શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

દહીં કબાબ


દહીં કબાબ



સામગ્રી:

1.2 લીટર દહીં
100 ગ્રામ છીણેલું પનીર
40 ગ્રામ સમારેલી ડુંગળી
30 ગ્રામ સમારેલુ આદું
10 ગ્રામ સમારેલા લીલા ધાણા
1 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર (કબાબ રગદોળવા માટે)
30 ગ્રામ કાજૂનો પાવડર
30 ગ્રામ કિસમિસ
4 ગ્રામ સફેદ મરચાંનો પાવડર
4 ગ્રામ ઈલાયચીનો પાવડર
મીઠું, સ્વાદ અનુસાર
શેકવા માટે તેલ

રીત:

- ડુંગળી અને આદુને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી એક પેનમાં તેલ સાથે સાંતળી લો.

- તેમાં પનીર, લીલા ધાણા, કાજૂનો પાવડર, કિસમિસ, મરચાંનો પાવડર, ઈલાયચીનો પાવડર અને મીઠું મિક્સ કરો.

- તૈયાર કરેલા મિશ્રણમાંથી ટીક્કી વાળો અને તેને કોર્ન ફ્લોરમાં રગદોળો.

- એક સ્કિલેટમાં તેલ લઈને મધ્યમ આંચ પર ગરમ કરો.

- દરેક ટીક્કીને બરાબર શેકો.

- દહીં અને ચટણી સાથે સર્વ કરો.

લીલવા લખોટી


લીલવા લખોટી


સામગ્રી:1 કપ લીલા વટાણાના દાણા1 કપ લીલી તુવેરના દાણા1 કપ ઘી 50 ગ્રામ મોળો માવો1 કપ ખાંડ1 કપ વાટેલાં કાજુ, બદામ અને પિસ્તાં

રીત:

- વટાણા અને તુવેરને ચીલીકટરથી ક્રશ કરવા. - એક કડાઇમાં ઘી ગરમ મૂકવું. ઘી ગરમ થઇ ગયા બાદ તેમાં ક્રશ કરેલાં વટાણા અને તુવેરના મિશ્રણને નાખવું. - થોડી વાર શેક્યા પછી તેમાં માવો અને ખાંડ નાખવાં. મધ્યમ આંચે રાખી થોડી વાર હલાવવું. - કઢાઇમાં માવો છુટો પડતો લાગે એટલે ગેસ પરથી ઉતારી લો. - હવે મિશ્રણમાં સૂકો મેવો નાખી બરાબર મિકસ કરી તેમાંથી નાની નાની લખોટીઓ વાળવી.- લખોટી વાળવી ન હોય તો બરફી જેવા ચોરસ ટુકડા પણ કરી શકાય. - વધુ ડેકોરેશન માટે વરખ પણ લગાવી શકાય.



હાર્ટ શેપ પનીર કબાબ


હાર્ટ શેપ પનીર કબાબ




સામગ્રી:

300 ગ્રામ પનીર,
1/4 કપ દૂધ
5 ગ્રામ આદુ
3 ટેબલસ્પૂન મેંદો
1/4 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
2 લીલાં મરચાં
1 પેકેટ ખારા બિસ્કિટ
1 કપ લીલા ધામા
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

રીત:

- પનીરના મસળીને તેનો ચૂરો કરી લો.
- તેમાં ધાણા, આદુ, લીલાં મરચાં વગેરે ઝીણાં સમારીને ઉમેરો.
- તે જ મિશ્રણમાં લાલ મરચાંનો પાવડર અને મેંદો મિક્સ કરો.
- આ મિશ્રણમાંથી હાર્ટ શેપના કબાબ વાળી લો. તેના માટે તમે કટરનો ઉપયોગ કરી શકો છો.
- બિસ્કિટનો ચૂરો કરો.
- મેંદો અને દૂધ મિક્સ કરી લો.
- કબાબને દૂધ અને મેંદાના મિશ્રણમાં પલાળીને ત્યાર બાદ બિસ્કિટના ભૂકામાં રગદોળી લો.
- ત્યાર બાદ તેને તેલમાં લાઈટ બ્રાઉન થાય ત્યા સુ્ધી તળો.
- સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

નાળિયેર વડા

નાળિયેર વડા



સામગ્રી:

10 નંગ પાલકના પાન
લીલા નાળિયેરની કડક અથવા નરમ મલાઇ 
1 બાફીને સ્મેસ કરેલું બટાટું
2 ટેબલસ્પૂન પનીરના નાના ટુકડા 
1 ટીસ્પૂન આદું-લસણ-મરચાંની પેસ્ટ 
1 ટીસ્પૂન તલ
1 કપ બાફેલી મકાઇ
1 ટીસ્પૂન ગરમ મસાલો 
2 ટીસ્પૂન સીંગનો ભૂકો
1 ટીસ્પૂન મરીનો પાઉડર
1 કપ સમારેલી કોથમીર
1 ટીસ્પૂન લીંબુનો રસ
1 ટીસ્પૂન હળદર
1 કપ ચણાનો લોટ
1 કપ લીલા નાળિયેરનું પાણી
1 ચપટી ખાવાનો સોડા 
1 ટીસ્પૂન મેંદો 
મીઠું - સ્વાદ મુજબ
તેલ - તળવા માટે

રીત:

- સૌપ્રથમ ચણાના લોટમાં, મેંદો, મીઠું, ખાવાનો સોડા નાખીને તેમાં નાળિયેરનું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- ખીરામાં થોડા તલ પણ ઉમેરો. 
- ગેસ પર તવી મૂકી તેના પર તેલ મૂકી પાલકના પાનને સાંતળો.
- હવે તેમાં બાફેલી મકાઇ, બટાકા, સીંગનો ભૂકો, પનીરના ટુકડા, આદું-મરચાં-લસણની પેસ્ટ, કોથમીર, મરી પાઉડર, મીઠું, હળદર, લીંબુનો રસ, ગરમ મસાલો નાંખીને સારી રીતે મિક્સ કરો અને થોડી વાર રહેવા દઇ ગેસ પરથી ઉતારી લો. 
- હવે પાલકના પાનની દાંડલી કાપીને તેના પર ખીરું લગાવો. 
- નાળિયેરની પાતળી મલાઇ પાલકના પાન પર મૂકો અને મલાઇમાં એક ચમચી મસાલો મૂકો. 
- પાલકના પાનથી મલાઇને પેક કરો. આ પાનને મનગમતો આકાર આપી ખીરામાં બોળી ગરમ તેલમાં તળો. 
- આછા બ્રાઉન રંગનું થાય એટલે તેને વચ્ચેથી બે ભાગ કરીને સોસ સાથે સર્વ કરો.

પનીર ચીઝના લીલવા ઘૂઘરા


પનીર ચીઝના લીલવા ઘૂઘરા




સામગ્રી: 

2 કપ ઘઉંનો લોટ
500 ગ્રામ લીલા વટાણા
500 ગ્રામ તુવેર
2 ટીસ્પૂન વાટેલાં આદુ-મરચાં
1/2 કપ સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
ખાંડ અને લીંબુ સ્વાદ પ્રમાણે
તેલ, જરૂર પ્રમાણે
પનીર-ચીઝ જરૂર પ્રમાણે

રીત:

- લીલા વટાણા અને તુવેરને ક્રશ કરી લો.
- કઢાઇમાં બે ચમચા તેલ ઉમેરી તેમાં વટાણા-તુવેરનો ક્રશ કરેલો માવો ઉમેરો અને તેમાં મીઠું, લીંબુ, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર ભેળવીને થોડી વાર ચડવા દો.
- ઠંડુ પડે એટલે તેમાં પનીરના નાના ટુકડા અને ચીઝ છીણીને ભેળવો.
- ઘઉંના લોટમાં મીઠું નાખીને લોટ બાંધો.
- તેમાંથી પૂરી વણો અને તેમાં પૂરણ ભરી ઘૂઘરાનો આકાર આપો.
- ગરમ તેલમાં તળીને કોથમીરની ચટણી સાથે સ્વાદ માણો.

આંબળા અને આદુંના લાડુ

આંબળા અને આદુંના લાડુ


સામગ્રી:

125 ગ્રામ આંબળાનું છીણ
2 ટીસ્પૂન આદુંનું છીણ
60 ગ્રામ ખાંડ
1 ટીસ્પૂન ડ્રાયફ્રૂટનો ભૂક્કો
ચાંદીનો વરખ - સજાવટ માટે

રીત:

- સૌપ્રથમ એક મોટી કડાઇમાં આંબળા અને આદુંનું છીણ નાખો.
- પછી તેમાં ખાંડ નાખી પાંચ મિનિટ સુધી ચડવા દો. તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો નાખો.
- મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી તેને થાળીમાં કાઢી બે મિનિટ સુધી રહેવા દો.
- હવે હથેળી ઘીવાળી કરી તેના લાડુ વાળો. લાડુની ઉપર ચાંદીનો વરખ લગાવી સર્વ કરો.

આંબળા અને લીલા ચણાનું અથાણું


આંબળા અને લીલા ચણાનું અથાણું


આંબળા અને લીલા ચણાનું અથાણું

સામગ્રી:

1 કિલો મોટા આંબળા
250 ગ્રામ લીલા ચણા
150 ગ્રામ ધાણાનાં કુરિયા
50 ગ્રામ મેથીનાં કુરિયા
100 ગ્રામ રાયના કુરિયા
તજ, લવિંગ, હિંગ, મીઠું, હળદર, લાલ મરચું સ્વાદ મુજબ
તેલ જરૂર પ્રમાણે
આખા લાલ મરચાં (વઘાર માટે)

રીત:

- સૌપ્રથમ આંબળાને પાણીથી ધોઇ કોરા કરી તેના નાના ટુકડા કરવા.
- આંબળાના ટુકડા હળદર અને મીઠાના પાણીમાં બે દિવસ રાખવા.
- ત્રીજા દિવસે પાણી નિતારીને સ્વચ્છ કપડાં ઉપર, છાંયડામાં કોરા થવા મૂકો.
- આંબળાનું જે ખાટું પાણી વધ્યું હોય તેમાં લીલા ચણાને પાંચ-છ કલાક પલાળી રાખવા.
- પછી તેમાંથી પાણી નિતારીને તેને પણ કપડાં ઉપર પાથરવા.
- હવે એક તપેલીમાં રાઇ, મેથી, ધાણાનાં કુરિયાં વગેરે નાખો. તેમાં તજ, લવિંગ, આખા લાલ મરચાં, હિંગ નાખવા. - ત્યાર બાદ તેલ ગરમ કરી તેમાં વઘાર કરી ઢાંકી દેવું જેથી તેની સુગંધ જળવાઇ રહે.
- થોડી વાર પછી ઢાંકણ ખોલી, બધો મસાલો હલાવીને ભેળવવો.
- તે ઠંડુ પડે ત્યારે એમાં લાલ મરચું નાખવું.
- હવે તેમાં આંબળાના ટુકડા અને લીલા ચણા ઉમેરી બરાબર ભેળવી કાચની બરણીમાં ભરી લેવું.
- તેના ઉપર તેલ ગરમ કરીને ઠંડુ પડે ત્યારે રેડવું.
- તૈયાર થયેલા અથાણાંને ચમચાથી હલાવી મિકસ કરવું.
- તેમાં અથાણું ડૂબે તેટલું તેલ રાખવાથી તે તાજું રહેશે.
- સ્વાદ અને સ્વાસ્થ્ય માટે સૂકી આખી મેથી તેમાં નાખવી હોય તો જોઇતા માપ મુજબ લઇ, પલાળી, કોરી કરીને નાખી શકાય.

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons