સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

પનીર રેપ્સ


પનીર રેપ્સ


સામગ્રી

પનીર - ૩૦૦ ગ્રામ
ઘઉંના લોટમાંથી બનાવેલી રૂમાલી રોટી - ૪ નંગ
વિનેગર - ૨ ચમચા
લીલા મરચાં - ૨ નંગ
તેલ - ૨ ચમચા
લસણની પેસ્ટ - અડધી ચમચી
આદુંની પેસ્ટ - અડધી ચમચી
ડુંગળી - ૧ નંગ
કેપ્સિકમની ચીરીઓ - ૧ નંગ
મરચું - ૧ ચમચી
હળદર - પા ચમચી
આમચૂર - ૧ ચમચી
મીઠું - સ્વાદ મુજબ, ફણગાવેલું કઠોળ - અડધો કપ, લેટ્યૂસની ભાજીના પાન - ૪ નંગ

રીત

એક બાઉલમાં વિનેગર અને લીલા મરચાની ચીરીઓ ભેગી કરીને રહેવા દો. પનીરની લાંબી પટ્ટીઓ કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદું અને લસણની પેસ્ટને અડધી મિનિટ માટે સાંતળો. ડુંગળીની સ્લાઇસ પણ તેમાં ઉમેરી અડધી મિનિટ માટે સાંતળો. તેમાં કેપ્સિકમની ચીરીઓ, મરચું, હળદર, આમચૂર, મીઠું અને પનીરની પટ્ટીઓ નાખી મધ્યમ આંચે બે મિનિટ સુધી સાંતળો. ફણગાવેલું કઠોળ ઉમેરી થોડી વાર સાંતળી આંચ પરથી ઉતારી લઇને ઠંડું થવા દો. રેપ્સ તૈયાર કરવા માટે પનીરના મિશ્રણના ચાર ભાગ કરો. દરેક ભાગને રૂમાલી રોટીની વચ્ચે મૂકી તેના પર લેટ્યૂસની ભાજીનું પાન ગોઠવો. પનીરના મિશ્રણને રોટી પર પાથરીને તેના પર અડધી ચમચી વિનેગરવાળા મરચાં ભભરાવી એલ્યુમિનિયમ ફોઇલ સાથે રોલ વાળી દો. આ રીતે બધા જ રેપ્સ તૈયાર કરી તરત જ સર્વ કરો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons