સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

કઢાઈ પનીર


કઢાઈ પનીર


સામગ્રી:

250 ગ્રામ પનીર
3 કેપ્સિકમ
4 ડુંગળી
4 ટમેટા
આદુ, 1 ઈંચ લાંબો ટુકડો
1 ટીસ્પૂન લાલ મરચાનો પાવડર
2 તમાલપત્ર
4 લવિંગ
1 તજનો ટુકડો
કેસરી કલર, 3 ટીપાં
ઘી, 4 ટેબલસ્પૂન

રીત:

- પનીર અને કેપ્સિકમને લાંબા પિસમાં કાપી લો.

- ડુંગળી, ટમેટા, આદુ, મીઠું, લાલ મરચાનો પાવડર અને કેસરી કલરને મિક્સ કરીને ગ્રાઈન્ડ કરો.

- તજ અને લવિંગને પીસી લો.

- એક પેનમાં ઘીને ગરમ કરો.

- તેમાં તમાલપત્ર અને તજ-લવિંગનો પાવડર ઉમેરો.

- તેમાં ડુંગળી-ટમેટાની પેસ્ટ ઉમેરો.

- મધ્યમ આંચ પર ત્યા સુધી પકાવો જ્યા સુધી ઘી અલગ ન પડવા લાગે.

- હવે તેમાં પનીર અને કેપ્સિકમના ટુકડા ઉમેરો.

- હળવી આંચ પર પાકવા દો.

- જ્યારે કેપ્સિકમ થોડા નરમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.

- કઢાઈ પનીર તૈયાર છે, તેને પરાઠા અથવા રોટી સાથે સર્વ કરી શકો છો. 

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons