સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

કાચા કોલાર કટલેટ


કાચા કોલાર કટલેટ


સામગ્રી

કાચા કેળાં - ૪ નંગ
બાફેલા વટાણાનો છુંદો - અડધો કપ
હળદર - અડધી ચમચી
મીઠું - સ્વાદ મુજબ
તેલ - ૨ ચમચા
સમારેલી ડુંગળી - ૨ નંગ
આદુંની પેસ્ટ - ૧ ચમચી
મરચું - અડધી ચમચી
લીંબુનો રસ - અડધી ચમચી

રીત

કેળાંને છોલી તેના આડા બે ઇંચના ટુકડા કરો. તેને હળદર અને મીઠું લગાવો. તપેલીમાં એક કપ પાણી ગરમ કરી તેમાં આ ટુકડાને બાફી લો. ત્યાર બાદ પાણી નિતારીને કેળાંનો છુંદો કરો. નોનસ્ટિક કડાઇમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદુંની પેસ્ટ, બાકીનાં હળદર, મરચું નાખી બે-ત્રણ મિનિટ સાંતળો. તેમાં કેળાં અને બાફેલા વટાણાનો માવો મિક્સ કરો.

મીઠું અને લીંબુનો રસ ભેળવો. આછા બ્રાઉન રંગનું થાય એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. આ મિશ્રણમાંથી આઠ ભાગ કરી તેને કટલેટનો આકાર આપો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી કટલેટ્સને બ્રાઉન રંગની સાંતળી લો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons