પાલક-કોર્ન રાઇસ
સામગ્રી
ચોખા - ૨ વાટકી
મકાઇ - ૨ વાટકી
સમારેલી પાલક - ૧ વાટકી
મીઠું - સ્વાદ મુજબ
મરચું - ૧ ચમચી
મરીનો પાઉડર - ૨ ચમચી
તેલ - વઘાર માટે
લવિંગ - ૧ નંગ
તજ - ૨-૩ નંગ
જીરું - ૧ ચમચી
રીત
ચોખામાં જરૂર પૂરતું પાણી રેડી ભાત તૈયાર થવા મૂકો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો. તે બ્રાઉન રંગનું થાય એટલે તેમાં તજ, લવિંગ, બાફેલી મકાઇ, બારીક સમારેલી પાલકની ભાજી નાખી ધીમી આંચે રહેવા દો. તે પછી તેમાં મીઠું, મરચું નાખી હલાવીને આ મિશ્રણને ભાતમાં મિક્સ કરો. હળવા હાથે હલાવીને ગરમાગરમ પાલક-કોર્ન રાઇસ સર્વ કરો.

11:44 AM
jalpa pandya

0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો