સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

ટોમેટો કોફ્તા


ટોમેટો કોફ્તા


સામગ્રી

ટામેટાં - ૭૫૦ ગ્રામ
ચણાનો લોટ - ૨૦૦ ગ્રામ
કણકીનો લોટ - ૫૦ ગ્રામ
સમારેલા મરચા - ૩ નંગ
સમારેલી કોથમીર - ૧ ચમચો
આદું - ૧ કટકો
વાટેલું લસણ - ૧ ચમચી
ડુંગળીનું છીણ - ૧ વાટકી
મરચું-૧ વાટકી, દહીં - ૧ વાટકી

મસાલો :

મરી - અડધી ચમચી
વરીયાળી - ૨ ચમચી
જીરૂ - ૧ ચમચી

રીત 

ચણાનો લોટ અને કણકીનો લોટ મીક્સ કરો. તેમાં પ્રમાણસર મીઠું નાખો અને મરી, વરીયાળી તેમજ જીરૂ વાટીને નાખો. ૫૦૦ ગ્રામ ટામેટાંનો રસ કાઢો. તેને લોટમાં નાખીને ખીરૂ બનાવો. તેલ ગરમ મૂકીને ખીરામાંથી ભજીયા જેવા કોફ્તા બનાવીને તળો. એક વાસણમાં ઘી અથવા તેલ ગરમ મૂકો. તેમાં ડુંગળી-લસણની પેસ્ટને સાંતળો. તેમાં છીણેલું આદું મીકસ કરો. ૨૫૦ ગ્રામ ટામેટાંને ક્રશ કરીને તેમાં નાખો અને દહીં મીકસ કરો. તેમાં લીલા મરચાંના કટકાં, મીઠું, મરચું નાખો. જરૂર પડે તો થોડું પાણી નાખીને ઉકળવા દો. બરોબર થઇ જાય પછી નીચે ઉતારીને બાઉલમાં કાઢો. તેમાં કોફ્તા ઉમેરો. ઉપર તળેલા મરચા અને કોથમીર નાખીને સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons