સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

પનીર મખણી


પનીર મખણી



સામગ્રી:

પનીર, 10-12 1 ઈંચના ટુકડા
3 ટમેટા
2 લીલા મરચા
1/2ઈંચ આદુનો ટુકડો
5 કળી લસણ
1 તમાલ પત્ર
4 નંગ મરી
1 ઈંચનો ટુકડા જેટલુ તજ
3 લીલા ઈલાયચી
4 લવિંગ
લાલ મરચાનો પાવડર, 1 ટીસ્પૂન
તેલ, 1 ટેબલસ્પૂન
મીઠું સ્વાદ અનુસાર
સૂકી મેથીના દાણા, 1 ટીસ્પૂન
તાજુ ક્રિમ, 1/2 કપ

રીત:

- ટમેટાને ધોઈને સમારીને પીસી લો.

- લીલા મરચાને પણ ધોઈને ઝીણા સમારી લો.

- આદુ-લસણની છાલ ઉતારીને પીસી લો.

- એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં તમાલપત્ર, મરી, તજ, ઈલાયચી અન લવિંગને સાંતળો.

- હવે તેમાં આદુ-લસણી પેસ્ટ અને લીલા મરચા ઉમેરો.

- ત્યારબાદ ટમેટાની પ્યૂરી, લાલ મરચાનો પાવડર, મીઠું અને 1/2 કપ પાણી ઉમેરો.

- 5 મિનીટ સુધી ઉકળવા દો.

- તેમાં મેથીના દાણા અને પનીરના ટુકડા ઉમેરીને વધુ 10 મિનીટ સુધી પાકવા દો.

- હવે તાજા ક્રિમને પનીર મખણીમાં ઉમેરીને 2 મિનીટ સુધી પકાવો.

- ગરમા ગરમ રોટી કે ચપાટી સાથે પનીર મખણી સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons