બુધવાર, 16 ફેબ્રુઆરી, 2011

શાહી ભરવાં આલુ… (પંજાબી શાક)

ઘણા સમયથી ‘દાદીમાની રસોઈ’ વિભાગમાં માં એક પણ નવી પોસ્ટ મૂકી શકાઈ નથી; પરંતુ હવેથી અઠવાડિયે એક નવી પોસ્ટ નવી રેસિપી સાથે જરૂરથી વાંચવા મળશે તેવી અમારી નમ્ર કોશિશ રેહશે. આજની પોસ્ટ રાજસ્થાની સબ્જી ની છે. આપના દરેક પ્રતિભાવ અમારાં માટે અતિ મહત્વના રહે છે, જે અમોને પ્રેરક બળ તેમજ માર્ગદર્શન આપતા રહે છે, જેની અપેક્ષા સહ….
(૧) શાહી ભરવાં આલુ: (રેસિપી)
સામગ્રી :
.
૧] ૪ મીડીયમ બટાટા
૨] ૩ ટે. સ્પૂન મેંદો
૩] તળવા માટે તેલ
.
બટાટાની અંદર ભરવા માટેના પૂરણ (ફિલિંગ) માટેની સામગ્રી:
.
૧] ૧૦૦ ગ્રામ. પનીર
૨] ૧ ટે. સ્પૂન તેલ
૩] ૧ ડુંગળી સમારેલી
૪] ૧ લીલું મરચું સમારેલું
૫] ૭-૮ કાજુ
૬] ૮-૧૦ કિસમિસ
૭] મીઠું સ્વાદ અનુસાર
.
ગ્રેવી માટે ની સામગ્રી:
.
૧] ૨ ટે. સ્પૂન તેલ
૨] ૧ તેજ પતા
૩] ૧ ટે. સ્પૂન શાહજીરુ
૪] ૧ ટે. સ્પૂન કસુરી મેથી
૫] ૧ ટે. સ્પૂન ગરમ મસાલો
૬] ૪ ટે. સ્પૂન માવો
૭] ૧ કપ દૂધ
૮] મીઠું -સ્વાદ અનુસાર
.
ડુંગળીની પેસ્ટ માટે ની સામગ્રી:
.
૧] ૧ મોટી ડુંગળી
૨] ૧ કટકો આદુ
૩] બે કળી લસણ
૪] ૨ લવિંગ
૫] ૨ એલચી
૬] ૧ તાજ નો ટૂકડો
૭] ૨ મોટાં એલચા
.
ડુંગળી-લસણ-આદુ સાથે ઉપરોક્ત બધી જ સામગ્રી પીસી લેવી., અને પેસ્ટ તૈયાર કરવી.
.
ટામેટા ની પ્યુરી માટે ની સામગ્રી :
.
૧] ૪ ટામેટા (ઉકાળી લેવા)
૨] ૪ ટે. સ્પૂન કાજુ
.
ઉકાળેલા ટામેટા અને કાજુ ને મીક્ષર માં ક્રશ કરવા અને પેસ્ટ બનાવવી
.
બનાવવા ની રીત:

.
૪ કાચા બટેટા લઇ, છાલ ઉતારી કાણાં પાડી, વચ્ચેથી સ્કૂપ કરવા.(જેથી તેમાં પૂરણ ભરી શકાય.)
ત્યારબાદ મીઠાંવાળા પાણીમાં દસેક મિનિટ પલાળી રાખવા અને ત્યારબાદ, બહાર કાઢી અને તેલમાં બ્રાઉન કલરનાં તળી લેવા.
.
સ્ટફીંગ માટે: (પૂરણ)
.
બે ચમચી તેલ લો, ત્યારબાદ, ડુંગળી, મરચા અને કાજુ બારીક સુધારી અને સાંતળી લો. એકદમ બ્રાઉન કલરનું થવાં દેવું.ત્યારબાદ, પનીર ખમણી ને નાખવું. અને ત્યારબાદ કિસમિસ, ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર અને કોથમીર નાખી તરત જ ગેસ બંધ કરી દો અને હલાવી લો. સ્ટફિંગ તૈયાર છે.
.
ગ્રેવી માટે:
.
એક કડાઈ/પાન ગેસ પર મુકો અને તેમાં- ૨ ટે.સ્પૂન તેલ લો, અને તેમાં તેજ પત્તા, શાહીજીરું, એલચી, એલચા, અને તાજ-લવિંગ નાખો., ત્યારબાદ, કાંદા, આદુ, લસણ ની પેસ્ટ નાંખી અને એકદમ સાંતળી લો; ત્યારબાદ ટામેટા-કાજુની પ્યુરી ઉમેરો અને તેમાં મીઠું, ગરમ મસાલો, કસુરીમેથી નાખો; અને ઉકળવા દેવું, ઉકળે એટલે ક્રીમ (ફ્રેશ) મલાઈ નાખવું. અને નીચે ઉતારી લો.
.
તળેલાં બટેટામાં આગળ બનાવેલ સ્ટફિંગ/પૂરણ દબાવીને ભરો. એક પ્લેટમાં કોરા મેંદામાં ભરેલા બટેટા ?નીચેથી મેંદામાં ?રગદોળો અને લોઢીમાં /તાવીમાં થોડું તેલ મૂકી,તેલ માં એક સાઈડ સેકી લેવા; અને થોડા લાલ થાય એટલે લઈ લેવા.
.
સર્વ કરતી વખતે એક પ્લેટમાં બટાટા લો અને તેની ઉપર ગ્રેવી નાખો અને માથે ઝીણા મરચા -કોથમીર ભભરાવી/છાંટી અને સર્વ કરો.
.
આ રાજસ્થાની રેસિપી છે, જે લચ્છા કે મિસ્સી રોટી સાથે સામન્ય રીતે ઉપયોગમાં લઇ શકાઈ છે.
.
નોંધઃ લચ્છા રોટી તેમજ મિસ્સી રોટી ની રેસિપી હવે પછી અહીં મુકીશું.
.
રસોડાની આજની ટીપ્સ:
બટેટા બાફતા પેહલાં, લીંબુ વાળા પાણીમાં બોળી ને બાફવાથી બટેટા વધુ સફેદ થશે અને સ્વાદ પણ સારો આવશે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons