શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

બટાટાનું શાક


બટાટાનું શાક


સામગ્રી:

5 નાના બટાટા (ધોઈને સમારેલા)
1 ટીસ્પૂન જીરુ
1 ટીસ્પૂન રાયના દાણા
1 ચપટી હીંગ
1/4 ટીસ્પૂન જીરુ
1/4 ટીસ્પૂન ધાણા પાવડર
1/4 લાલ મરચાંનો પાવડર
1 ચપટી હળદર પાવડર
1 ટેબલસ્પૂન તેલ
4 લીમડાનાં પાન
મીઠું સ્વાદ અનુસાર

રીત:

- એક પેનમાં તેલ ગરમ કરો અને ત્યાર બાદ તેમાં રાય-જીરુંના દાણા ઉમેરો.

- જ્યારે રાયના દાણા ફૂટી જાય ત્યાર બાદ તેમાં હીંગ, લીમડાંના પાન, હળદર અને બટાટાના ટુકડા ઉમેરો.

- થોડી વાર સુધી હલાવો જેથી બધો મસાલો અને બટાટા બરાબર મિક્સ થઈ જાય.

- ત્યારબાદ તેમાં જીરૂ પાવડર, ધાણા પાવડર અને લાલ મરચાંનો પાવડર પણ ઉમેરો.

- બરાબર મિક્સ કર્યા બાદ તેમાં 1 1/2 કપ પાણી ઉમેરો. બટાટા પાકી જાય ત્યા સુધી પાકવા દો.

- થોડી થોડી વારે હલાવતા રહો જેથી ચોંટે નહીં.

- તૈયાર છે બટાટાનું ચટાકેદાર શાક.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons