સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

સ્ટફ્ડ કેપ્સિકમ


સ્ટફ્ડ કેપ્સિકમ


સામગ્રી

કેપ્સિકમ - ૨૫૦ ગ્રામ
લીલા મરચાં - ૪ નંગ
રાંધેલા ભાત - ૧ વાટકી
ફુદીનો - ૫૦ ગ્રામ
કોથમીર - ૫૦ ગ્રામ
પનીર - ૧૦૦ ગ્રામ
તેલ - ૨ ચમચી
લીંબુ - ૧ નંગ
તલ - ૨ ચમચી
મીઠું, ખાંડ, તેલ, હિંગ - જરૂર પ્રમાણે

રીત

કેપ્સિકમને ધોઇ થોડી વાર ઉકળતા પાણીમાં રાખો. થોડા બફાઇ જાય પછી તેના બી કાઢી નાખવા. રાંધેલા છુટ્ટા ભાત લઇને તેમાં સ્વાદાનુસાર મીઠું, ખાંડ અને લીંબુનો રસ ભેળવો. ફુદીનો અને કોથમીરને ઝીણા સમારીને ભાતમાં મિક્સ કરો. પનીરને હાથથી મસળીને પૂરણમાં નાખો. થોડાક તલ શેકીને તેમાં ઉમેરો. લીલા મરચાંને ઝીણા સમારીને તેમાં નાખી પૂરણ તૈયાર કરો.

કેપ્સિકમમાં આ પૂરણ દાબીને ભરી દો. એક પહોળા વાસણમાં તેલનો વઘાર કરીને તેમાં હિંગ નાખી સ્ટફ્ડ કરેલા કેપ્સિકમ ગોઠવો. તેના પર થાળી ઢાંકીને તેમાં પાણી ભરીને રાખો. વરાળથી ધીમા તાપે બફાવા દો. કેપ્સિકમ બરાબર બફાઇ જાય એટલે તેને આંચ પરથી ઉતારી લો. આ સ્ટફ્ડ કેપ્સિકમને સર્વિ6ગ બાઉલમાં કાઢીને તેના ઉપર કોપરાનું છીણ અને કોથમીર ભભરાવીને સર્વ કરો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons