શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

પાલકનાં ઢોકળાં


પાલકનાં ઢોકળાં


સામગ્રી: 

પાલકની પ્યોરી, 2 કપ
તુવેરની દાળ, 1 કપ
દહીં, 2 કપ
સમારેલાં લીલાં મરચાં, 3 નંગ
ખાંડ, 1 ટીસ્પૂન
હિંગ, અડધી ટીસ્પૂન
લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન
રાઇ, 1 ટીસ્પૂન
તલ, 2 ટીસ્પૂન
તેલ, જરૂર પ્રમાણે
મીઠું, સ્વાદ મુજબ

રીત:

- તુવેરની દાળને પાંચ-છ કલાક પલાળી પછી તેને દહીં સાથે ક્રશ કરી લો અને આ ગ્રેવીને એક બાઉલમાં કાઢો.

- તેમાં સમારેલાં લીલાં મરચાં, પાલકની ગ્રેવી, મીઠું, ખાંડ અને હિંગ મિકસ કરો.

- લીંબુના રસમાં થોડું ફ્રુટ સોલ્ટ નાખીને ખીરામાં ભેળવો અને થોડું તેલ નાખી ખીરું તૈયાર કરો.

- ઢોકળાંની થાળીને તેલવાળી કરી તેમાં ખીરું રેડી ઢોકળાંના કૂકરમાં બાફવા મૂકો.

- પંદર-વીસ મિનિટ સુધી રાખી ઠંડા થાય એટલે ટુકડા કરી નાખો.

- તેલમાં રાઇ અને તલનો વઘાર કરી આ વઘાર ઢોકળાં પર રેડી દો.

- પાલક ઢોકળાંનો સ્વાદ માણો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons