શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

સેવ ટમેટા


સેવ ટમેટા


સામગ્રી:

1 કપ સેવ
3 મધ્યમ કદના ટમેટા
1 ડુંગળી, સમારેલી
1/2 ટીસ્પૂન આદુ, છીણેલુ
1 લીલુ મરચું
1 ટીસ્પૂન ગમર મસાલો
મીઠું, સ્વાદ અનુસાર
1/2 ટીસ્પૂન રાયના દાણા
1/2 ટીસ્પૂન જીરુ
હીંગ, એક ચપટી
1/2 ટીસ્પૂન હળદર પાવડર
1/2 ટીસ્પૂન જીરુ પાવડર
2 ટીસ્પૂન તેલ

રીત:

- એક પેનમાં તેલ ગરમ કરો.

- તેમાં જીરુ,રાય, હીંગ અને લીલા મરચાં ઉમેરો.

- તેમાં સમારેલી ડુંગળી અને આદુ ઉમેરો.

- ડુંગળી લાઈટબ્રાઉન થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યારે તેમાં સમારેલા ટમેટા ઉમેરો.

- તેમાં ગરમ મસાલો, જીરૂ પાવડર, હળદર અને મીઠું ઉમેરો.

- એક કપ પાણી ઉમેરીને 10 મિનીટ સુધી પાકવા દો.

- ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારે તેના પર સેવ ભભરાવી ગરમા ગરમ સર્વ કરો

2 ટિપ્પણી(ઓ):

B M PARMAR કહ્યું...

વાનગીઓની ખુબ જ સારી માહિતી આપી છે આભાર તમામ પ્રકારના મસાલાઓ બનાવવાની રીતો પોસ્ટ કરશો એવી આશા

Unknown કહ્યું...

8 માણસો માટે બનાવું હોઈ તો

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons