શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

પનીર પસંદા


પનીર પસંદા



સામગ્રી:

500 ગ્રામ પનીર
ડુંગળી, 6
400 ગ્રામ ટમેટા
આદુ, 1 ઈંચનો લાંબો ટુકડો
2 લીલા મરચા
1 કપ મલાઈ
1 કપ દહીં
100 ગ્રામ માખણ
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1/4 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન સૂકા ફૂદિનાના પાન
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1/2 કપ દૂધ

રીત:

- પનીરના નાના ટુકડા કરી લો.

- ડુંગળીને ઝીણી સમારી લો.

- ટમેટા, આદુ અને લીલા મરચાને ગ્રાઈન્ડ કરી લો.

- એક પેનમાં માખણ ગરમ કરો.

- તેમાં ડુંગળીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો.

- હવે તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો.

- તેને મધ્યમ આંચ પર પાકવા દો જેથી ઘી છૂટુ પડી જાય.

- હવે ગેસ બંધ કરી દો.

- તેમાં પનીરના ટુકડા, દહીં, મીઠું, લાલ મરચાનો પાવડર, હળદર, ગરમ મસાલો અને સૂકા ફૂદિનાના પાન ઉમેરીને બરાબર મિક્સ કરો.

- મિશ્રણને એક કલાક સુધી એમ જ રહેવા દો.

- હવે તે પેનને ફરી ગેસ પર મૂકીને ગરમ કરો અને તેમાં દૂધ ઉમેરો.

- 5 મિનીટ ઉકળવા જો અને પછી ગેસ પરથી ઉતારી લો.

- ગરમા ગરમ પનીર પસંદા તૈયાર છે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons