સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

તવા પનીર ચાટ


તવા પનીર ચાટ


સામગ્રી

પનીર - ૫૦૦ ગ્રામ

પાણીપૂરીની પૂરી - જરૂર પ્રમાણે

તેલ - ૩ ચમચા

સમારેલી ડુંગળી - ૨ નંગ

આદુંની પેસ્ટ - ૧ ચમચી

લસણની પેસ્ટ - ૧ ચમચી

સમારેલાં લીલાં મરચાં - ૩-૪ નંગ

ટોમેટો પ્યોરિ - પોણો કપ

પાઉંભાજીનો મસાલો - ૩-૪ ચમચા

મીઠું - સ્વાદ મુજબ

ચાટ મસાલો - અડધો ચમચો

સમારેલી કોથમીર - ૨-૩ ચમચા

રીત

પનીરના અડધા ઇંચના ટુકડા કરો. કડાઇમાં તેલ ગરમ કરી ડુંગળીને બ્રાઉન રંગની સાંતળો. તેમાં આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. થોડું પાણી રેડી એક મિનિટ હલાવો. લીલાં મરચાં ઉમેરી એક મિનિટ રાખો. તે પછી તેમાં ટોમેટો પ્યોરિ, પાઉંભાજીનો મસાલો, મીઠું અને ચાટ મસાલો ભેળવી ધીમી આંચે તેલ છુટું પડે ત્યાં સુધી રહેવા દો. પનીરના ટુકડા અને અડધા ભાગની કોથમીર નાખી હળવેથી હલાવો. બે મિનિટ ધીમી આંચે રહેવા દો. હવે દરેક પૂરીમાં નાનું કાણું પાડી તેમાં પનીરનું મિશ્રણ ભરી કોથમીરથી સજાવી સર્વ કરો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons