શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

મેક્સિકન લઝાનિયા


મેક્સિકન લઝાનિયા


સામગ્રી:

6 મોટા ઈંડા
2 ટેબલસ્પૂન પાણી
1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1/4 ટીસ્પૂન જીરુ પાવડર
માખણ, 1 ટેબલસ્પૂન
5 (10 ઈંચ) ફ્લોર ટોર્ટિલા
1 કેન રિફ્રાઈડ બિન્સ વિથ ગ્રીન ચિલી
2 કપ રિડ્યૂસ્ડ ફેટ-ચેડાર ચિઝ
1/2 કપ પાર્ટ-સ્કિમ રિકોટા ચીઝ
350 ગ્રામ ટોમેટો સાલ્સા
1 કપ સમારેલી કાકડી
લીલા ધાણા

રીત:

- એક મધ્યમ કદના બાઉલમાં ઈંડા, પાણી, લાલ મરચાનો પાવડર અને જીરુ પાવડરને બરાબર ફીણી લો.

- એક સ્કિલેટને મધ્યમ આંચ પર ગરમ કરો અને તેમાં માખણ ગરમ કરો. તેમાં ઈંડાનુ મિશ્રણ ઉમેરો. તેને ઢાંકીને ધીમી આંચ પર પાકવા દો, લગભગ 7થી 9 મિનીટ સુધી.

- ટોર્ટિલાને ગ્રીઝ કરેલી 9-10ઈંચની સ્પ્રિંગફોર્મ પેનમાં મૂકો. તેના પર 1/2 કેન બિન્સ અને 1 કપ ચેડાર ચીઝ પાથરો.

- તેના પર બીજા ટોર્ટિલા, રિકોટા ચીઝ અને 1/2 કપ સાલ્સા મૂકો. તેના પર અન્ય એક ટોર્ટિલા મૂકો અને તેના પર તૈયાર કરેલ ઈંડાનુ મિશ્રણ, 1/2 કપ સાલ્સા પાથરો.

- તેના પર અન્ય ટોર્ટિલા મૂકીને બાકીના બિન્સ, કાકડી અને 1/2 કપ ચેડાર ચીઝ પાથરો. તેના પર વધેલા ટોર્ટિલા મૂકી દો.

- અવનને 350 ફેરનહિટ પર ગરમ કરો. તૈયાર કરેલ ટોર્ટિલાને 20 મિનીટ સુધી બેક કરો. ઓવનમાંથી બહાર કાઢીને તેને પર વધેલુ ચેડાર ચીઝ અને સાલ્સા પાથરો.

- વધુ 10 મિનીટ સુધી બેક કરો. ત્યાર બાદ 5-10 મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ પેનની રિમ ખોલી નાંખો અને લઝાનિયાને ટુકડામાં કાપી લો.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons