શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

તુવેર વટાણા પરોઠા


તુવેર વટાણા પરોઠા


સામગ્રી:

બાફેલા વટાણા, 1 કપબાફેલી તુવેર, 1 કપમેંદો, 3 કપજીરું, 1 ટીસ્પૂનલીલાં મરચા, 5પરાઠા શેકવા માટે ઘી, 3 ટેબલસ્પૂન મીઠું, સ્વાદ મુજબપાણી, જરૂર પ્રમાણે

રીત:

- બાફેલા વટાણા અને તુવેરને ક્રશ કરી લો.

- એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં જીરું સાંતળી સમારેલાં લીલાં મરચા, ક્રશ કરેલા તુવેર-વટાણા અને મીઠું નાખો.

- એક મિનિટ હલાવી પછી નીચે ઉતારી મિશ્રણને ઠંડું પડવા દો.

- મેંદાને ચાળી તેમાં ઘીનું મોણ નાખી જરૂર પૂરતું પાણી લઇ લોટ બાંધો. તેમાંથી દસ-બાર લૂઆ બનાવો.

- દરેક લૂઆના પરોઠા વણી તેમાં વચ્ચે વટાણા-તુવેરનું મિશ્રણ મૂકી કિનારી ભેગી કરો અને ફરીથી પરોઠા વણો.

- આ પરોઠાને ઘી મૂકી બંને બાજુએ આછા બ્રાઉન રંગના સાંતળો.

રશ્મિ ઠાકોર, રાજપીપળા

આપ પણ અમને મોકલાવી શકો છો તમને આવડતી કોઈ સ્વાદિષ્ટ રેસિપી જે તમારા નામ સાથે અહીં પ્રકાશિત કરવામાં આવશે. આપ આપની રેસિપી નીચે લખી મોકલાવી શકો છો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons