શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

પાલક શિંગોડા પાન


પાલક શિંગોડા પાન


સામગ્રી:

પાલકના પાન, 1થી 8
વટાણા, 50 ગ્રામ
તુવેર, 50 ગ્રામ
બારીક સમારેલી કોથમીર, ૧ કપ
આદું-મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન
ગરમ મસાલો, 1 ટીસ્પૂન
બારીક સમારેલો મેવો, 1 કપ
લીંબુનો રસ, 1 ટીસ્પૂન
ટૂથપિક, 8-10 નંગ
ચોખાનો લોટ, 200 ગ્રામ
લવિંગ, 8-10
ખાંડ અને મીઠું - સ્વાદ મુજબ
લીલો રંગ, 1 ટીસ્પૂન
તેલ - જરૂર મુજબ

ગાર્નિશિંગ માટે:

પનીરનું છીણ, જરૂર મુજબ

રીત:

- પાલકના પાનને ધોઇને કોરા કરો.
- વટાણા અને તુવેર ક્રશ કરી તેમાં આદું-મરચાંની પેસ્ટ, સૂકો મેવો અને કોથમીર ભેળવી, મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી માવો બનાવો.
- હવે કોરા પાનને વાળીને તેમાં આ માવો ભરી બીજા પાનથી બંધ કરી ઉપર લવિંગ ભેરવો.
- ચોખાના લોટમાં થોડું મીઠું અને ખાવાનો લીલો કલર ભેળવી ખીરું બનાવો.
- કઢાઇમાં તેલ ગરમ કરો. પાનને ખીરામાં બોળીને તળી લો.
- હવે તળેલા પાનમાંથી લવિંગ કાઢી ટૂથપિક લગાવો.
- ઉપર પનીરનાં છીણથી ગાર્નિશિંગ કરો અને ટોમેટો સોસ સાથે સ્વાદ માણો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons