શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

વેજીટેબલ જલફ્રેઝી


વેજીટેબલ જલફ્રેઝી


સામગ્રી:

ગાજર, 2
ફૂલગોબી, 8-9 ટુકડા
લીલા વાલ, 11-12 ફળી
લીલા કેપ્સિકમ, 2 નાના કદના
લીલા વટાણા, 1/2 કપ
ટમેટુ, 1 નાનુ
ડુંગળી, મધ્યમ કદની, 2
બદામ, 7-8
કાજૂ, 7-8
આદુ, 2 ઈંચનો ટુકડો
લસણ, 2-3 કળી
જીરુ, 1 ટીસ્પૂન
લાલ મરચાનો પાવડર, 1 ટેબલસ્પૂન
લીલા ધાણાનો પાવડર, 1 ટેબલસ્પૂન
લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન
લીલા ધાણા, ઝીણા સમારેલા
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- શાકભાજીને 1 ઈંચના ટુકડામાં સમારી લો.

- એક ડુંગળીને સમારીને બાજુ પર રાખી દો. બીજી ડુંગળીની પાતળી સ્લાઈસ કરીને બાજુ પર મૂકી દો.

- બદામ અને કાજૂની પેસ્ટ બનાવી લો.

- આદુ અને લસણને સાથે પીસી લો.

- હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ ઉમેરો.

- તેલમાં પીસેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી પકાવો.

- ગેસની આંચ ધીમી કરો. તેમાં આદુ-લસણની પેસ્ટ, લીંબુનો રસ, લાલ મરચાનો પાવડર અને સૂકા ધાણાનો પાવડર ઉમેરો. એકાદ મિનીટ પછી તેમાં બદામ-કાજૂની પેસ્ટ ઉમેરો. મિશ્રણ ઘટ્ટ અને કોરુ થાય ત્યા સુધી તેને પકાવો. કઢાઈની કિનારીએથી છૂટુ પડવા દો.

- તેમાં ગાજર, ફૂલગોબી અને લીલા વાલના દાણા ઉમેરો. બરાબર મિક્સ કરો. 1 કપ પાણી ઉમેરો. હલાવીને તેને ઢાંકી દો અને 4-5 મિનીટ સુધી પકાવો.

- હવે તેમાં લીલા કેપ્સિકમના ટુકડા, ટમેટા, લીલા વટાણા અને સ્લાઈસ કરેલી ડુંગળી ઉમેરો અને સતત હલાવતા રહો.

- શાકભાજી પાકી જાય ત્યા સુધી પાકવા દો. અને હવે તેમાં મીઠું ઉમેરો.

- ગેસ પર 1 મિનીટ સુધી પાકવા દો.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ વેજીટેબલ જલફ્રેઝી સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons