શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

વટાણા બટાકાના સમોસા


વટાણા બટાકાના સમોસા


સામગ્રી:

બટાકા, 6
લીલા વટાણા, 1/2 કપ
ધાણાનો પાઉડર, 2 ટીસ્પૂન
ગરમ મસાલો, 2 ટીસ્પૂન
ખાંડ, 2 ટીસ્પૂન
આમચૂર, 2 ટીસ્પૂન
આદું-મરચાંની પેસ્ટ, 2 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 2 ટીસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- બટાકાને બાફી તેના નાના ટુકડા કરવા. એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો.

- તે પછી તેમાં વટાણા નાખી થોડી વારે બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા નાખવા.

- તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો.

- મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ, અજમો નાખી પૂરી માટેનો લોટ બાંધો.

- આમાંથી લૂઆ લઇ પૂરી વણી તેમાં વચ્ચે બટાકા-વટાણાનું મિશ્રણ મૂકી સમોસા વાળો.

- આ સમોસાને ગરમ તેલમાં તળી લો.

- ગરમા ગરમ સમોસાનો ફૂદીનાની ઠંડી ચટણી સાથે સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons