શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

લચકો દાળ


લચકો દાળ


સામગ્રી:

500 ગ્રામ મગની દાળ (મગની મોગર)
ગોળ, સ્વાદ અનુસાર
1 ટીસ્પૂન રાયના દાણા
મીઠું સ્વાદ અનુસાર
2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ચપટી ધાણા જીરુ પાવડર
વઘાર કરવા માટે તેલ
1 ટમેટું

રીત:

- મગની મોગરને 10 મિનીટ પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં 5 મિનીટ સુધી બાફી લો.

- એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાયના દાણા ઉમેરો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ ઉમેરો.

- ટમેટાને ઝીણુ સમારીને તેમાં ઉમેરો. સાથે ગરમ મસાલો, મીઠું, લાલ મરચાંનો પાવડર ઉમેરો. સ્વાદ અનુસાર ગોળ ઉમેરો.

- હવે દાળને ઢાંકીને 10 મિનીટ સુધી પાકવા દો. જ્યારે પાણી બળી જાય ત્યારે ગેસ બંધ કરી દો.

- ગરમા ગરમ લચકો દાળ રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો

1 ટિપ્પણી(ઓ):

kash કહ્યું...

nice

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons