શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

ડાયેટ ઉપમા


ડાયેટ ઉપમા



સામગ્રી:

250 ગ્રામ રવો
2 ગાજર
1 કપ વાલ અથવા ફણગાવેલા કઠોળ
1\2 lime
1\2 લીંબુ
1\2 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
1 લીલુ મરચું
1 ટમેટું
લીમડાના પાન
લસણની 2 કળી
4 કપ પાણી
લીલા ધાણાના પાન, ગાર્નિશ કરવા
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. ધ્યાન રાખો તે વધુ પડતું ગરમ ન થઈ જાય.
- તેમાં લીમડાનાં પાન, લસણ અને લીલા મરચાં સમારીને નાંખો.
- લસણ લાઈટ બ્રાઉન રંગનુ થઈ જાય એટલેમાં તેમાં પાણી ઉમેરો.
- પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં રવો ઉમેરો.
- જ્યારે રવો ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ગાજર, વાલ અથવા ફણગાવેલા કઠોળ અને ટમેટું ઉમેરો
- ધીમી આંચ પર પકાવો અને તેમાં મીઠું ઉમેરો.
- ઉપમા તૈયાર થઈ જાય એટલે લીલા ધાણા ગાર્નિશ કરો.
- સર્વ કરતા પહેલા લીંબુનો રસ ઉમેરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons