શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

પનીર તાસ કબાબ


પનીર તાસ કબાબ


સામગ્રી: 

1 ટેબલસ્પૂન ફ્રેશ ક્રિમ
8 સ્લાઈસ ચીઝ
1 કપ છીણેલું ચીઝ
1/2 ટીસ્પૂન મરી પાવડર
2 મધ્યમ કદના ટમેટાં સમારેલા
8 ટેબલસ્પૂન ફૂદિનાની ચટણી
2 મધ્યમ કદની ડુંગળી
400 ગ્રામ પનીર

મેરિનેડ કરવા માટે:

ચાટ મસાલો, સ્વાદ માટે
1/3 કપ જમાવેલું દહીં
2 ટેબલસ્પૂન રાયનું તેલ
4 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન ધાણા પાવડર
1 ટીસ્પૂન જીરુ પાવડર
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું સ્વાદ અનુસાર

રીત:

- પનીરને ટુકડામાં સમારી લો.

- મેરિનેડ કરવાની બધી સામગ્રી મિક્સ કરો અને તેમાં પનીરના ટુકડા મિક્સ કરી દો.

- 10 મિનીટ માટે બાજુ પર રહેવા દો.

- પનીરના ટુકડાઓ પર ફૂદિનાની ચટણી પાથરો.

- સમારેલી ડુંગળી અને ટમેટાં પનીરના દરેક ટુકડા પર મૂકો અને તેના પર છીણેલું ચીઝ પાથરો.

- પનીરના દરેક ટુકડા પર આ પ્રકારે મેરિનેડ મિશ્રણ પર ફૂદિનાની ચટણી અને ડુંગળી-ટમેટું મૂકો.

- ક્રિમ અને મરી પાવડરને મિક્સ કરો અને તેને પનીરના બધા ટુકડાની સૌથી ઉપર મૂકો.

- ચીઝની સ્લાઈસને પનીરના ટુકડા પર મૂકો અને મધ્યમ તાપમાન પર ઓવનમાં 10 મિનીટ સુધી બેક કરો.

- હવે ઈચ્છિત સાઈઝમાં કટ કરીને સર્વ કરો પનીર તાસ કબાબ.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons