શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

રોસ્ટેડ વેજીટેબલ સલાડ


રોસ્ટેડ વેજીટેબલ સલાડ


સામગ્રી:

ગાજર, 250 ગ્રામ (છાલ ઉતારીને પાતળી સ્લાઈસ કરેલા)
1 મધ્યમ કદની ડુંગળી, સ્લાઈસ કરેલી
1 લાલ કેપ્સિકમ, 1/4 ઈંચના ટુકડામાં સમારેલુ
ફેટ-ફ્રી ઈટાલિયન ડ્રેસિંગ, 1 ટેબલસ્પૂન
મીઠું, 1/2 ટીસ્પૂન
લીંબુ-મરી સિઝનિંગ, 1/4 ટીસ્પૂન
બાલ્સેમિક વિનેગર, 1 ટેબલસ્પૂન

રીત:

- ઓવનને 375 ડીગ્રી પર પહેલાથી ગરમ કરીને રાખો.
- એક મોટી બેકિંગ પેન લઈને તેમાં નોનસ્ટિક કુકિંગ સ્પ્રે લગાડો.
- એક મોટા બાઉલમાં બધી જ સામગ્રી મિક્સ કરીને તેને બેકિંગ ડિશમાં પાથરો. 25થી 30 મિનીટ સુધી બેક કરો.
- 15 મિનીટ પછી ફરી હલાવીને મિક્સ કરો અને લાઈટ બ્રાઉન અને કેરેમલાઈઝ્ડ થઈ જાય ત્યા સુધી ફરી બેક કરો.
- સાઈડ ડિશ તરીકે ગરમા ગરમ કે સામાન્ય ગરમ હોય ત્યારે પીરસો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons