સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

પનીર ભુર્જી


પનીર ભુર્જી


સામગ્રી:

200 ગ્રામ પનીર
1 ટેબલસ્પૂન તેલ
1/4 ટીસ્પૂન જીરુ
2 લીલા મરચાં
1 નાની ડુંગળી
1/4 ટીસ્પૂન હળદર પાવડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 મધ્યમ કદનું ટમેટું
1/2 ટીસ્પૂન મીઠું
લીલા ધાણા ગાર્નિશ કરવા માટે

રીત:

- ડુંગળી, ટમેટું અને મરચાંને ઝીણા ઝીણા સમારી લો.

- હવે એક ઊંડાપેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, સમારેલી ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો. તે બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો.

- તેમાં મરચાં અને ટમેટા ઉમેરો અને તે પલ્પી અને નરમ થાય ત્યા સુધી પકાવો.

- ત્યાર બાદ હળદર, ગરમ મસાલો, મીઠું અને થોડું પાણી ઉમેરીને બધા મસાલાને ચઢવા દો.

- તેમાં છીણેલું પનીર ઉમેરી 5 મિનીટ સુધી ચઢવા દો જેથી પનીર સાથે મસાલો મિક્સ થઈ જાય.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ પનીર ભુર્જી સર્વ કરો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons