સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

હરા પુલાવ


હરા પુલાવ


સામગ્રી:

બાસમતી ચોખા, 200 ગ્રામ
લીલી મેથી, 200 ગ્રામ, ઝીણી સમારેલી
ઘી, 2 ટેબલસ્પૂન
જીરુ, 1/2 ટીસ્પૂન
મરી, 12 દાણા
લવિંગ, 5 નંગ
ઈલાયચી, 2
લીલા મરચા, 2
આદુ, એક ઈંચનો ટુકડો
વટાણા, 12 કપ
શિમલા મરચા, 2
મીઠું, સ્વાદ અનુસાર

રીત:

- ચોખાને ધોઈને અડધો કલાક પાણીમાં પલાળી રાખો.

- કઢાઈમાં ઘી લઈને ગરમ કરો એને જીરુ નાંખો.

- હવે તેમાં મસાલા, લીલા મરચા, આદુ, વટાણા, શિમલા મરચા અને મીઠું વગેરે ઉમેરીને 2-3 મિનીટ સુધી સાંતળો.

- સમારેલી મેથી ઉમેરીને 2-3 મિનીટ સુધી સાંતળો.

- ચોખાને પાણીમાંથી નિતારીને સાંતળેલા મસાલા સાથે મિક્સ કરો અને 2 મિનીટ સુધી શેકાવા દો.

- ચોખા કરતા બે ગણુ પાણી ઉમેરીને ચોખાને પકાવી લો.

- તમે ઈચ્છો તો પ્રેશર કુકર અથવા માઈક્રોવેવમાં પકાવી શકો છો.

- કાજૂ અથવા મકાઈના બાફેલા દાણા સાથે સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons