સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

ક્રસ્ટી પોટેટો ફિંગર્સ


ક્રસ્ટી પોટેટો ફિંગર્સ


સામગ્રી

બટાકા - ૨ નંગ
કોર્નફ્લેકસનો ભૂકો - અઢી કપ
તેલ - તળવા માટે
ખીરા માટે
અધકચરી સમારેલી ડુંગળી - ૧ નંગ

સમારેલાં લીલા મરચાં - ૧ નંગ
આદું - નાનો ટુકડો
મીઠું - સ્વાદ મુજબ
મેંદો - અડધો કપ
કોર્નફ્લોર - ૧ ચમચો

રીત

બટાકાને છોલી તેની લાંબી ચિપ્સ સમારો. ડુંગળી, મરચાં, આદું અને મીઠાને ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં મેંદો અને કોર્નફ્લોર મિક્સ કરી બે ચમચા પાણી રેડી ઘટ્ટ ખીરું બનાવો. એક પેનમાં ચાર કપ પાણી ગરમ કરી મીઠું નાખી તેમાં બટાકાની ચિપ્સને અધકચરી બાફી લો. બટાકાની ચિપ્સને ખીરામાં બોળી કોર્નફ્લેકસના ભૂકામાં રગદોળી તેલમાં તળી લો. ઇચ્છો તો બટાકાના મોટા ટુકડા પણ ચિપ્સના બદલે સર્વ કરી શકો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons