સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

હરા ભરા કબાબ


હરા ભરા કબાબ


સામગ્રી:

2 બટાટા
1 કપ વટાણા
એક ટુકડો, આદુ
2 લીલા મરચા
લીલા ધાણા
1 ટીસ્પૂન જીરુ
1/4 ટીસ્પૂન મરી પાવડર
1/2 ટીસ્પૂન મીઠું
તેલ, તળવા માટે

રીત:

- બટાટાને બાફીને તેની છાલ ઉતાર્યા બાદ તેને સ્મેસ કરી લો.

- વટાણાને બાફીને પાણી નિતારી લો.

- આદુ અને લીલા મરચાની પેસ્ટ બનાવી લો.

- લીલા ધાણાને ઝીણા સમારી લો.

- એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ લો અને તેમાં જીરુ શેકો.

- હવે તેમાં વટાણા, આદુ-મરચાની પેસ્ટ, લીલા ધાણા, મીઠું અને મરી પાવડર ઉમેરીને સાંતળો.

- બધી વસ્તુને બરાબર મિક્સ કરો અને ગેસ પરથી ઉતારી લો.

- આ મિશ્રણને સ્મેસ કરેલા બટાટા સાથે મિક્સ કરી લો અને તેમાંથી લાબાં આકારના કબાબ બનાવી લો.

- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં બધા કબાબને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

- ગરમા ગરમ હરાભરા કબાબ ઠંડી ઠંડી ફૂદિના ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો. 

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons