સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

એપલ રિંગ્સ


એપલ રિંગ્સ


સામગ્રી

સફરજન - ૨ નંગ
માવો - ૧૦૦ ગ્રામ
બારીક સમારેલા બદામ-પિસ્તા - ૧ ચમચી
ખાંડ - ૧ ચમચી
ખાંડ (ચાસણી માટે) - ૧૦૦ ગ્રામ
લીંબુનો રસ - ૧ ચમચો
દૂધ - અડધો કપ
કેસર - ૪-૫ તાંતણા

રીત

સફરજનને છોલી તેની અડધો ઇંચ જાડી રિંગ્સ સમારો અને તેને વચ્ચેનો ભાગ ઢાંકણાથી કાપી લો. આ રિંગ્સને લીંબુના રસવાળા પાણીમાં પલાળો. ખાંડની અડધા તારની ચાસણી બનાવી તેમાં સફરજનની રિંગ્સ નાખી દો. ત્રણ-ચાર મિનિટમાં રિંગ્સ પોચી પડી જાય ત્યારે તેને સાચવીને એક પ્લેટમાં કાઢી લો. માવાને છીણી તેને ધીમી આંચે ગેસ પર અડધો કપ દૂધ અને અડધો કપ ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. પછી તેને ઠંડું થવા દો. આ મિશ્રણને દરેક રિંગ પર એક્સરખું પાથરી ઉપર મેવો ભભરાવો. કેસર ઘોળી તેનાથી દરેક રિંગ પર થોડા થોડા અંતરે ટપકાં કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons