શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

દાળ ઢોકળી


દાળ ઢોકળી


સામગ્રી:

દાળ માટે:

1 1/2 કપ તુવેર દાળ (બાફીને પીસેલી)
2 મધ્યમ કદના ટમેટા, સમારેલા
1/2 કપ બાફેલી સિંગ
1/2 ટીસ્પૂન, આદુની પેસ્ટ
લીલા મરચા, 2-3, સમારેલા
લીમડાના પાન, થોડા
1 ટેબલસ્પૂન ગોળ
1 ટેબલસ્પૂન આંમલીનો પલ્પ
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
1 ટીસ્પૂન રજવાડી ગરમ મસાલો
1 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા
મીઠું, સ્વાદ અનુસાર
2 ટેબલસ્પૂન તેલ
1 ટીસ્પૂન, રાય-જીરુના દાણા
1/4 ટીસ્પન હીંગ
1/4 ટીસ્પૂન હળદર

ઢોકળી માટે:

1 1/2 કપ આખા ઘઊંનો લોટ
1/2 કપ બેસન
મીઠું, સ્વાદ અનુસાર
1 ટેબલસ્પૂન ધાણા જીરુ પાવડર
હીંગ, 1 ચપટી
હળદર, 1 ટીસ્પૂન
2 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
કણક બાંધવા માટે પાણી

રીત:

ઢોકળી:

- બધી જ સામગ્રીને મિક્સ કરીને પાણી સાથે નરમ કણક બાંધો. કણક બાંધ્યા પછી થોડું તેલ લઈને તેને વધુ નરમ બનાવી શકાય છે. તેને ઢાંકીને બાજુ પર રાખી દો.

દાળ:

- એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાયજીરુ ઉમેરીને તેને તતળવા દો.

- તેમાં હીંગ, હળદર, લાલ મરચાનો પાવડર અને પીસેલી દાળ ઉમેરીને 1 મિનીટ પકાવો અને પછી પાણી,મીઠું, મસાલો, આદુ, લીલા મરચા, લીમડાના પાન, ટમેટા, ગોળ, આંમલીનો પલ્પ અને બાફેલી સિંગ ઉમેરો.

- હવે દાળને મધ્યમ આંચ પર ઉકળવા દો.

- હવે બાંધેલા કણકમાંથી ગોળ પાતળી રોટલી વણો અને તેને તવા પર તેલ વગર અધકચરી શેકી લો.

- આ દરેક રોટલીને નાના ચોરસ ટુકડામાં કાપી લો અને તેને ઉકળતી દાળમાં ઉમેરો.

- 5 મિનીટ સુધી ઉકળવા દો.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને દેશી ઘી સાથે સર્વ કરો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons