોડી વારે હલાવતા રહો જેથી ચોંટે નહીં. - તૈયાર છે બટાટાનું ચટાકેદાર શા...

ટેન્ગી ટોમેટો એસ્પિક

ટેન્ગી ટોમેટો એસ્પિક સામગ્રી: 1 1/4 કપ પાણી 1 પેકેટ રેગ્યુલર લેમન ફ્લેવર્ડ જીલેટિન 1 કેન ટોમેટો સોસ 1 1/2 ટેબલસ્પૂન વાઈન વિનેગર 1/2 ટીસ્પૂન મીઠું 1 ટીસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી 1/8 ટીસ્પૂન હોટ પેપર સોસ લવિંગ, સ્વાદ માટે 2 કપ લીલા ધાણા રીત: - જો તમે કેલરી ઘટાડવા માંગતા હોવ તો સુગર-ફ્રી લેમન ફ્લેવર જીલેટિન વાપરો. - એક નાના બાઉલમાં પાણી અને જીલેટિન મિક્સ કરો અને બરાબર હલાવો. - તેમાં ટોમેટો સોસ, વાઈન વિનેગર, મીઠું, ડુંગળી, હોટ પેપર સોસ અને લવિંગ મિક્સ કરો. - આ મિશ્રણને થોડી વાર ફ્રિઝમાં મૂકો પણ સેટ થાય તે પહેલા બહાર કાઢી લો. - જ્યારે તે થોડી ઘણી સેટ થઈ હોય ત્યારે તેમાં સમારેલા લીલા ધાણા ઉમેરો. તેને 4 કપ મોલ્‍ડમાં રેડી લો અને ફરીથી ફ્રિઝમાં મૂકીને સેટ થવા દ...

ફરસી પૂરી

ફરસી પૂરી સામગ્રી: 250 ગ્રામ મેંદાનો લોટ 1 ટીસ્પૂન અજમાના દાણા ક્રશ કરેલા 1 ટીસ્પૂન જીરૂ 1 ટીસ્પૂન મરી પાવડર મીઠું સ્વાદ અનુસાર તેલ, તળવા માટે રીત: - મેંદાના લોટમાં મીઠું, અજમાના દાણા, જીરુ અને મરી પાવડર મિક્સ કરીને પાણી અને 1 ટેબલસ્પૂન તેલ સાથે નરમ કણક બાંધો. - તેમાંથી નાના લુઆ વાળો. - લુઆમાંથી ગોળ પૂરીઓ વણો. - એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં પૂરીઓ તળી લો. - તૈયાર છે ફરસી પૂરી જેને ચા અથવા કોફી સાથે ખાઈ શકો છો. - તમે ફરસી પૂરીને બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. પણ લાંબા સમય સુધી રહેવા ન દેવી. આપને આવડતી ગુજરાતી વાનગીની રેસિપી આપના નામ સાથે અમને લખી મોકલાવો. અમે તેને આપના નામ સાથે અહીં પ્રકાશિત કરીશુ...

Pages 291234 »
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons