સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

ચીલી પનીર


ચીલી પનીર


સામગ્રી:

350 ગ્રામ પનીર
2 ટીસ્પૂન મીઠું
1 ઈંડુ
1/2 કપ કોર્ન ફ્લોર
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
2 કપ સમારેલી ડુંગળી
2 ટેબલસ્પૂન સ્લાઈસ કરેલા લીલાં મરચાં
1 ટેબલસ્પૂન સોયા સોસ
2 ટેબલસ્પૂન વિનેગર
1/4 ટીસ્પૂન આજીનોમોટો
તેલ તળવા માટે
થોડું પાણી

રીત:

- પનીરના ટુકડા કરી લો.
- એક બાઉલમાં એક ટીસ્પૂન મીઠું, ઈંડુ, કોર્ન ફ્લોર, આદુ-લસણની પેસ્ટ અને પાણી મિક્સ કરીને રાખો.
- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં પનીરના ટુકડાને મિશ્રણમાં બોળીને તળો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
- બે ટેબલસ્પૂન તેલને ગરમ કરો અને તેમાં 30 સેકન્ડ સુધી સમારેલી ડુંગળી સાંતળો.
- તેમાં લીલાં મરચાં, મીઠું, સોયા સોસ, વિનેગર, આજીનોમોટો અને તળેલા પનીરના ટુકડા ઉમેરો.
- બરાબર મિક્સ કરો. તેને લીલી ડુંગળી અને લીલા ધાણા સાથે ગાર્નિશ કરી શકો છો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons