શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

ગ્રીન પાલક પુલાવ


ગ્રીન પાલક પુલાવ


સામગ્રી:

લીલા વટાણા, 1 કપ
ચોખા, 2 કપ
પાલકની ભાજી, ૧ જૂડી
ઘી, 2 ટેબલસ્પૂન
સમારેલી લીલી ડુંગળી, 1 કપ
આદું, એક નાનો ટુકડો
મરચાં, 3
સમારેલી કોથમીર, 1 કપ
સમારેલી ડુંગળી, 1 કપ
લવિંગ-તજ, 2-3 નંગ
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- ચોખા ધોઇને બે કલાક પલાળી રાખો. પેસ્ટ તૈયાર કરો.
- પાલકનો પલ્પ બનાવો.
- એક વાસણમાં ઘી ગરમ કરીને પેસ્ટ સાંતળો, તેમાં ડુંગળી સાંતળો અને ચોખા નિતારીને સાંતળી લો.
- તેમાં વટાણા ઉમેરો. તેને સાંતળીને પાલકનો પલ્પ અને મીઠું નાખી છુટા ભાત તૈયાર કરો.
- પુલાવ તૈયાર થઇ જાય એટલે આંચ પરથી ઉતારી લો.
- એક વાસણમાં ઘી ગરમ કરીને જીરું-તજ-લવિંગ, લીલી ડુંગળી સાંતળો અને તેને પુલાવમાં મિકસ કરીને બાઉલમાં કાઢો.
- કોથમીર ભભરાવીને સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons