શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

બેકડ બિન્સ પનીર


બેકડ બિન્સ પનીર


સામગ્રી:

બટાકાના માવા માટે:
બટાકા, ૩ નંગ
સમારેલા લીલાં મરચાં, 3
કોર્નફ્લોર, 3 ટીસ્પૂન
મીઠું, સ્વાદ મુજબ

વટાણા અને લીલી તુવેરના માવા માટે:
બાફેલા વટાણા, 1 કપ
બાફેલી તુવેર, 1 કપ
લીંબુનો રસ, ૧ ટીસ્પૂન
ખાંડ, 1 ટીસ્પૂન
સમારેલી કોથમીર 1 ટીસ્પૂન
મીઠું, સ્વાદ મુજબ

પનીરના માવા માટે:
પનીરનું છીણ, 150 ગ્રામ
સમારેલી ડુંગળી,1 નંગ
સમારેલાં મરચાં, ૩
મીઠું, સ્વાદ મુજબ

બેકિંગ માટે:
માખણ, 1 ટીસ્પૂન
મલાઇ, 2 ટીસ્પૂન
દહીં, ૩ ટીસ્પૂન
ચીઝનું છીણ, 3 ટેબલસ્પૂન
મીઠું, સ્વાદ મુજબ

રીત:

- બટાકાને બાફી, છોલીને મસળી નાખવા. તેમાં મીઠું, કોર્નફ્લોર અને લીલાં મરચાં નાખી બરાબર મિકસ કરો.
- પછી બાફેલા વટાણા અને તુવેરમાં બધી સામગ્રી નાખી મિકસ કરો.
- પનીરમાં પણ બધી સામગ્રી નાખી મિકસ કરો.
- બેકિંગ ડશિમાં પહેલાં માખણ લગાવી તેમાં બટાકાનો માવાનો થર કરો.
- તેના પર વટાણા અને તુવેરના દાણાના માવાનો થર પાથરો.
- ઉપર પનીરના માવાનો થર પાથરો. પનીરના મિશ્રણમાં મલાઇ, મીઠું, દહીં અને માખણ ભેગા કરી પાથરવું અને છેલ્લે ચીઝનું છીણ ભભરાવવું.
- ઓવનને અગાઉથી ૪૨૫ ડિગ્રીએ ગરમ કરી તેમાં પહેલાં પંદર મિનિટ અને પછી ૧૦૦ ડિગ્રી તાપમાન કરી પંદર મિનિટ બેક કરવું.
- બેક થઇ ગયા પછી બહાર કાઢી લઇ સહેજ ઠંડું થાય એટલે પીસ કરી સોસ સાથે સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons