શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

આલુ ગોબી મસાલા


આલુ ગોબી મસાલા


સામગ્રી:

ફૂલગોબી 1/2 કિલો
બટાટા, 2 મધ્યમ કદના
1 ઝીણી સમારેલી ડુંગળી
1 ઝીણુ સમારેલુ ટમેટું
લીલા વટાણા 1/2 કપ
આદુ પેસ્ટ, 1/2 ટીસ્પૂન
લસણની પેસ્ટ, 1/2 ટીસ્પૂન
2 ઝીણા સમારેલા લીલા મરચા
જીરુ પાવડર, 1 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
હળદર પાવડર, 1/4 ટીસ્પૂન
ગરમ મસાલો, 1 ટીસ્પૂન
ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન
વેજીટેબલ ઓઈસ, 3 ટેબલસ્પૂન
મીઠું, સ્વાદ અનુસાર
લીલા ધાણા સમારેલા, ગાર્નિશ કરવા માટે

રીત:

- ફૂલગોબી અને બટાટાને નાના ટુકડામાં સમારી લો અને બરાબર ધોઈ લો.

- એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. તેમાં લીલા મરચા, આદુ-લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળો.

- તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને મધ્યમ આંચ પર સાંતળો અને તેને લાઈટ બ્રાઉન થવા દો. હવે તેમાં સમારેલા ટમેટા અને લીલા વટાણા ઉમેરો.

- તેમાં લાલ મરચાનો પાવડર, ધાણા-જીરુ પાવડર, હળદર, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. બરાબર મિક્સ કરો.

- હવે તેમાં ફૂલગોબી અને બટાટા ઉમેરો અને હલાવો. 5 મિનીટ સુધી સાંતળો. પેનને ઢાંકી દો અને મધ્યમ આંચ પર પાકવા દો. થોડી થોડી વારે હલાવતા રહો જેથી તે તળિયા સાથે ચોંટી ન જાય.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons