શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

અચારી પનીર

અચારી પનીર 


સામગ્રી:

400 ગ્રામ પનીર ટુકડા કરેલા
1/2 લીલા કેપ્સિકમ 
1/2 યલો કેપ્સિકમ 
1/2 રેડ કેપ્કિકમ
2 ચેરી ટોમેટો 

ગ્રેવી માટે 

2 ટેબલસ્પૂન તેલ 
1 ટીસ્પૂન લસણની પેસ્ટ 
1 ટીસ્પૂન આદુની પેસ્ટ 
2 ટેબલસ્પૂન લાલ મરચાંની પેસ્ટ 
2 કપ ટોમેટો પ્યૂરી
1/4 ટીસ્પૂન મેથીના દાણા 
2 ટીસ્પૂન કેરીનું અથાણું 
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર 
1 ટીસ્પૂન ગરમ મસાલો 
મીઠું સ્વાદ અનુસાર 
1 ટીસ્પૂન લીલા ધાણા સમારેલા 

રીત:

- પનીર અને કેપ્સિકમને ટુકડામાં સમારીને બાજુમાં રાખી દો.

- ગ્રેવી માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં આદુ-લસણની પેસ્ટ, લાલ મરચાંની પેસ્ટ અને ટોમેટો પ્યૂરી ઉમેરો.

- તેમાં બાકીની સામગ્રી, મીઠું, મેથીના દાણા ઉમેરીને 8-10 મિનીટ સુધી ઉકળવા દો. 

- હવે તેમાં પનીર અને કેપ્સિકમના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરો. 

- તેમાં કેરીનું અથાણું અને મસાલા ઉમેરો. 

- એક સર્વિંગ પ્લેટમાં જીરા રાઈસ સાથે અચારી પનીર સર્વ કરી શકો છો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons