શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

મગની દાળ અને પાલકનાં દહીંવડાં


મગની દાળ અને પાલકનાં દહીંવડાં


સામગ્રી:

મગની મોગર દાળ, 1 કપ
પાલક, 500 ગ્રામ
દહીં, 500 ગ્રામ
પૌંઆ, 1 કપ
કોર્નફ્લોર, બાઇન્ડિંગ માટે
આદું-મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન
મીઠું, મરચું, જીરું પાઉડર, સ્વાદ મુજબ
તેલ, જરૂર પ્રમાણે

રીત:

- મગની મોગર દાળને ત્રણથી ચાર કલાક પલાળી રાખો. પાલકની ભાજીને ધોઇને સમારી લો.
- પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં પાલકની ભાજીના પાન નાખો. રંગ બદલાય એટલે ગેસ બંધ કરી દો.
- ઠંડું કરી તેની પેસ્ટ બનાવો. દાળને કોરી કરી ગેસ પર વધારે કડક બનાવો.
- થોડી વાર પછી પાલકની પેસ્ટ, આદું-મરચાંની પેસ્ટ અને પૌંઆને ધોઇને નાખો.
- સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય એટલે ગેસ પરથી ઊતારી લો.
- મિશ્રણના ગોળા વાળી કોર્નફ્લોરમાં લપેટો અને એક કડાઇમાં તેલ ગરમ મૂકી તળી લો.
- સર્વ કરતી વખતે વડાં પર દહીં, મીઠું, મરચું, જીરા પાઉડર, ખજૂર-આંબલિની ચટણી, કોથમીર ભભરાવી સ્વાદ માણો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons