શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

ગોબી મન્ચુરિયન


ગોબી મન્ચુરિયન



સામગ્રી:

ફૂલગોબી, 1
મેંદો, 1/4 કપ
કોર્નફ્લોર, 3 ટીસ્પૂન
આદુ-લસણની પેસ્ટ, 3 ટીસ્પૂન
લીલી ડુંગળી, 1 જૂડી
લાલ મરચાનો પાવડર, 1/4 ટીસ્પૂન
લાલ મરચા, 2
તેલ, 3 ટીસ્પૂન
દૂધ, 1 ટીસ્પૂન
પાણી, 1-1/4 કપ
સોયા સોસ, સ્વાદ અનુસાર
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

1. ફૂલગોબીને ધોઈને ટુકડા કરી લો. લીલી ડુંગળની ઝીણી સમારી લો.

2. ફૂલગોબીના ટુકડાને પાણીમાં બાફી લો. આ પાણીમાં દૂધ ઉમેરો. 3 મિનીટ પછી ફૂલગોબીના ટુકડાને પાણીમાંથી કાઢીને નિતારી લો.

3. મેંદો અને કોર્નફ્લોર મિક્સ કરો. તેમાં લાલ મરચાંનો પાવડર, 1/2 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.

- એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ફૂલગોબીના ટુકડાને મેંદાના તૈયાર ખીરામાં બોળીને તેલમાં તળીને બાજુમાં રાખી દો.

- લાલ મરચાનો ક્રશ કરી લો. બાકીની આદુ-લસણની પેસ્ટ અને ક્રશ કરેલા લાલ મરચાંને તેલમાં ઉમેરો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

- તેમાં લીલી ડુંગળી અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. એક મિનીટ સુધી સાંતળો. તેમાં પાણી ઉમેરો અને તેને ઉકળવા દો.

- હવે વધેલા કોર્નફ્લોરને 1/4 કપ પાણીમાં મિક્સ કરો. આ મિશ્રણને ગ્રેવીમાં ઉમેરો. જ્યા સુધી આ ગ્રેવી ટ્રાન્સપરન્ટ ન થવા લાગે ત્યા સુધી ઉકાળો.

- ફૂલગોબીના તૈયાર કરેલા મન્ચુરિયન અને સોયા સોસને ગ્રેવીમાં મિક્સ કરો. 2 મિનીટ સુધી ઉકળવા દો.

- તૈયાર છે ફૂલગોબી મન્ચુરિયન. સર્વ કરો રાઈસ સાથે.

આપ અહીં ક્યા પ્રકારની રેસિપી વાંચવા માંગો છો તે અમને લખી જણાવો. 

તમને આવડતી કોઈપણ ભારતીય વેજ રેસિપી અમને લખી મોકલાવો, જે આપના નામ સાથે અહીં પ્રકાશિત કરવામાં આવશે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons