શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

દૂધીના થેપલા


દૂધીના થેપલા



સામગ્રી:
1 દૂધી
1 1/2 કપ ઘઊંનો લોટ
6 ટેબલસ્પૂન બેસન
1/2 ટીસ્પૂન હળદર
1/4 ટીસ્પૂન અજમો
1/2 લાલ મરચાંનો પાવડર
3 ટીસ્પૂન દહીં
મીઠું, સ્વાદ અનુસાર
જરૂર પ્રમાણે તેલ

રીત:

- દૂધીની છાલ ઉતારી લો અને તેને છીણીને એકબાજુ રાખી દો.

- છીણેલી દૂધીમાં ઘઊંનો લોટ, બેસન, હળદર, લાલ મરચાંનો પાવડર, અજમો, દહીં અને મીઠું એક મિક્સિંગ બાઉલમાં મિક્સ કરો.

- તેમાં પાણી ઉમેરીને નરમ કણક બાંધો.

- કણકમાંથી નાનો લૂઓ લઈને તેમાંથી ગોળ થેપલા વળો.

- હવે થેપલાને તવા પર તેલ સાથે શેકી લો.

- બન્ને બાજુ લાઈટ બ્રાઉન રંગના થાય ત્યા સુધી શેકી લો.

- બાકીના કણકમાંથી પણ તેવા જ થેપલા વણી લો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons