સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

કાશ્મીરી દમ આલુ


કાશ્મીરી દમ આલુ


સામગ્રી

પેસ્ટ માટે

વરિયાળી - ૨ ચમચી
ધાણા - ૨ ચમચી
મરી - ૧ ચમચી
તજ-લવિંગ - ૪-૫ નંગ
ડુંગળી - ૧ નંગ

અન્ય :

ડુંગળી - ૫૦૦ ગ્રામ
નાના બટાકા - ૧ કિલો
માવો - ૫૦ ગ્રામ
વટાણા - ૨૫૦ ગ્રામ
દહીં - અડધી વાટકી
વાટેલા આદું-મરચાં - ૨ ચમચી
કોથમીર-મીઠું-ઘી પ્રમાણસર

રીત

પેસ્ટની સામગ્રીને વાટીને પેસ્ટ બનાવો. ડુંગળી અને કોથમીરને ઝીણી સમારી લો. નાના બટાકા છોલીને તેમાં કાપા પાડીને મીઠાના પાણીમાં પલાળો. ઘીને એક તપેલીમાં ગરમ કરી બધા બટાકા તળી લો. વટાણાને બાફી લો. એક કડાઇમાં ઘી મૂકીને ડુંગળી સાંતળી લો. ગુલાબી થાય પછી તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરો. થોડી વાર પછી તેમાં માવો નાખીને દહીં અને મીઠું પ્રમાણસર નાખો. પાણી નાખીને ઉકળવા દો. બધું બરાબર રીતે ઉકળી જાય અને એકરસ થાય પછી વટાણા અને તળેલા બટાકા ઉમેરીને ગરમ થવા દો. નીચે ઉતારીને બાઉલમાં કાઢીને કોથમીર નાખીને સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons