સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

લીલા વટાણાના કોફ્તા


લીલા વટાણાના કોફ્તા



સામગ્રી:

લીલા વટાણા - 500 ગ્રામ (દાણા)
બટાટા-2
અરારુટ- 1 ટેબલસ્પૂન
લીલા મરચા-1
આદુ-1 ઈંચનો ટુકડો
મીઠું-સ્વાદઅનુસાર


ગ્રેવી માટે:

ટમેટા-3
લીલા મરચા-2
આદુ- 1 ઈંચનો ટુકડો
તેલ-1 ટેબલસ્પૂન
જીરુ- 1/2 ટીસ્પૂન
હળદર- 1/4 ટીસ્પૂન
ધાણાજીરુ પાવડર- 1 ટીસ્પૂન
મલાઈ-2 ટેબલસ્પૂન
લાલ મરચાનો પાવડર-1/2 ટીસ્પૂન
ગરમ મસાલો- 1/4 ટીસ્પૂન
મીઠું- સ્વાદ અનુસાર
લીલા ધાણા- 2 ટેબલસ્પૂન
કોફ્તા તળવા માટે તેલ

રીત:

- વટાણાને બટાટાની સાથે બાફીને પીસી લો.

- વટાણાને દાણાદાર પીસી લો.

- વટાણાના મિશ્રણમાં બટાટા, અરારુટ, મીઠું, લીલુ મરચુ અને આદુ મિક્સ કરો.

- આ મિશ્રણમાંથી નાના કોફ્તા બનાવી લો.

- ગરમ તેલમાં 4-5 કોફ્તાને બ્રાઉન કલરના થાય ત્યા સુધી તળી લો.

- કોફ્તાને બહાર કાઢીને પ્લેટમાં રાખી દો.

- ટમેટા, લીલા મરચા અને આદુની બારીક પેસ્ટ બનાવી લો.

- પેનમાં તેલ ગરમ કરો.

- જીરુ, હળદર અને ધાણાજીરુનો પાવડર નાંખીને હળવી આંચ પર સાંતળો.

- તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી પકાવો.

- તેમાં મલાઈ ઉમેરીને પકાવો અને તેમાં જરૂર પડે તો પાણી ઉમેરો.

- તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચાનો પાવડર અને ગરમ મસાલો નાંખીને ઉકાળો.

- કરી તૈયાર થાય એટલે કોફ્તા ઉમેરી દો.

- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો. 

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons