સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

વેજીટેબલ નિલગીરી કોરમા


વેજીટેબલ નિલગીરી કોરમા


સામગ્રી:

1 ગાજર
1 કેપ્સિકમ
1 બટાટું
1/4 ફ્લાવર
10 ફણસી
1/2 કપ લીલા વટાણા
2 મધ્યમ કદની ડુંગળી
2 ટમેટા
10-12 લીમડાના પાન
1/4 કપ લીલા ધાણા સમારેલા
1 ટેબલસ્પૂન ગરમ મસાલો
મીઠું સ્વાદ અનુસાર
12 ટેબલસ્પૂન સીંગતેલ

પેસ્ટ માટે:

1/2 નારિયેળ
12 કળી લસણ
1 ઈંચ આદુનો ટુકડો
6 લાલ મરચાં
2 ટેબલસ્પૂન સૂકા ધાણા
1 ટીસ્પૂન જીરુ
2 ટેબલસ્પૂન ખસખસ
2 ટેબલસ્પૂન વરિયાળી

રીત:

- બધા શાકભાજીને ધોઈને એકસમાન ટુકડામાં સમારી લો. ડુંગળીની છાલ ઉતારીને સમારી લો. ટમેટાને ધોઈને તેની પ્યૂરી બનાવી લો.

- 2 ટેબલસ્પૂન તેલને એક પેનમાં ગરમ કરો. તેમાં પેસ્ટની સામગ્રી મિક્સ કરીને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે આ પેસ્ટને થોડા પાણી સાથે ગ્રાઈન્ડ કરી લો.

- લીલા ધાણાને સમારી લો. બટાટા, ફ્લાવર, ગાજર, ફણસીને મીઠા વાળા પાણીમાં અધકચરા બાફી લો. નિતારીને બાજુ પર મૂકી દો.

- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. લીમડાના પાન અને તૈયાર કરેલી મસાલા પેસ્ટને તેમાં ઉમેરો. તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દો.

- તેમાં શાકભાજી ઉમેરીને સતત હલાવતા રહો. તેમાં ટોમેટો પ્યૂરી ઉમેરીને ઉકળવા દો.

- તેમાં 2 કપ પાણી ઉમેરીને ઉકળવા દો જેથી શાકભાજી બધા પાકી જાય અને ગ્રેવી ઘટ્ટ બની જાય.

- તેના પર ગરમ મસાલો ભભરાવો અને હલાવીને ગરમા ગરમ સર્વ કરો વેજીટેબલ નિલગીરી કોરમા

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons